Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parliament House: સંસદ પરિસરમાંથી રાષ્ટ્રીય પ્રતિમાઓ ખસેડવામાં આવી, કોંગ્રેસે લગાવ્યા આરોપ

Parliament House: Parliament ના પરિસરની અંદરથી મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર અને છત્રપતિ શિવાજી સહિતની મૂર્તિઓના સ્થાનાંતરણને લઈને હોબાળો થઈ રહ્યો છે. આ પગલાની કોંગ્રેસે આકરી ટીકા કરી છે. આદિવાસી નેતાઓ બિરસા મુંડા અને મહારાણા પ્રતાપની મૂર્તિઓને પણ જૂની Parliament ભવન...
07:18 PM Jun 06, 2024 IST | Aviraj Bagda
Statues of National Icons, Parliament, Congress

Parliament House: Parliament ના પરિસરની અંદરથી મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર અને છત્રપતિ શિવાજી સહિતની મૂર્તિઓના સ્થાનાંતરણને લઈને હોબાળો થઈ રહ્યો છે. આ પગલાની કોંગ્રેસે આકરી ટીકા કરી છે. આદિવાસી નેતાઓ બિરસા મુંડા અને મહારાણા પ્રતાપની મૂર્તિઓને પણ જૂની Parliament ભવન અને Parliament પુસ્તકાલયની વચ્ચે આવેલા એક અવારુ સ્થળ પર ખસેડવામાં આવી છે.

તો આ ઘટના પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પોસ્ટ કરી છે. તેના પણ તેમમે જણાવ્યુ છે કે, Parliament ભવનની સામેથી છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી અને ડૉ. બાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને તેમના મુખ્ય સ્થાનો પરથી હટાવવામાં આવી છે. આ અત્યાચાર છે.

ગુજરાતમાં પણ આવી ઘટના જોવા મળી હતી

તો ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેરાએ કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રના મતદારોએ ભાજપને મત ન આપ્યો, તો Parliament માં શિવાજી અને આંબેડકરની મૂર્તિઓ તેમના મૂળ સ્થાનો પરથી હટાવી દેવામાં આવી છે. જ્યારે તેમને ગુજરાતમાં ક્લીન સ્વીપ ન મળી, ત્યારે તેમણે Parliament માં મહાત્મા ગાંધીની પ્રતિમાને તેના મૂળ સ્થાનેથી હટાવી દીધી. જરા વિચારો, જો તેમને 400 બેઠકો આપવામાં આવી હોત, તો શું તેઓ બંધારણને બચાવી શક્યા હોત?

Parliament પરિસરના અમુક ભાગનું પુનઃવિકાસ થશે

તો 18 મી લોકસભાનું પ્રથમ સત્ર જૂન મહિનામાં શરુ થશે. ત્યારે Parliament પરિસરમાં અમુક ભૂસ્તરને લઈ કામ કરવામાં આવી રહ્યા છે. તેથી Parliament પરિસરના અમુક ભાગના પુનઃવિકાસના ભાગરૂપે, ગાંધી, શિવાજી અને મહાત્મા જ્યોતિબા ફૂલે સહિતની રાષ્ટ્રીય પ્રતિમાઓને જૂના Parliament ભવન, જેને બંધારણ ગૃહ નામ આપવામાં આવ્યું છે, તેના ગેટ નંબર 5 પાસેના લૉનમાં ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના આકરા બોલ, ગૌતમ અદાણીને આવી જશે પરસેવો

Tags :
CongressGujarat FirstParliamentParliament HouseStatues of National Icons
Next Article