ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઝેરી દારૂના કારણે થયેલા મોત પર ભડક્યા Pappu Yadav, જાણો સરકારને શું કહ્યું

પપ્પુ યાદવનો આક્રોશ: ઝેરી દારૂના મોત પર 10,000 રૂપિયાની મદદ અને સખત કાર્યવાહીની માંગ! આ હત્યા છે, જવાબદારોને સજા થવી જોઈએ : પપ્પુ યાદવ ઝેરી દારૂના મોત પર પપ્પુ યાદવ : "નેતાગિરી ન કરો, લોકોની મદદ કરો Pappu Yadav...
10:20 AM Oct 19, 2024 IST | Hardik Shah
Pappu Yadav

Pappu Yadav Statement : સારણ અને સિવાનમાં ઝેરી દારૂના કારણે થયેલા મોતને લઈને પૂર્ણિયાના અપક્ષ સાંસદ રાજેશ રંજન, જેમને પપ્પુ યાદવ તરીકે ઓળખવામાં આવે છે, પીડિત પરિવારને મદદ કરવા પહોંચ્યા હતા. પપ્પુ યાદવે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અને દરેકને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપી.

પપ્પુ યાદવે શું કહ્યું?

દરમિયાન પપ્પુ યાદવે જણાવ્યું કે, "જેઓ લોકો નફરત ફેલાવી રહ્યા છે અને જાતિનું અપમાન કરી રહ્યા છે, હું તેમને વિનંતી કરું છું કે તેઓ ત્રિશૂળ અને જાતિનો દુરુપયોગ કરવાનું બંધ કરે. આ બિહાર છે, જે બધાને શીખવે છે. જે દિવસે હું સત્તામાં આવીશ, હું જાતિનો દુરુપયોગ કરનારા લોકો માટે રાજકારણમાં કોઈ જગ્યા નહીં રાખું." તેમણે ઉમેર્યું કે, "અમે એવા કાયદાનું નિર્માણ કરીશું કે જે પક્ષો આવા લોકોને ટિકિટ આપી શકશે નહીં." ઝેરી દારૂના કારણે થયેલા મોત પર પપ્પુ યાદવે કહ્યું કે, "આ ઘટના અત્યંત દુ:ખદ છે. આ મોત નથી, પરંતુ ચોક્કસ રીતે હત્યા છે." તેમણે સૂચવ્યું કે, "આ હત્યામાં સામેલ વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, જેમ કે કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં થાય છે, અને તેમને આજીવન કેદની સજાની જોગવાઈ થવી જોઈએ."

પપ્પુ યાદવે તંત્ર ઉપર ઉઠાવ્યા સવાલ

પપ્પુ યાદવે જણાવ્યું છે કે, અગાઉ પણ આવી ઘટનાઓમાં કાયદો નબળો પડ્યો છે. તેમણે જણાવ્યું કે આ પહેલાં ઘણીવાર આવી ઘટના સામે આવી છે, પરંતુ પોલીસ સ્ટેશનમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, અને કોઈ પણ અધિકારી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એક્સાઇઝ વિભાગ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, અને દારૂના વેચાણ કે ઉત્પાદન કરનારાઓ સામે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી. પપ્પુ યાદવે કહ્યું, "હું સરકારને વિનંતી કરું છું કે દારૂ વેચનાર અને બનાવનારાઓને આજીવન કેદની સજાની જોગવાઈ થવી જોઇએ. તેમને ક્યારેય જામીન ન મળે." તેમણે એ પણ ઉમેર્યું કે, "આ પ્રકારની ઘટનામાં જવાબદાર અધિકારીને નોકરીમાંથી કાઢી તેના વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, કારણ કે દારૂ બનાવવામાં અને વેચવામાં લાગતા પૈસા ઉપરથી નીચે સુધી જતાં હોય છે."

નેતાગિરી ન કરો, લોકોની મદદ કરો : પપ્પુ યાદવ

પપ્પુ યાદવે કહ્યું કે એક નેતાએ કહ્યું કે લોકો મરતા રહે છે. હું તે નેતાને પૂછવા માંગુ છું કે જ્યારે બિહારમાં દારૂનો વ્યાપ હતો ત્યારે શું આવું નહોતું થતું. ત્યારે પણ લોકો મરી રહ્યા હતા. આ ઝેરી દારૂ પર ક્યારે પ્રતિબંધ આવશે? તેમણે કહ્યું કે, આ લોકોનું મોત દારૂ પીવાથી નથી થયું પરંતુ ઝેરી દારૂ પીવાથી થયું છે. તમે નેતાગિરી ન કરો. તમારી પાસે હોદ્દો અને દરજ્જો હોય તો આવો અને લોકોની મદદ કરો. જે દિવસે હું આવીશ તે દિવસે હું ઝેરી દારૂનું એક ટીપું પણ નહીં બનવા દઉં. જે વિસ્તારમાં આવી ઘટના બનશે તે વિસ્તારના આબકારી અધિકારીઓને 48 કલાકમાં બરતરફ કરવામાં આવશે. આ પહેલા જ્યાં પણ પોલીસ સ્ટેશન ઓફિસરને 20-30 લાખ રૂપિયા આપીને પોસ્ટિંગ અપાયું હતું.

આ પણ વાંચો:  દેશભરમાં તહેવારો પહેલાં શરૂ થશે ઠંડીનો કહેર! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

Tags :
Alcohol-Related Deaths in BiharAnti-Caste PoliticsBihar Alcohol BanBihar Alcohol CrisisBihar politicsCaste InsultsCaste-Based PoliticsCasteism in BiharGujarat FirstHardik ShahJAP Supremo Pappu YadavJustice for Alcohol VictimsPappu YadavPoisonous Alcohol TragedyPolitical AccountabilityStrict Action Against Toxic AlcoholToxic Alcohol Deaths
Next Article