ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

PAPER LEAK: બિહાર પોલીસે ઝારખંડ થી 6 લોકોની કરી ધરપકડ

PAPER LEAK: NEET પેપર લીક (PAPER LEAK)કેસમાં બિહાર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિહાર પોલીસે ઝારખંડના દેવઘર જિલ્લામાંથી 6 લોકોની અટકાયત કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં કથિત અનિયમિતતાના સંબંધમાં ઝારખંડના દેવઘર જિલ્લામાંથી છ લોકોની અટકાયત...
06:59 PM Jun 22, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage

PAPER LEAK: NEET પેપર લીક (PAPER LEAK)કેસમાં બિહાર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિહાર પોલીસે ઝારખંડના દેવઘર જિલ્લામાંથી 6 લોકોની અટકાયત કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં કથિત અનિયમિતતાના સંબંધમાં ઝારખંડના દેવઘર જિલ્લામાંથી છ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેણે કહ્યું કે શુક્રવારે રાત્રે દેવીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં AIIMS-દેવઘર પાસેના એક ઘરમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી.

તમામ લોકોને બિહાર લઈ જવામાં આવ્યા

એસડીપીઓ (દેવઘર સદર) ઋત્વિક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "બિહાર પોલીસે અમને જાણ કરી હતી. અમારી ઓળખના આધારે, તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તમામ શકમંદોને બિહાર લઈ જવામાં આવ્યા છે." તેમણે કહ્યું કે શંકાસ્પદ લોકો કથિત રીતે ઝુનુ સિંહ નામના વ્યક્તિના ઘરે રોકાયા હતા.દેવઘર પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તેમની ઓળખ પરમજીત સિંહ ઉર્ફે બિટ્ટુ, ચિન્ટુ ઉર્ફે બલદેવ કુમાર, કાજુ ઉર્ફે પ્રશાંત કુમાર, અજીત કુમાર, રાજીવ કુમાર ઉર્ફે કારુ તરીકે કરવામાં આવી છે.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 ધરપકડ કરાઇ

બિહાર ઉપરાંત ઘણા રાજ્યોમાંથી પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બિહારના રોહતાસ જિલ્લામાંથી ચોથા પાસ ટ્રેક્ટર ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 38 વર્ષીય બિટ્ટુ સિંહનો પણ સમાવેશ થાય છે. ચોથો પાસ બિટ્ટુ સિંહ પહેલા ટ્રેક્ટર ચલાવતો હતો, પરંતુ બાદમાં સિકંદર યદુવેન્દ્રનો અંગત ડ્રાઈવર બની ગયો હતો. આ પેપર લીકમાં સિકંદરની ખૂબ મહત્વની ભૂમિકા હતી. આ કારણોસર બિટ્ટુની પણ ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે NTAએ 5 મેના રોજ NEET-UGનું આયોજન કર્યું હતું, જેમાં લગભગ 24 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેનું પરિણામ 4 જૂને જાહેર થયું હતું, પરંતુ ત્યારથી તે વિવાદોમાં ઘેરાયેલું છે. પ્રશ્નપત્ર લીક થવા ઉપરાંત આ પરીક્ષામાં અન્ય ગેરરીતિઓના પણ આક્ષેપો થયા છે.

આ પણ  વાંચો  - PAPER LEAK: સરકારે હાઇલેવલ કમિટીની કરી રચના,આ દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

આ પણ  વાંચો  - Maharashtra Riots: મારાઠા આરક્ષણનો વિરોધ કરતા OBC સમાજના લોકો રસ્તા પર ઉતર્યા

આ પણ  વાંચો  - Jodhpur Riots: ઈદગાહને લઈ બે જૂથ વચ્ચે ભયાવહ હિંસા ભડકી, વિરોધ પ્રદર્શનમાં પોલીસ ઘાયલ

Tags :
6 peopleBihar PoliceDeoghareducationJharkhandNEETpaper-leak