Pahalgam Terror Attack : PMOમાં CCSની બેઠક સંપન્ન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કરાયું
- આજે બુધવારે PMOમાં CCSની બેઠક સંપન્ન થઈ
- આ બેઠક વડાપ્રધાન મોદી (PM Modi) ની અધ્યક્ષતામાં યોજાઈ હતી
- 7 સભ્યોનું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કરાયું
Pahalgam Terror Attack : આજે બુધવારે PMOમાં કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટી( CCS)ની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક PM Modi ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અને સંરક્ષણ મંત્રી Rajnath Singh પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડિફેન્સ અને ડિપ્લોમસી સ્ટ્રાઈક અંગેના નિર્ણયો અંગે ચર્ચા થયાની પૂરેપૂરી શક્યતા છે. પાકિસ્તાન માટે ભારતની વ્યૂહાત્મક રણનીતિ શું હોઈ શકે તેની રાહ જોવાઈ રહી છે.
કેન્દ્ર સરકારે લીધા મોટા નિર્ણયો
PMOમાં કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટી( CCS)ની બેઠક દરમિયાન અનેક મોટા નિર્ણયો લેવાયા છે. જેમાં 7 સભ્યોનું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવ્યું. પૂર્વ RAW ચીફ આલોક જોશી (Alok Joshi) ને પ્રમુખ બનાવાયા. પૂર્વ એર માર્શલ પીએમ સિંહા (PM Sinha) , લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ (AK Singh), એડમિરલ મોન્ટી ખન્ના (Monty Khanna) ને પણ બોર્ડમાં સમાવિષ્ટ કરાયા. પૂર્વ IPS રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નિવૃત્ત IFS બી વેંકટેશ વર્માને પણ બોર્ડમાં સામેલ કરાયા છે.
0 ટોલરન્સ પોલિસી
આજે બુધવારે PMOમાં કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટી( CCS)ની બેઠકની અધ્યક્ષતા ખુદ વડાપ્રધાન મોદીએ કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ ભારતે અપનાવેલ 0 ટોલરન્સ પોલિસી (Zero Tolerance Policy on Terrorism) ને વધુ મજબૂત કરતા નિર્ણયો લેવાયા હોવાની પૂરી સંભાવના છે.
આ પણ વાંચોઃ Pahalgam Terrorist Attack : UN મહાસચિવ ગુટેરેસની વિદેશમંત્રી જયશંકર સાથે કરી ખાસ વાત
પાકિસ્તાન પર કાર્યવાહીની તૈયારી
22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી, જેના પાકિસ્તાન સાથે સીધા સંબંધો હોવાના પુરાવા હતા. આ હુમલાએ ભારતની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે, પરંતુ સરકારનું વલણ સ્પષ્ટ છે - આતંકવાદીઓ અને તેમના સમર્થકોને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં.
છેલ્લી CCS બેઠકમાં શું થયું?
ઉલ્લેખનીય છે કે આ પહેલા 23 એપ્રિલ 2025 ના રોજ પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી CCS બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ 5 મોટા અને આકરા નિર્ણયો લેવામાં આવ્યા હતા. અઢી કલાકથી વધુ ચાલેલી બેઠકમાં, 1960ની સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સાથે, અટારી-વાઘા બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવામાં આવી હતી. પાકિસ્તાની નાગરિકોના તમામ પ્રકારના વિઝા રદ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ કોંગ્રેસે વિવાદિત ટ્વીટ કર્યું ડિલીટ, હવે નેતાઓને કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી