Pahalgam Attack: હુમલામાં ફસાયેલા પ્રોફેસરે આતંકીઓને એવું કહ્યું કે જીવતાં....
આતંકી હુમલામાં ફસાયેલા પ્રોફેસરે પોતાનો જીવ બચાવ્યો
પ્રોફેસરે એવો દેખાડો કર્યો કે આતંકીઓએ તેમને જવા દીધા
પ્રોફેસરે આખી ઘટનાનું વર્ણન કરી દેખાડ્યું
Pahalgam Attack:જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ફસાયેલા આસામી યુનિવર્સિટીના બંગાળી પ્રોફેસર (Hindu professor) દેબાસિસ ભટ્ટાચાર્યે (Debasis Bhattacharya)પોતાની સુઝબુઝથી આતંકીઓની પકડમાંથી પોતાનો જીવ બચાવ્યો હતો. પ્રોફેસરે એવો દેખાડો કર્યો કે આતંકીઓએ તેમને જીવતા જવા દીધા હતા. ખુદ પ્રોફેસરે આ આખી ઘટનાનું વર્ણન કરી દેખાડ્યું છે જે ખરેખર સાહસિક છે અને આતંકીઓ વચ્ચે ક્યારેક ફસાયેલા હોય તો કામ લાગી શકે તેમ છે.
આતંકીઓની પકડમાંથી પ્રોફેસર કેવી રીતે છટક્યાં?
પ્રોફેસર દેબાસિસ ભટ્ટાચાર્યે કહ્યું કે પહેલગામમાં બૈસારિન ખીણ વિસ્તારમાં એક ઝાડ નીચે હું મારા પરિવાર સાથે સુતો હતો અને અચાનક મેં સાંભળ્યું કે લોકો કલમા વાંચી રહ્યાં હતા. ત્યારે મને ખબર પડી કે આતંકવાદી હુમલો થયો છે અને આતંકીઓ લોકોને કલમા (કૂરાનની આયાત) સંભળાવાનું કહી રહ્યાં છે અને જે નથી સંભળાવી શકતાં તેમને મારી નાખે છે. મને પણ કલમા આવડતાં હતા અને તેથી મેં પઢવાના શરુ કર્યાં,આ દરમિયાન એક આતંકવાદી તેમની પાસે આવ્યો અને કહ્યું કે 'ક્યાં કર રહે હો', જવાબ ન આપતાં મેં મોટે મોટેથી કલમા વાંચવાનું ચાલું રાખ્યું હતું જે પછી આતંકી જતો રહ્યો હતો. કદાચ તેને એમ થયું હશે કે હું મુસ્લિમ છું તેથી મને જવા દીધો,આ રીતે કલમા વાંચવાને કારણે મારો જીવ બચી ગયો હતો. આતંકીઓની પકડમાંથી છટકીને સાહસિક પ્રોફેસરે બીજું પણ એક સાહસનું કામ કરીને છેક હોટલ સુધી
આ પણ વાંચો -Kulgam Search Operation : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી એકવાર ફાયરિંગ,સેનાએ આખા વિસ્તારને કર્યો કૉર્ડન
આતંકીઓ ગયા પછી પ્રોફેસરે શું કર્યું
આ પછી પ્રોફેસર શાંતિથી ઊભા થયા અને પત્ની અને પુત્ર સાથે ત્યાંથી રવાના થઈ ગયાં હતા. તેમણે કહ્યું કે અમે ચઢાણ પર ચઢ્યા, વાડ ઓળંગી, અને રસ્તામાં ઘોડાઓના ખરીઓના નિશાનને પગલે ચાલતાં ચાલતાં બહાર નીકળી ગયા અને ઘોડા પર બેસીને હોટલ પહોંચી ગયાં હતા.