Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંદુ યુવતી સાથે લગ્ન બાદ સસુરાલ ગયેલા ઓવૈસીની પાર્ટીના અધ્યક્ષની હત્યા

લખનઉ : UP ના ઓરૈયામાં હિંદૂ યુવતી સાથે કોર્ટ મેરેજ બાદ શ્વસુર પક્ષે પહોંચેલા ઓવૈસીની પાર્ટીના જિલ્લાધ્યક્ષની હત્યા થઇ ગઇ હતી. શ્વસુર પક્ષ દ્વારા જમાઇને ઘરે બોલાવાયો હતો. ત્યાર બાદ નશીલી દવા આપીને બેહોશ કરી દીધો હતો. ત્યાર બાદ ઇંટોથી...
હિંદુ યુવતી સાથે લગ્ન બાદ સસુરાલ ગયેલા ઓવૈસીની પાર્ટીના અધ્યક્ષની હત્યા

લખનઉ : UP ના ઓરૈયામાં હિંદૂ યુવતી સાથે કોર્ટ મેરેજ બાદ શ્વસુર પક્ષે પહોંચેલા ઓવૈસીની પાર્ટીના જિલ્લાધ્યક્ષની હત્યા થઇ ગઇ હતી. શ્વસુર પક્ષ દ્વારા જમાઇને ઘરે બોલાવાયો હતો. ત્યાર બાદ નશીલી દવા આપીને બેહોશ કરી દીધો હતો. ત્યાર બાદ ઇંટોથી માથુ કચડીને તેની હત્યા કરી દીધી હતી. શબને મકાનના બેઝમેન્ટમાં ફેંકી દીધું હતું અને ઉપર વાંસ અને અન્ય લાકડાની વસ્તુઓ નાખી દીધી હતી. પોલીસે સાસુ અને સસરાની ધરપકડ કરી લીધી છે.

Advertisement

આ પણ વાંચો :Rajasthan માં મોટા વહીવટી ફેરબદલ, 108 IAS અધિકારીઓની બદલી, જુઓ List...

મિરાજ નામના યુવકે પરણિત યુવતી સાથે કર્યા લગ્ન

અજીતમલ પોલીસ સ્ટેશનના બાબરપુર અશોકનગર નિવાસી અરવિંદના ઘરે બિંદકીના મિરાજની આવન જાવન હતી. ઓવૈસીની પાર્ટી AIMIM જિલ્લાધ્યક્ષ મિરાજ અને અરવિંદની મોટી પુત્રી ગોલ્ડીની વચ્ચે મિત્રતા થઇ હતી. તેની માહિતી મળ્યા બાદ અરવિંદે ગોલ્ડીના લગ્ન બીજા યુવક સાથે કરી દીધા હતા. લગ્ન બાદ ઘરે આવેલી ગોલ્ડી મિરાજ સાથે ફરાર થઇ ગઇ હતી અને તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ચાર દિવસ પહેલા ગોલ્ડી પિયર આવી તો તેની માતા જ્યોતિએ જમાઇ મિરાજને પણ ઘરે બોલાવ્યો હતો. મિરાજે ઇન્કાર કર્યો તો સાસુ જ્યોતિએ કહ્યું કે, હવે બધુ બરાબર છે. તેને પરિવારના જમાઇ તરીકે સ્વીકાર કરી લીધો છે. જેથી મિરાજ બુધવારે સાંજે બાબરપુર ખાતે સસરાના ઘરે આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો :Anti Rape Bill : પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મમતા સરકારના બળાત્કાર વિરોધી બિલ પર પ્રતિબંધ મૂક્યો

પિયરમાં સમાધાન માટે આવ્યો હતો મિરાજ

સાંજે ભોજન લીધા બાદ પત્ની ગોલ્ડી પોતાના રૂમમાં જતી રહી હતી. ત્યાર બાદ સાસુ જ્યોતિએ મિરાજને નશીલી દવા પીવડાવી દીધી હતી. જમાઇ બેહોશ થઇ ગયા બાદ અરવિંદ અને જ્યોતીએ ઇંટોથી તેનું માથુ કચડીને તેની હત્યાકરી દીધી હતી. ગુરૂવારે સવારે જ્યોતિ ગોલ્ડીને લઇને ઘરેથી જતી રહી હતી. સાંજે અરવિંદ દારુ પીને બુમો પાડવાનું શરૂ કર્યું કે તેના ઘરમાં કોઇની લાશ પડી હતી. પોલીસે શબ જપ્ત કરીને તપાસ માટે ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Maharashtra : Malad માં મોટો અકસ્માત, 20 માં માળનો સ્લેબ તૂટી પડ્યો, 3 લોકોના મોત, 3 ઘાયલ

સાસુ અને સસરા વિરુદ્ધ કેસ દાખલ

પરિવારે મૃતદેહને ઓળખ કરી હતી. હાલ તો મૃતકના ભાઇ ઇન્જલાએ અરવિંદ અને જ્યોતિની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. શુક્રવારે મોડી સાંજે બંન્નેની ધરપકડ કરી લેવાઇ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. જો કે યુપીમાં ઓનર કિલિંગ અને લવ જેહાદનો આ કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે.

આ પણ વાંચો :Kolkata Case : CBI ની તપાસ અંતિમ તબક્કામાં, મૃતક અને આરોપી સંજયના DNA મેચ - સૂત્રો

Tags :
Advertisement

.