Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંસદમાં સુરક્ષા ચૂક મામલે બંને ગૃહમાં વિપક્ષનો જોરદાર હંગામો, આ TMC સાંસદને કર્યાં સસ્પેન્ડ

સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષ દ્વારા આજે ગૃહમાં જોરદાર હંગામો કરવામાં આવ્યો છે. વિપક્ષના સાંસદોએ બંને ગૃહોમાં હંગામો કર્યો, જેને જોતા બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયનને...
સંસદમાં સુરક્ષા ચૂક મામલે બંને ગૃહમાં વિપક્ષનો જોરદાર હંગામો  આ tmc સાંસદને કર્યાં સસ્પેન્ડ

સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષ દ્વારા આજે ગૃહમાં જોરદાર હંગામો કરવામાં આવ્યો છે. વિપક્ષના સાંસદોએ બંને ગૃહોમાં હંગામો કર્યો, જેને જોતા બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

સંસદમાં સુરક્ષા ચૂક મામલે આજે બંને ગૃહમાં વિપક્ષ દ્વારા જોરદાર હંગામો કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યસભામાંથી ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અહેવાલ છે કે, ગુરુવારે સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન ટીએમસી નેતા ડેરેક ઓ'બ્રાયને સુરક્ષા ચૂકને લઈ સતત સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચાર કરતા કરતા તેઓ અધ્યક્ષની બેઠક સુધી પહોંચી ગયા હતા. આ પછી અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા.

માહિતી અનુસાર, રાજ્યસભામાં અપમાનજનક વ્યવહાર માટે ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયન વિરુદ્ધ શિયાળુ સત્રના બાકીના કાર્યકાળમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ મુજબ, ડેરેક ઓ'બ્રાયને વેલમાં પ્રવેશ કર્યો, સૂત્રોચ્ચા કર્યા અને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કર્યો. આ માટે તેમને સત્રના બાકીના કાર્યકાળમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

Advertisement

સંસદમાં બે લોકોએ પ્રવેશ કરી ગેસનો સ્પ્રે કર્યો

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવકો ગૃહની અંદર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ આ બંને શખ્સ એક બેન્ચ પરથી બીજી બેન્ચ તરફ દોડવા લાગ્યા. દરમિયાન, એક વ્યક્તિએ પીળો ગેસનો સ્પ્રે કર્યો હતો. દરમિયાન સંસદમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, કેટલાક સાંસદોએ હિમ્મત દાખવીને તેમને પકડી લીધા હતા અને સુરક્ષા કર્મચારીઓને સોંપી દીધા હતા. ઉપરાંત, પોલીસે સંસદની બહાર વિરોધ કરી રહેલા એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી હતી. બંને એ સંસદની બહાર કલર ગેસ છાંટીને સૂત્રોચ્ચાર કર્યા હતા. બંનેની ઓળખ અમોલ અને નીલમ તરીકે થઈ હતી.

આ પણ વાંચો - Parliament Security Case : આરોપીઓ જ્યાં રોકાયા હતા ત્યાં આ પુસ્તકો મળ્યા, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.