Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'એકવાર કમિટમેન્ટ કરીએ છીએ પછી અમે અમારી પણ નથી સાંભળતા' શિંદેનો ફિલ્મી અંદાજ

એકનાથ શિંદેએ લાડલી બહેન યોજનાની રકમ વધારવાની જાહેરાત કરી લાડલી બહેન યોજના માટે 3,000 રૂપિયાની જાહેરાત : મુખ્યમંત્રી શિંદે જેપી નડ્ડાની દક્ષિણ મુંબઈમાં ગણેશ પૂજા અને પાર્ટી બેઠક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra Chief Minister Eknath Shinde) એ શનિવારે...
 એકવાર કમિટમેન્ટ કરીએ છીએ પછી અમે અમારી પણ નથી સાંભળતા  શિંદેનો ફિલ્મી અંદાજ
  • એકનાથ શિંદેએ લાડલી બહેન યોજનાની રકમ વધારવાની જાહેરાત કરી
  • લાડલી બહેન યોજના માટે 3,000 રૂપિયાની જાહેરાત : મુખ્યમંત્રી શિંદે
  • જેપી નડ્ડાની દક્ષિણ મુંબઈમાં ગણેશ પૂજા અને પાર્ટી બેઠક

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra Chief Minister Eknath Shinde) એ શનિવારે 'લાડલી બહેન યોજના'ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્ર (Maharashtra) ની જનતા આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ મહાયુતિને મોટો જનાદેશ આપે છે, તો રાજ્ય સરકાર યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય (financial assistance) ની રકમ વધારીને 3,000 રૂપિયા પ્રતિ માસ કરશે. મહારાષ્ટ્રમાં મહિલાઓ માટેની મહાયુતિ સરકારની મુખ્ય યોજના, મુખ્યમંત્રી મારી લાડલી બહેન યોજના હેઠળ, હાલમાં દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે.

Advertisement

એકનાથ શિંદેએ 'લાડલી બહેન યોજના' પર મોટી જાહેરાત કરી

શિંદેએ કહ્યું, 'અમે લાડલી બહેન યોજના શરૂ કરી છે, જે અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે. જો તમે અમારી તાકાત વધારશો તો અમે માસિક રકમ વધારીને રૂ. 2,000 કરીશું. જો તમે મોટો આદેશ આપો છો, તો અમે તેને વધારીને 3,000 રૂપિયા કરીશું. અમે આ રકમ વધારવામાં અચકાઈશું નહીં. મુખ્યમંત્રી શિંદેએ ફિલ્મી સ્ટાઈલમાં કહ્યું કે, અમે જો કમિટમેન્ટ કરીએ છીએ પછી પોતાની પણ સાંભળતા નથી. તેમણે કહ્યું, 'વિપક્ષ એમ કહીને અમારી ટીકા કરે છે કે રાજ્ય સરકાર બાદમાં ખાલી તિજોરીને ટાંકીને આ યોજના બંધ કરશે. પરંતુ તેઓએ એ ન ભૂલવું જોઈએ કે રાજ્યની તિજોરી લોકોની છે. તેમણે કહ્યું કે, જ્યારે તેમની સરકારે મહિલા યાત્રીઓ માટે સરકારી બસોનું ભાડું 50 ટકા ઓછું કરી દીધું હતું, ત્યારે પણ ચિંતાઓ વ્યક્ત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, આ પગલાથી રાજ્ય પરિવહન નિગમને વધુ નુકસાન થશે. તેમણે કહ્યું, 'ઉલટું, આ પહેલ શરૂ થયા પછી, બસ સેવાનો ઉપયોગ કરતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો, જે આખરે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) માટે ફાયદાકારક સાબિત થયો.'

Advertisement

જેપી નડ્ડા ભાજપના નેતાઓને મળ્યા હતા

વળી, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે ગણપતિ ઉત્સવના ભાગ રૂપે દક્ષિણ મુંબઈમાં મુખ્યમંત્રી શિંદેના સત્તાવાર નિવાસસ્થાન પર ગણેશ પૂજા કરી હતી. ત્યારબાદ, તેમણે નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી. નડ્ડાએ ત્યાં પાર્ટી નેતાઓ સાથે બેઠક પણ કરી હતી. જેપી નડ્ડા સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપના મહારાષ્ટ્ર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, પાર્ટીના રાજ્ય એકમના વડા ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ એકમના અધ્યક્ષ આશિષ શેલાર, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે અને વિધાન પરિષદ પ્રવીણ દરેકર ફડણવીસના નિવાસસ્થાને હાજર હતા. જાણવા મળે છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે. ભાજપ, શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) રાજ્યમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિનો ભાગ છે.

આ પણ વાંચો:  હરિયાણામાં BJP સરકારની હેટ્રિક નિશ્ચિત : PM મોદી

Advertisement

Tags :
Advertisement

.