Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉદયપુર હત્યાકાંડની તપાસ NIA કરશે, ગૃહમંત્રાલયે આપ્યો આદેશ, આંતકી સંગઠન સાથે કનેક્શનની છે શંકા

ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની હત્યા બાદ રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. લોકો રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વળી, વહીવટીતંત્રે સાવચેતીના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી છે. તેમજ 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. એક સામાન્ય બાબતમાં કનૈયા લાલની હત્યા કરનાર આરોપીઓની પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી લીધી છે. વળી આ વચ્ચે કેન્દ્રà
ઉદયપુર હત્યાકાંડની તપાસ nia કરશે  ગૃહમંત્રાલયે આપ્યો આદેશ  આંતકી સંગઠન સાથે કનેક્શનની છે શંકા
Advertisement
ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની હત્યા બાદ રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. લોકો રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વળી, વહીવટીતંત્રે સાવચેતીના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી છે. તેમજ 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. 
એક સામાન્ય બાબતમાં કનૈયા લાલની હત્યા કરનાર આરોપીઓની પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી લીધી છે. વળી આ વચ્ચે કેન્દ્રએ બુધવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીને રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલના શિરચ્છેદની તપાસ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે કે, ઉદયપુર હત્યા, જેમાં બે માણસોએ એક દરજીની હત્યા કરી અને પછી જઘન્ય અપરાધના વિડીયો પોસ્ટ કર્યા, જેની સમગ્ર દેશમાં નિંદા થઈ રહી છે. 
તમામ રાજકીય પક્ષોએ પયગંબરનાં નામે આવી હિંસક ઘટનાની નિંદા કરી છે. આ કેસનું આતંકવાદી પાસું ત્યારે સામે આવ્યું જ્યારે અધિકારીઓને શિરચ્છેદની શૈલીમાં ઉગ્રવાદી જૂથની સંડોવણીની શંકા છે. આરોપી મોહમ્મદ રિયાઝ અટારી અને ગૌસ મોહમ્મદ બંને હત્યારાઓના સંબંધો 'દાવત-એ-ઈસ્લામી' સંગઠન સાથે જણાવવામાં આવી રહ્યા છે. જોકે, હજુ આ મામલે તપાસ ચાલી રહી છે. હાલમાં કઇ પણ કહેવું ઉતાવળ રહેશે. 
અહીં આપને તે પણ જણાવી દઇએ કે, આ પહેલા એક ઘટના ગુજરાતમાં પણ ઘટી હતી. ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલાના ઉસ્માની પણ દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલો હોવાની વાત સામે આવી હતી. આ પહેલા ઓક્ટોબર 2021માં પકડાયેલા મોહમ્મદ અશરફ નામના પાકિસ્તાની આતંકવાદીની પણ દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેનું કનેક્શન પણ આ સંસ્થા સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું હતું.
કિશન ભરવાડ હત્યા કેસની તપાસ કરી રહેલી ATSને ઘણી મહત્વની માહિતી મળી હતી. ATSને અમદાવાદમાં પાકિસ્તાનના ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી માટે બે હજારથી વધુ ડોનેશન બોક્સ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દાન પેટીઓમાં જમા થયેલી રકમ પાકિસ્તાન મોકલવામાં આવે છે. આ રકમનો ઉપયોગ યુવાનોનું બ્રેઈનવોશ કરવા માટે થાય છે. આ સંગઠન ઈસ્લામિક શિક્ષણ આપવાની આડમાં પાકિસ્તાનથી મુસ્લિમોને દુબઈ થઈને ભારત મોકલે છે. આ સંગઠન પર તાજેતરના સમયમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે. કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલાના ઉસ્માની પણ દાવતે-એ-ઇસ્લામી સાથે જોડાયેલો હોવાની વાત સામે આવી હતી.
મહત્વનું છે કે, દાવત-એ-ઇસ્લામી એક સુન્ની મુસ્લિમ સંગઠન છે. આ સંસ્થાનું કામ પયગંબર મોહમ્મદના સંદેશાઓનો પ્રચાર અને પ્રસાર કરવાનું છે. તેની રચના પણ તેના આધારે કરવામાં આવી હતી. ઉદયપુરની ઘટના પ્રોફેટના અપમાન સાથે સંબંધિત છે કારણ કે બંને હત્યારાઓએ વિડીયો જાહેર કર્યો હતો અને તેમા કહ્યું હતું કે તે ઇસ્લામ અને પ્રોફેટના અપમાનનો બદલો હતો. ઘટના અંગે વધુ વિગતો મેળવવા માટે NIAની એક ટીમ મંગળવારે ઉદયપુર મોકલવામાં આવી હતી. ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં તેની સોશિયલ મીડિયા પોસ્ટ માટે દરજીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. 
મહત્વનું છે કે, રાજસ્થાનના જોધપુરમાં ટેલર કન્હૈયા લાલની હત્યાના વિરોધમાં દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પોલીસની કાર્યશૈલી પર પણ અહીં સવાલો ઉઠી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ સમગ્ર મામલામાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, આ હત્યા તુષ્ટિકરણની રાજનીતિનું ઘાતક પરિણામ છે. ફરિયાદ મળતાં પોલીસે કેમ કાર્યવાહી ન કરી? રાજસ્થાનમાં ગુનેગારોનો આત્મવિશ્વાસ કેટલો ઉંચાઇ પર છે તેનો અંદાજ આ ઘટના બાદ લગાવી શકાય છે.
Tags :
Advertisement

.

×