Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લઘુમતી માટે શ્રેષ્ઠ દેશ છે ભારત, 110 દેશોમાં કરાયેલા રિસર્ચમાં ભારત નંબર 1

ભારત (India)માં લઘુમતીઓ (Minorities)ના અધિકારો માટે ઘણા બંધારણીય પગલાં લેવામાં આવ્યા છે. ભારત દ્વારા લઘુમતીઓના જીવનને સુધારવા માટે બનાવવામાં આવેલી નીતિઓને કારણે દેશમાં લઘુમતીઓની સ્થિતિ સારી થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા ટુડેના એક અહેવાલનું આ કહેવું છે. વૈશ્વિક સ્તરે લઘુમતીઓના અધિકારો પર સંશોધન કરતી સંસ્થા સેન્ટર ફોર પોલિસી એનાલિસિસે (Center for Policy Analysis) ભારતને લઘુમતીઓ માટે શ્રેષ્ઠ દેશ ગણાવ્યો છે.110 દેàª
લઘુમતી માટે શ્રેષ્ઠ દેશ છે ભારત  110 દેશોમાં કરાયેલા રિસર્ચમાં ભારત નંબર 1
ભારત (India)માં લઘુમતીઓ (Minorities)ના અધિકારો માટે ઘણા બંધારણીય પગલાં લેવામાં આવ્યા છે. ભારત દ્વારા લઘુમતીઓના જીવનને સુધારવા માટે બનાવવામાં આવેલી નીતિઓને કારણે દેશમાં લઘુમતીઓની સ્થિતિ સારી થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા ટુડેના એક અહેવાલનું આ કહેવું છે. વૈશ્વિક સ્તરે લઘુમતીઓના અધિકારો પર સંશોધન કરતી સંસ્થા સેન્ટર ફોર પોલિસી એનાલિસિસે (Center for Policy Analysis) ભારતને લઘુમતીઓ માટે શ્રેષ્ઠ દેશ ગણાવ્યો છે.
110 દેશોમાં રિસર્ચ
110 દેશો પર કરવામાં આવેલા રિસર્ચમાં ભારતે નંબર વન પર પોતાનું સ્થાન બનાવ્યું છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં ધાર્મિક લઘુમતીઓની સ્વીકૃતિ ઉચ્ચતમ ધોરણની છે. આ યાદીમાં દક્ષિણ કોરિયા, જાપાન, પનામા પણ સામેલ છે. જ્યારે આ યાદીમાં ભારતે અમેરિકા, બ્રિટન અને મુસ્લિમ દેશ યુએઈને પણ પાછળ છોડી દીધું છે.
આ દેશોમાં હાલત ખરાબ
સેન્ટર ફોર પોલિસી એનાલિસિસ (CPA) એ એક સંશોધન સંસ્થા છે જેનું મુખ્ય મથક પટના, ભારતમાં છે. તેના રિપોર્ટમાં અમેરિકા, માલદીવ, અફઘાનિસ્તાન અને સોમાલિયામાં લઘુમતીઓની હાલત સૌથી ખરાબ છે. આ યાદીમાં બ્રિટન 54માં નંબર પર છે. ખાડી દેશ UAE 61માં નંબર પર છે. રિપોર્ટમાં ભારતે આ તમામ દેશોને હરાવીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે.

રિપોર્ટમાં ભારત કેવી રીતે નંબર-1 બન્યું?
આ CPA રિપોર્ટ અનુસાર, ભારતની લઘુમતી નીતિ વિવિધતા વધારવાના અભિગમ પર આધારિત છે અને તેના પર ભાર મૂકે છે. ભારતના બંધારણમાં લઘુમતીઓને સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રે અનેક અધિકારો આપવામાં આવ્યા છે. ધાર્મિક અલ્પસંખ્યકોની પ્રગતિ માટે આપવામાં આવેલા આ અધિકારો ખાસ તેમના પર કેન્દ્રિત અને સ્પષ્ટ છે.
રિપોર્ટમાં શું છે
રિપોર્ટ અનુસાર, અન્ય કોઈ બંધારણમાં ભાષાકીય અને ધાર્મિક લઘુમતીઓને પ્રોત્સાહન આપવા માટે આટલી સ્પષ્ટ જોગવાઈઓ નથી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોઈપણ ધાર્મિક સંપ્રદાય પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી. ઉલટું, પાકિસ્તાન જેવા દેશોમાં ધાર્મિક લઘુમતીઓ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.