Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ 6 રાજ્યોમાં સેક્સ પાર્ટનર બદલવામાં સ્ત્રીઓએ પુરુષોને પાછળ પાડ્યા !

NFHS ડેટા અનુસાર, રાજસ્થાન, હરિયાણા, કેરળ, મધ્યપ્રદેશ અને આસામ, જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓના જીવનમાં પુરૂષો કરતાં વધુ  સેક્સ પાર્ટનર છે. સામાન્ય રીતે એક માન્યતા છે કે લોકો વિચારે છે કે પુરુષોના એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે ચક્કર હોય છે, કદાચ આ વાત એક હદ સુધી આ વાત સાચી પણ છે, પરંતુ હાલમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓ ચોંકવનારા આંકડાઓ સામે આવ્યાં છે. દેશમાં આવા 6 રાજ્યોની મહિલાઓએ àª
આ 6 રાજ્યોમાં સેક્સ પાર્ટનર બદલવામાં સ્ત્રીઓએ પુરુષોને પાછળ પાડ્યા
NFHS ડેટા અનુસાર, રાજસ્થાન, હરિયાણા, કેરળ, મધ્યપ્રદેશ અને આસામ, જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓના જીવનમાં પુરૂષો કરતાં વધુ  સેક્સ પાર્ટનર છે. સામાન્ય રીતે એક માન્યતા છે કે લોકો વિચારે છે કે પુરુષોના એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે ચક્કર હોય છે, કદાચ આ વાત એક હદ સુધી આ વાત સાચી પણ છે, પરંતુ હાલમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓ ચોંકવનારા આંકડાઓ સામે આવ્યાં છે. દેશમાં આવા 6 રાજ્યોની મહિલાઓએ આ મામલે પુરુષોને પાછળ પાડી દીધા છે. 

પુરૂષો પાસે સરેરાશ 1.7 જાતીય ભાગીદારો છે તો સ્ત્રીઓના સરેરાશ 1.5 પાર્ટનર 
આ રાજ્યોમાં રાજસ્થાન, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, આસામ અને કેરળનો સમાવેશ થાય છે. અહીં સરેરાશ સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ  સેક્સ પાર્ટનર ધરાવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના 2019-20 દરમિયાન એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશભરમાં પુરૂષો પાસે વધુ ભાગીદાર હોવા છતાં, મહિલાઓ પણ પાછળ નથી. જો પુરૂષો પાસે સરેરાશ 1.7 જાતીય ભાગીદારો છે તો સ્ત્રીઓના સરેરાશ 1.5 પાર્ટનર છે. આંકડાઓ અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સરેરાશ 1.8 ભાગીદારો છે, જ્યારે શહેરોમાં પુરુષો અને મહિલાઓની સમાન સ્થિતિ છે.
રાજસ્થાન સૌથી આગળ 
રાજસ્થાનની વાત કરીએ તો, સ્ત્રીઓમાં સરેરાશ 3.1 લાઇફ પાર્ટનર ધરાવે છે જ્યારે અહીં પુરુષોના 1.8 લાઇફ પાર્ટનર હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશમાં મહિલાઓના સરેરાશ 2.5 સેક્સ પાર્ટનર છે, પુરુષો માટે અહીં આ સંખ્યા 1.6 છે. કેરળમાં મહિલાના પુરુષ પાર્ટનરની સંખ્યા 1.4 છે, જ્યારે  પુરુષોની મહિલા પાર્ટનરની સંખ્યા સરેરાશ 1.0 છે. જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓના સરેરાશ 1.5 પુરુષ ભાગીદારો છે અને પુરુષો માટેઆ આંકડો 1.1 છે. હરિયાણામાં આ તફાવત 1.8 અને 1.5 છે, જ્યારે આસામમાં તે 2.1 અને 1.8 છે.
Advertisement
Tags :
Advertisement

.