શું તમે માઉન્ટ આબુ જવાનો કર્યો છે Plan? તો જોઇ લો અહીં કેવી છે ઠંડી
માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીશૂન્ય ડિગ્રી તાપમાનમાં પર્યટકો ઠૂંઠવાયાઠંડીના કારણે બરફની ચાદર પથરાઈઠંડા પવન વચ્ચે વાતાવરણ આહલાદકગુજરાતમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડી વધી છે. રાત્રે ઘણી જગ્યાએ તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી ગયું છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં સૌથી વધુ ઠંડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં તાપમાન માઈનસમાં
- માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી
- શૂન્ય ડિગ્રી તાપમાનમાં પર્યટકો ઠૂંઠવાયા
- ઠંડીના કારણે બરફની ચાદર પથરાઈ
- ઠંડા પવન વચ્ચે વાતાવરણ આહલાદક
ગુજરાતમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડી વધી છે. રાત્રે ઘણી જગ્યાએ તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી ગયું છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં સૌથી વધુ ઠંડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. અહીં મોટી સંખ્યામાં ગુજરાતમાંથી લોકો ફરવા માટે આવતા હોય છે ત્યારે હાલમાં અહીં તાપમાન શૂન્યથી નીચે હોવાથી પ્રવાસીઓ તાપણા કરતા જોવા મળે છે.
કારના કાચ અને છતમાં બરફનો પડ જામ્યો
રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે બરફના થર જામી ગયા છે. મેદાન પર બરફ જામી ગયો છે. તો વળી ઘણા વાહનોના કાચ પર બરફના મોટા થર જોવા મળી રહ્યા છે. ANI એ એક વીડિયો જાહેર કર્યો છે જેમા એક કારના કાચ પર બરફનું પડ જામી ગયેલું દેખાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં કારના કાચ અને છત સિવાય મેદાની વિસ્તારોમાં બરફનો પડ દેખાય છે. IMDની આગાહી મુજબ, રાજસ્થાનના રણ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને આગામી થોડા દિવસોમાં તીવ્ર ઠંડીની લહેર પ્રવર્તે તેવી શક્યતા છે. ન્યૂઝ એજન્સી ANIએ 26 ડિસેમ્બરે એક વીડિયો ટ્વીટ કર્યો હતો. એવું કહેવાય છે કે માઉન્ટ આબુમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે બરફના થર જામી ગયા છે. મેદાનો પર, વાહનોના વિન્ડશિલ્ડ પર બરફ જમા થયો છે.
Advertisement
સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાયું
IMD અનુસાર, ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા પડવાની સંભાવના છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આ રાજ્યોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસ પણ છવાઈ શકે છે. રાજસ્થાનના ભેજવાળા રાજ્યમાં માઉન્ટ આબુ એકમાત્ર હિલ સ્ટેશન છે, જે દરિયાની સપાટીથી 1722 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ હિલ સ્ટેશન અરવલ્લી શ્રેણીની લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલું છે. ઉલ્લેખનીય છે કે, કડકડતી ઠંડીના કારણે માત્ર રાજસ્થાન જ નહીં પણ સમગ્ર ઉત્તર ભારતની હાલત ખરાબ છે. દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. રવિવારે દિલ્હીનો પારો 5.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં 27 ડિસેમ્બરથી ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. કોલ્ડવેવને જોતા પટનામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 26 થી 31 ડિસેમ્બર સુધી 8 ધોરણ સુધીના બાળકોની શાળા બંધ રાખવામાં આવી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં લઘુત્તમ પારો 3-7 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ