હિમાચલ પ્રદેશના ચંમ્બા માં વાદળ ફાટ્યું, એકનું મોત, અનેક ઘરોને નુકસાન
હિમાચલ પ્રદેશના ચંબામાં ફરી એકવાર આકાશી આફત તૂટી પડી છે. ત્યારે ચંબામાં વાદળ ફાટવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યાં અનેક મકાનોને નુકસાન થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. તેમજ સ્થાનિક પ્રશાસનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. તે જ સમયે, આજે સવારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભાવનગર નજીક અચાનક ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે 5 બ્લ
હિમાચલ પ્રદેશના ચંબામાં ફરી એકવાર આકાશી આફત તૂટી પડી છે. ત્યારે ચંબામાં વાદળ ફાટવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યાં અનેક મકાનોને નુકસાન થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. તેમજ સ્થાનિક પ્રશાસનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. તે જ સમયે, આજે સવારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભાવનગર નજીક અચાનક ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે 5 બ્લોક થઈ ગયો હતો. અહીં સ્થાનિક પ્રશાસને કાટમાળ હટાવવા માટે અનેક મશીનો લગાવ્યા છે.
#WATCH | National Highway 05 blocked after sudden landslides happened near Bhawanagar in Kinnaur of Himachal Pradesh. Machines deployed to clear the debris pic.twitter.com/LgNdSEYudL
— ANI (@ANI) August 8, 2022
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણીની જેમ વહી રહેલા પહાડનો કાટમાળ હાઈવે પર આવી રહ્યો છે. જે બાદ કાટમાળ હાઈવેની નીચે ખાડામાં પડતો જોવા મળ્યો છે.
Advertisement