Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himachal ના 5 ક્ષેત્રોમાં કુદરતી કહેરથી જન-જીવનમાં સર્જાયો તબાહીનો તાંડવ!

NDRF-SDRF નું રેસ્ક્યુ ઓપરેશન નિરંતર કાર્યરત મલાણામાં પાવર પ્રોજેક્ટ-1 નો ડેમ તૂટી ગયો છે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ Himachal Cloud Burst: હાલમાં, દેશમાં ચોમાસાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં વાયનાડમાં Cloud Burst જેવી સ્થિતિનું...
himachal ના 5 ક્ષેત્રોમાં કુદરતી કહેરથી જન જીવનમાં સર્જાયો તબાહીનો તાંડવ
  • NDRF-SDRF નું રેસ્ક્યુ ઓપરેશન નિરંતર કાર્યરત

  • મલાણામાં પાવર પ્રોજેક્ટ-1 નો ડેમ તૂટી ગયો છે

  • લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ

Himachal Cloud Burst: હાલમાં, દેશમાં ચોમાસાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં વાયનાડમાં Cloud Burst જેવી સ્થિતિનું નિર્માણ થયેલું છે. તો કેરલા, આસામ અને સિક્કીમ જેવા વિસ્તારોમાં છેલ્લા 2 મહિનાથી પૂરની સ્થિતિને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. ત્યારે Himachal Pradesh ના 3 જિલ્લાઓમાં આજરોજ વહેલી સવારે વાદળ ફાટ્યું હતું. જોકે અમુક ભૂતકાળના વર્ષોના આંકડાઓ નજર કરીએ તો, દરેક વર્ષે હિમાચાલ જેવા પહાડી વિસ્તારોમાં Cloud Burst અને ભૂસ્ખલનની ઘટના બનતી હોય છે.

Advertisement

NDRF-SDRF નું રેસ્ક્યુ ઓપરેશન નિરંતર કાર્યરત

તો Himachal Pradesh ના 3 જિલ્લામાં આજે સવારે Cloud Burst ને કારણે ભારે તબાહી સર્જાઈ છે. ત્યારે Cloud Burst ને કારણે શિમલાના રામપુર, કુલ્લુના નિર્મંદ અને મંડીમાં ભયાવહ પૂરની સ્થિતિ જોવા મળી છે. તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા NDRF-SDRF નું રેસ્ક્યુ ઓપરેશન નિરંતર કાર્યરત કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કુદરતી આફતને કારણે 50 થી વધુ લોકો ગુમ છે અને 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Himachal Pradesh : શિમલા અને મંડીમાં વાદળ ફાટ્યું, 50 થી વધુ લોકો ગુમ, એકનું મોત

મલાણામાં પાવર પ્રોજેક્ટ-1 નો ડેમ તૂટી ગયો છે

Advertisement

તે ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલાના રામપુરમાં રેસ્ક્યૂ ઓપરેશનની સમીક્ષા કરી અને બેઠકમાં અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ Himachal Pradesh માં વાદળ ફાટ્યા બાદ સર્જાયેલી કુદરતી આફતની સમીક્ષા કરી રહ્યા છે. Himachal Pradesh માં ભારે વરસાદને કારણે મોટાભાગે પર્યટનના સ્થળોના હાઈવેવાળા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પાર્વતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. અને મલાણામાં પાવર પ્રોજેક્ટ-1 નો ડેમ તૂટી ગયો છે.

લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ

મંડી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને કોચિંગ સેન્ટરો બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. કુલ્લુમાં પણ કલેક્ટર તોરુલ એસ રવિશે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરી છે. લોકોને સતર્ક રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જોકે કુલ્લુના રામપુર જિલ્લામાં પાવર પ્લાન્ટની પાસે Cloud Burst મોટાભાગના સ્થાનિક ઘરો પાણીમાં અને કાટમાળ નીચે ધસી ગયા છે. સરકારે સમગ્ર રાજ્યના લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: UP માં બ્રાહ્મણોના નાયકની પ્રતિમાના વિરોધમાં BJP એ JCB ફેરવ્યું!

Tags :
Advertisement

.