Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અદાણીના મુદ્દા પર સંસદમાં ભારે હંગામો, અદાણીના શેરમાં પણ કડાકો

અદાણીના મુદ્દા પર સંસદમાં ભારે હંગામો લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિતરાજ્યસભાની કાર્યવાહી પણ 2.30 વાગ્યા સ્થગિતહિંડનબર્ગ રિપોર્ટ પર જેપીસીની વિપક્ષની માંગ શુક્રવારે પણ અદાણી એન્ટરપ્રાઇઝના શેર 35 ટકા તૂટ્યા3 દિવસમાં 83 ટકા તૂટ્યા શેરઅમીરોના લિસ્ટમાં અદાણી પહોંચ્યા 22માં સ્થાનેઅદાણી એન્ટરપ્રાઇઝ ડાઉ જોન્સના સસ્ટેનબિલીટી ઇંડેક્સમાંથી બહાર અદાણી (Adani)ને લઈને સંસદ (Parli
અદાણીના મુદ્દા પર સંસદમાં ભારે હંગામો  અદાણીના શેરમાં પણ કડાકો
  • અદાણીના મુદ્દા પર સંસદમાં ભારે હંગામો 
  • લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
  • રાજ્યસભાની કાર્યવાહી પણ 2.30 વાગ્યા સ્થગિત
  • હિંડનબર્ગ રિપોર્ટ પર જેપીસીની વિપક્ષની માંગ 
  • શુક્રવારે પણ અદાણી એન્ટરપ્રાઇઝના શેર 35 ટકા તૂટ્યા
  • 3 દિવસમાં 83 ટકા તૂટ્યા શેર
  • અમીરોના લિસ્ટમાં અદાણી પહોંચ્યા 22માં સ્થાને
  • અદાણી એન્ટરપ્રાઇઝ ડાઉ જોન્સના સસ્ટેનબિલીટી ઇંડેક્સમાંથી બહાર 
અદાણી (Adani)ને લઈને સંસદ (Parliament)નું સત્ર શરૂ થતાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. આ પછી બંને ગૃહોમાં સંસદની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી તરફ શુક્રવારે પણ અદાણી એન્ટરપ્રાઇઝના શેર 35 ટકા તૂટ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ ડાઉ જોન્સના સસ્ટેનબિલીટી ઇંડેક્સમાંથી બહાર થઇ ગયું છે. 
રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો
રાજ્યસભામાં વિપક્ષના હોબાળા પર અધ્યક્ષે વિપક્ષની નોટિસ ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે આ રાજ્યસભામાં નિયમોની વિરુદ્ધ છે. રાજ્યસભામાં અધ્યક્ષે કહ્યું કે જ્યારે ગૃહનું કામકાજ સુચારૂ રીતે ચાલતું હોય ત્યારે જ કાર્યવાહી આગળ વધી શકે છે.
વિશ્વના અબજોપતિઓની યાદીમાં 22મા નંબર પર આવી ગયા
ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. છેલ્લા 10 દિવસમાં તેમની નેટવર્થમાંથી $52 બિલિયનની જંગી રકમ  સાફ થઇ હતી અને તે 2જાથી 4થા ક્રમે અને પછી 4થાથી 7મા ક્રમે અને હવે વિશ્વના અબજોપતિઓની યાદીમાં 22મા નંબર પર આવી ગયા છે. રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ બગડતી સ્થિતિ બાદ હવે અમેરિકાથી પણ તેનાથી સંબંધિત ખરાબ સમાચાર આવ્યા છે, જેના પછી શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 35 ટકાનો ઘટાડો થયો છે.
અદાણીના શેરમાં રોજબરોજ ઘટાડો થઈ રહ્યો છે
રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ પ્રકાશિત થયા બાદ શેરબજારમાં ગૌતમ અદાણીની લિસ્ટેડ કંપનીઓના શેરમાં સુનામી જોવા મળી રહી છે. અદાણીના શેરમાં રોજબરોજ ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે તેની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે 2023 માં અત્યાર સુધીમાં, તેઓએ $ 59.2 બિલિયનની ખોટનો સામનો કરવો પડ્યો છે અને તેમાંથી $ 52 બિલિયન માત્ર છેલ્લા 10 દિવસમાં સાફ થઈ ગયા છે. હવે અમેરિકાના ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝને બાકાત રાખવાની તૈયારીઓ કરવામાં આવી છે.

7 ફેબ્રુઆરીએ ડાઉ જોન્સમાંથી હટાવી દેવામાં આવશે.
અદાણી એન્ટરપ્રાઈઝને ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી બાકાત રાખવાનો નિર્ણય કંપનીના શેરમાં સતત તીવ્ર ઘટાડાને કારણે લેવામાં આવ્યો છે. હિંડનબર્ગના અહેવાલમાં અદાણી ગ્રૂપ અંગે સ્ટોક મેનીપ્યુલેશન-એકાઉન્ટિંગ ફ્રોડ સહિત વિવિધ દાવા કરવામાં આવ્યા છે. આ તમામ આરોપો પર મીડિયા સ્ટેકહોલ્ડરના વિશ્લેષણ બાદ પગલાં લેતા ઈન્ડેક્સે અદાણીની કંપનીને હટાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર તેને 7 ફેબ્રુઆરીએ ડાઉ જોન્સમાંથી હટાવી દેવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.