National Shooter Viral Video: નજીવી બાબતે ગન નીકાળી સરાજાહેર યુવકને માર માર્યો
National Shooter Viral Video: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનૌ (Lucknow) માં ભરબજારે રસ્તા પર જાહેરમાં એક યુવકને એક વ્યક્તિ દ્વારા નજીવી બાબત પર બંદૂક (Gun) ના પાછળના ભાગથી માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને ઘટનાસ્થળ પર હાજર વ્યક્તિઓએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી દીધો હતો. ત્યારબાદ આરોપીને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નેશનલ શૂટરની કાર સાથે યુવકની કાર અથડાઈ
નેશનલ શૂટર વિનોદ મિશ્રાની ભૂલ સામે આવી છે
નેશનલ શૂટર વિનોદ મિશ્રાની ધરપકડ
એક અહેવાલ અને Social Media પર થયેલી પોસ્ટ આધારિત, Uttar Pradesh ની રાજધાની Lucknow માં આવેલા લોહિયા વિસ્તારમાં આવેલા ગોમતીનગરના વિભૂતિખંડનો આ મામલો છે. એક યુવકની કાર નેશનલ શૂટર (National Shooter) સાથે સહેજ અથડાઈ ગઈ હતી. ત્યારે આ મામલે સરાજાહેર નેશનલ શૂટરે (National Shooter) યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તેટલું જ નહીં તેણે પોતાની કારમાં રાખેલી બંદૂક (Gun) લઈને યુવક પાસે આવ્યો હતો.
આ પણ વાંચો: Wedding Bus Viral Video: દુલ્હાએ વિમલ લવર દુલ્હન માટે સજાવી બસને વિમલથી, જુઓ વીડિયો….
નેશનલ શૂટર વિનોદ મિશ્રાની ભૂલ સામે આવી છે
This man is Vinod Mishra, a Samajwadi party leader. He was seen waiving a gun & assaulting an innocent man on middle of the road in Lucknow.
UP police arrested him within a few hours.Before After pic.twitter.com/WjqUrH0KEp
— Mr Sinha (Modi's family) (@MrSinha_) May 27, 2024
ત્યારે યુવકની કોલર પકડીને તેને National Shooter વિનોદ મિશ્રા દ્વારા બંદૂકના પાછળાના ભાગથી ગંભીર રીતે માર માર્યો હતો. ત્યારે લખનૌ સુરક્ષા તંત્રને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. જોકે National Shooter વિનોદ મિશ્રા ગોમતીનગરના વિવેકખંડના રહેવાસી છે. જોકે આ મામલામાં National Shooter વિનોદ મિશ્રાની ભૂલ સામે આવી છે. તેણે રસ્તા પર અચાનક કાર રોકી હતી, જેના કારણે તેની કારને પોછળ આવેલી કાર સાથે ટક્કર થઈ.
આ પણ વાંચો: Mahabharata tradition: ભારતમાં આજે પણ દ્રૌપદી પ્રથા યથાવત, 5 નહીં 7 પતિઓની એક પત્ની
નેશનલ શૂટર વિનોદ મિશ્રાની ધરપકડ
ત્યારે આ મામલો Social Media સહિત અનેક રીતે લખનૌમાં ગુંજવા લાગ્યો, ત્યારે પોલીસ તુરંત આ મામલે યુવકની ફરિયાદના આધારે કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી National Shooter વિનોદ મિશ્રાની ધરપકડ કરીને આગળ કાયદાકીય તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Shajapur Robbery Viral Video: નેશનલ હાઈવે પર Fast And Furious ફિલ્મામાં થતી ચોરીને અંજામ અપાયો