MP Exit Poll 2024: મધ્યપ્રદેશના Exit Poll માં કમલનાથનું ગઢ ઢેર થતું જોવા મળી રહ્યું
MP Exit Poll 2024: મધ્યપ્રદેશમાં કુલ 29 બેઠકો પર ચાર તબક્કામાં મતદાન થયું હતું. હવે MP લોકસભા ચૂંટણી 2024 ના Exit Poll ના પરિણામો આવવા લાગ્યા છે. પ્રથમ તબક્કામાં 6 બેઠકો (શાહડોલ, મંડલા, જબલપુર, બાલાઘાટ, છિંદવાડા અને સિધી) માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. બીજા તબક્કામાં પણ 6 બેઠકો (દમોહ, હોશંગાબાદ, ખજુરાહો, રીવા, સતના અને ટીકમગઢ) પર 26 એપ્રિલે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં 9 લોકસભા બેઠકો (બેતુલ, ભિંડ, ભોપાલ, ગુના, ગ્વાલિયર, મુરેના, રાજગઢ, સાગર અને વિદિશા) માં 7 મેના રોજ મતદાન થયું હતું. ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ આઠ લોકસભા બેઠકો (ખરગોન, દેવાસ, મંદસૌર, ઉજ્જૈન, ધાર, ખંડવા અને ઈન્દોર) પર મતદાન થયું હતું.
MP માં કુલ 29 બેઠકોમાંથી 28 બેઠકો મળતી જોવા મળી રહી
ભાજપ હેઠળ કાર્યરત NDA ને MP માં 61% વોટ મળી રહ્યા
BJP એ 24 સીટોની આગાહી કરી હતી
Exit Poll 2024 અનુસાર, BJP ના નેતૃત્વ હેઠળના NDA ને MP માં કુલ 29 બેઠકોમાંથી 28 બેઠકો મળતી જોવા મળી રહી છે. બીજી તરફ INDIA Alliance ને માત્ર 1 સીટ પર જીત મેળવતા આંકડાઓ સામે આવ્યા છે. Exit Poll 2024 ના પરિણામોમાં ભાજપ આગેવાની હેઠળ કાર્યરત NDA ને MP માં 61% વોટ મળી રહ્યા છે. જ્યારે INDIA Alliance ને વોટ ટકાવારીમાં 2% નો ઘટાડો થઈ શકે છે. વિપક્ષીને 33% વોટ મળતા જણાય છે. તે જ સમયે, BSP ની મત ટકાવારી MP માં 2% અને અન્યમાં 4% છે. 2019 ની ચૂંટણીમાં MP માં BJP ને 58% વોટ મળ્યા, Congress ને 34.50% અને BSPને 2.38% વોટ મળ્યા.
આ પણ વાંચો: HP Exit Poll 2024 : હિમાચલ પ્રદેશમાં કોની બનશે સરકાર ? Exit Poll માં થયો ખુલાસો!
ઈન્ડિયા ટુડે એક્સિસે કહ્યું હતું કે BJP ને 26 થી 28 બેઠકો મળશે
Lok Sabha 2019 ના MP એક્ઝિટ પોલના ડેટા પરિણામોની એકદમ નજીક હોવાનું જણાયું હતું. News18 ના પરિણામોમાં ભાજપને મોટી લીડ હોવાના અહેવાલ હતા. BJP ને 24 થી 27 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. C Voters ની વાત કરીએ તો તેણે BJP ને 24 સીટોની આગાહી કરી હતી. જ્યારે ઈન્ડિયા ટુડે એક્સિસે કહ્યું હતું કે BJP ને 26 થી 28 બેઠકો મળશે.
આ પણ વાંચો: Karnataka Exit Poll: કર્ણાટકમાં કોંગ્રેસ ખુબ ધોવાશે! એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીના ખાતામાં 20 થી 22 બેઠકો