ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત-કેનેડા સંબંધોમાં વધુ તણાવ! ભારત સરકારે 6 રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા

ભારતનો કડક જવાબ: 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા! તણાવ વધારતી ઘટના: 6 કેનેડિયન રાજદ્વારીઓ ભારત છોડશે! મધરાત્રિ 12 વાગ્યા પહેલા દેશ છોડવા આદેશ! India-Canada Tension : ભારત અને કેનેડા વચ્ચે તણાવ ફરી એક વખત વધવા લાગ્યો છે. ભારતે...
10:46 PM Oct 14, 2024 IST | Hardik Shah
India-Canada Tension

India-Canada Tension : ભારત અને કેનેડા વચ્ચે તણાવ ફરી એક વખત વધવા લાગ્યો છે. ભારતે સોમવારે સાંજે કડક પગલાં લેતા કેનેડાના 6 રાજદ્વારીઓ (6 Canadian diplomats) ને દેશ છોડવા માટે આદેશ આપવામાં આપ્યો છે. ભારત સરકારના આ નિર્ણયને ધ્યાનમાં લેતા, હવે બંને દેશો વચ્ચે કલેશ વધી રહ્યો છે.

6 કેનેડિયન રાજદ્વારીઓને 5 દિવસમાં દેશ છોડવા આદેશ

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે, ભારતમાં રહેતા 6 કેનેડિયન રાજદ્વારીઓ (6 Canadian diplomats) ને હાંકી કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે વધુમાં માહિતી આપી છે કે હાંકી કાઢવામાં આવેલા તમામ 6 કેનેડિયન રાજદ્વારીઓને 19 ઓક્ટોબરે રાત્રે 11:59 કલાકે અથવા તે પહેલાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.

ભારત સરકારે આ 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.

હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલરે મીડિયા સમક્ષ શું કહ્યું?

રાજદ્વારીઓને હાંકી કાઢવાના થોડા સમય પહેલા, વિદેશ મંત્રાલયે કાર્યકારી હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલરને બોલાવ્યા હતા અને કેનેડિયન સરકારના તાજેતરના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયના અધિકારીઓને મળ્યા બાદ વ્હીલરે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે તેણે ભારત સરકારને તેની તરફેણમાં પુરાવા રજૂ કર્યા છે. આ નિવેદનના થોડા કલાકો બાદ જ તમામ રાજદ્વારીઓને હાંકી કાઢવાના આદેશ આપવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં ટ્રુડો સરકારના પગલાં રાજદ્વારીઓની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વર્તમાન કેનેડિયન સરકારની પ્રતિબદ્ધતામાં અમને કોઈ વિશ્વાસ નથી. તેથી, ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.

શું છે સમગ્ર વિવાદ?

જણાવી દઇએ કે, કેનેડાએ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસની તપાસમાં ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓને 'પર્સન્સ ઑફ ઈન્ટરેસ્ટ' તરીકે જોડ્યા છે, જેની ભારતે ખુલ્લેઆમ ટીકા કરી છે અને તેને 'વાહિયાત આરોપ' ગણાવીને ચેતવણી પણ આપી છે. વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કર્યું અને કેનેડાની સરકારને આરોપોના પુરાવા શેર ન કરવાની વાત પણ કહી. ભારતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર રાજકીય લાભ માટે વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો:  ભારત અને કેનેડાના સંબંધોમાં આવી ખટાશ! કેન્દ્ર સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય

Tags :
Acting High CommissionerAdam James ChuipkaCanada diplomats expelledDeputy High CommissionerFirst SecretaryGujarat FirstHardik Shahindia canada tensionsIndia-CanadaIndia-Canada tensionLan Ross David TritesMarie Catherine JolyPatrick HebertPaula OrjuelaStewart Ross Wheeler
Next Article