આગ્રામાં મિગ-29 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલોટ સહિત 2 નો બચાવ, Video
- ઉત્તરપ્રદેશના આગ્રામાં વાયુસેનાનું વિમાન ક્રેશ
- જમીન પર ક્રેશ થતાં જ વિમાનમાં લાગી આગ
- કાગારૌલના સોંગા ગામ નજીક બની દુર્ઘટના
- વિમાનમાં સવાર બંને પાયલટનો બચાવ
- વાયુસેનાનું મિગ-29 વિમાન આગ્રામાં ક્રેશ
Plane Crash : ઉત્તર પ્રદેશના આગ્રા (Agra) માં એક મોટો અકસ્માત (Accident) થયો છે. આગ્રાના કાગરૌલના સોનીગા ગામ પાસે એરફોર્સનું વિમાન ક્રેશ (Plane Crash) થયું છે. પ્લેન ખાલી ખેતરોમાં પડ્યું હતું. વિમાન જમીન પર પડતાની સાથે જ આગ લાગી ગઈ હતી. વિમાનમાં પાયલોટ સહિત 2 લોકો સવાર હતા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલનું નુકસાન થયું નથી.
ભારતીય એરફોર્સનું વિમાન ક્રેશ
ભારતીય વાયુસેનાનું એક ફાઈટર એરક્રાફ્ટ મિગ-29 સોમવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં ક્રેશ થયું હતું. ટેક ઓફ કરતી વખતે વિમાનમાં આગ લાગી હતી. જે બાદ તે આગનો ગોળો બનીને મેદાનમાં પડ્યું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 2 પાયલોટ હતા. આગ લાગ્યાની થોડી જ સેકન્ડોમાં પાયલોટ અને કો-પાયલોટ બંનેને વિમાનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પાયલોટ અને કો-પાયલોટ પેરાશૂટ દ્વારા 2 કિલોમીટર દૂર ઉતર્યા હતા. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના પાયલોટ સહિત 2 લોકોએ મેદાનમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. તેમણે જણાવ્યું કે મિગ-29 ફાઈટર પ્લેનમાં આગ લાગી હતી. આ વિમાન પંજાબના આદમપુરથી ટેકઓફ થયું હતું અને પ્રેક્ટિસ માટે આગ્રા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં સળગતા ફાઈટર જેટની નજીક લોકોની ભીડ જોઈ શકાય છે અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મિગ-29 ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સળગતા વિમાનની આસપાસ લોકોની ભીડ જોઈ શકાય છે. આ દરમિયાન કેટલાક લોકો વિમાનના ટુકડાઓ ઉપાડતા પણ જોઈ શકાય છે. દુર્ઘટનાની માહિતી મળતા જ સેનાના ઉચ્ચ અધિકારીઓ, સંરક્ષણ અધિકારીઓ અને ડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મિગ-29 એ રશિયામાં ઉત્પાદિત હાઇ-ટેક ફાઇટર જેટ છે. મિગ-29ને અમેરિકાના સહયોગી સંગઠન નાટોમાં 'ફલક્રમ' તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં તેને 'બાઝ' કહેવામાં આવે છે. તે 1987માં ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે કાર્યરત થયું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રેશ થયેલું ફાઈટર જેટ MiG-29 UPGનું અપગ્રેડેડ વર્ઝન હતું. છેલ્લા બે મહિનામાં ક્રેશ થનારું આ બીજું મિગ-29 વિમાન છે.
આ પણ વાંચો: Uttarakhand : 50 મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળ્યા