ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત બંધને માયાવતીએ આપ્યું સમર્થન, ભાજપ-કોંગ્રેસ પર અનામત વ્યવસ્થાને ખતમ કરવાનો લગાવ્યો આરોપ

સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે દલિત અને આદિવાસી સમાજમાં રોષ છે માયાવતીએ ભારત બંધને સમર્થન આપ્યું છે માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ પર અનામત વ્યવસ્થાને ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે માયાવતીએ કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની અપીલ કરી છે Mayawati supports...
10:16 AM Aug 21, 2024 IST | Hardik Shah
Mayawati supports Bharat Bandh

Mayawati supports Bharat Bandh : SC-ST અનામતને લઈને સુપ્રીમ કોર્ટના આદેશના વિરોધમાં બોલાવવામાં આવેલા ભારત બંધને બહુજન સમાજ પાર્ટીએ સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયમાં SC અને ST જૂથો માટેના અનામતને લગતો એક મહત્વનો મુદ્દો છે. આ નિર્ણયથી દલિત અને આદિવાસી સમાજમાં ઘણો રોષ છે.

બહુજન સમાજ પાર્ટીનું સમર્થન

આ નિર્ણય સામે દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધને બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ સમર્થન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ રીતે બંધમાં ભાગ લેવાની અપીલ કરી છે. તેટલું જ નહીં માયાવતીએ આ બંધ પાછળ ભાજપ અને કોંગ્રેસ પર પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એક પછી એક ટ્વિટ કરીને બંધના સમર્થનમાં અપીલ કરી હતી. માયાવતીએ કહ્યું - 'ભારત બંધને બસપાનું સમર્થન, કારણ કે ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોના અનામત વિરોધી કાવતરાને કારણે અને આખરે તેને બિનઅસરકારક બનાવીને તેનો અંત લાવવાની તેમની મિલીભગતને કારણે 1 ઓગસ્ટ 2024 ના SC/ST પેટા વર્ગીકરણ અને તેમા ક્રીમી લેયર સંબંધી માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રોષ અને નારાજગી છે.' તેમનું કહેવું છે કે આ પક્ષો ભાજપ-કોંગ્રેસ અનામત વ્યવસ્થાને ખતમ કરવા માંગે છે.

બંધારણીય અધિકાર પર પ્રહાર

માયાવતીએ કહ્યું કે અનામત એ SC, ST અને OBC સમાજનો બંધારણીય અધિકાર છે. આ અધિકારને છીનવી લેવાને કોઈનો અધિકાર નથી. માયાવતીએ પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ બંધ દરમિયાન કોઈ પ્રકારની હિંસા ન કરે. તેમણે કહ્યું કે આ એક શાંતિપૂર્ણ વિરોધ છે અને તેમને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવવો છે.

આ પણ વાંચો:  આજે Bharat Bandh નું એલાન, જાણો શું છે માગ...

Tags :
Bharat bandhBJPBSPCongressMayawatiMayawati NewsSCSC-ST ProtestST
Next Article