વકફ સંપત્તી અંગે CM યોગી આદિત્યનાથના નિવેદન પર ભડક્યા મૌલાના મોહમ્મદ મદની
Waqf Board Property: જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ મૌલાના મહમુદ અસદ મદનીએ કહ્યું કે, વકફની સંપત્તિઓની સુરક્ષાની જવાબદારી સરકારની છે. જો કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના નિવેદન પરથી લાગે છે કે, દુશ્મનોની સંપત્તી હોય.
વકફ બોર્ડ અંગે મુખ્યમંત્રી યોગીએ આપ્યું હતું નિવેદન
Waqf Board: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદત્યનાથના વકફ સંપત્તિઓ અંગે અપાયેલા નિવેદન પર જમિયત ઉલેમાએ હિંદના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અસદ મદનીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીનું નિવેદન ન માત્ર ભ્રામક છે પરંતુ વાસ્તવિકતાથી પણ ખુબ જ દૂર છે. મૌલાનાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ નિવેદન આપતા પહેલા પોતાના સંવૈધાનિક પદની ગરિમા જળવાય છે કે નહીં તે જોવું જોઇએ. તેમના નિવેદન પરથી લાગે છે કે, તેઓ એક ખાસ સમુદાયની વિરુદ્ધ ઉભા છે.
આ પણ વાંચો : Google Map એ તો ભારે કરી, આસામની જગ્યાએ પોલીસને પહોંચાડી નાગાલેન્ડ!
તેઓ દુશ્મનની વાતો કરતા હોય તેવું લાગે છે
મૌલાનાએ કહ્યું કે, વકફ સંપત્તિઓની સુરક્ષા સરકારની જવાબદારી છે. જો કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના નિવેદન પરથી લાગે છે કે, તેઓ કોઇ દુશ્મનની સંપત્તીની વાત કરી રહ્યા હોય. મૌલાનાએ કહ્યું કે, વકફ સંપત્તીઓનો ઉદ્દેશ્ય હંમેશા સામાજિક ભલાઇ અને કલ્યાણ માટે રહ્યો છે. તેનો ઉપયોગ ઇસ્લામી શિક્ષણ અનુસાર મસ્જિદો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ અને અનાથાશ્રમમાં થાય છે. જરૂરિયાતમંદ લોકો માટે થાય છે.
એવું લાગે છે કે વકફની સંપત્તી દેશના દુશ્મનોની સંપત્તી હોય
મૌલાનાએ કહ્યું કે, વકફની સ્થાપના 1954 માં વકફ અધિનિયમ અંતર્ગત થઇ હતી. જેના આધારે દેશના મોટા ભાગના રાજ્યોમાં વકફ અધિનિયમ સ્થાપિત છે. જેની સારસંભાળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. સ્વયં તેમની જ સરકારના સંરક્ષણમાં યુપી વકફ બોર્ડ કાર્યકરી રહ્યું છે. આ સાથે જ એક સેન્ટ્રલ વકફ કાઉન્સિલ પણ છે. જે ભારત સરકાર આધિન કામ કરે છે. એક તથ્ય છે કે, ભારતીય કાયદા વકફ સંપત્તીઓની સુરક્ષા માટે એક વિધિવત્ત અને મજબુત વ્યવસ્થા બનાવી છે.
આ પણ વાંચો : Amreli: ‘રાજકીય લાભ ખાટવા તમે આજે જાગી ગયા છો’ રેશમા સોલંકીની કોંગ્રેસના આગેવાનોને ટકોર
શું સરકાર માફીયાઓનું સંરક્ષણ કરી રહી છે
જેથી નિવેદન આપતા સમયે પ્રભાવો અને પરિણામો અંગે વિચાર કરવો જોઇએ. કારણ કે તેમના નિવેદન વકફ બોર્ડ એક ભૂમાફિયાઓનું સંગઠન છે પરથી નિષ્કર્ષ નિકળે છે કે, તેઓ દેશના કાયદાનું અપમાન કરી રહ્યા છે. તેમના નિવેદનને ઉંડાઇથી જોઇએ તો અર્થ થાય છે કે, શું દેશની અને રાજ્યની સરકાર આવા ભુમાફિયાઓનું સંરક્ષણ કરી રહ્યા છે.
શું બોલ્યા હતા યોગી આદિત્યનાથ? વાંચવા કરો ક્લિક
આ પણ વાંચો : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સરકારી સપાટો, એક સાથે 170 અધિકારીઓની બદલી