Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra Politics : શિંદેનો કટાક્ષ, અજિત દાદાને સવાર-સાંજ શપથનો વિશેષ અનુભવ

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચના થવા જઈ રહી છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સામેલ છે. આ પ્રસંગે ત્રણેય નેતાઓએ મીડિયા સાથે વાતચીત કરી અને કટાક્ષો કર્યા. મુખ્ય પ્રશ્ન એ હતો કે, શિંદે અને પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે ફરીથી શપથ લેશે કે કેમ? શિંદેએ જણાવ્યું કે, આવતીકાલે સાંજે શપથવિધિમાં બધું સ્પષ્ટ થશે. પત્રકારોએ વધુ પ્રેશર કરતાં અજિત પવારે કટાક્ષભર્યો પ્રતિસાદ આપ્યો કે, 'હું તો શપથ લઈ જ રહ્યો છું, એકનાથ શિંદેજીને નક્કી કરવાનું છે.' શિંદેએ 2019ની રાજકીય ઘટનાને યાદ કરીને કહ્યું કે, 'અજિત દાદાને શપથ લેવાનો સારો અનુભવ છે. તેઓએ સવારે અને સાંજે બંને સમયે શપથ લેવાનો અનુભવ છે.' આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની શપથવિધિ છે અને ત્રણેય નેતાઓએ એકતાનો સંદેશ આપ્યો છે.
maharashtra politics   શિંદેનો કટાક્ષ  અજિત દાદાને સવાર સાંજ શપથનો વિશેષ અનુભવ
Advertisement
  • મહારાષ્ટ્ર મહાયુતિ : ત્રણેય નેતાઓએ બતાવી એકતા
  • શપથવિધિ પહેલા યુનિટીનો સંદેશ
  • શિંદેનો કટાક્ષ : "અજિત દાદાના શપથનો વિશેષ અનુભવ"
  • મહારાષ્ટ્ર રાજકારણમાં ફરી મજાકનો માહોલ
  • એકનાથ શિંદે અને અજિત પવારના શપથ પર ચર્ચા
  • 2019ની ઘટનાને શિંદેએ કર્યું યાદ
  • મહારાષ્ટ્ર મહાગઠબંધન સરકારની તૈયારી
  • પત્રકારોના પ્રશ્નો પર શિંદે અને અજિત પવારના કટાક્ષ

Maharashtra Politics : દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે સાથે મળીને મહાગઠબંધન સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસંગે ત્રણેય નેતાઓ મીડિયા સાથે હાજર રહ્યા અને વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. પત્રકારોએ મુખ્ય પ્રશ્ન ઉઠાવ્યો કે, એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે ફરીથી શપથ લેશે કે કેમ? એકનાથ શિંદેએ હસતાં જવાબ આપ્યો કે, "આવતીકાલે સાંજે શપથવિધિ છે, ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે."

અજિત પવારનું કટાક્ષભર્યો પ્રતિસાદ

જ્યારે પત્રકારોએ વધુ પ્રેશર કર્યું, ત્યારે અજિત પવારે તરત જ પ્રતિસાદ આપ્યો કે, "હું તો શપથ લઈ જ રહ્યો છું, એકનાથ શિંદેજીને નક્કી કરવાનું છે." આ ટિપ્પણીને હળવા મૂડમાં લીધા બાદ બધા નેતાઓ હસવા લાગ્યા. અહીં ચોંકાવનારી વાત એ છે કે આ ચર્ચામાં શિંદેએ તરત જ કટાક્ષ કરતાં કહ્યું કે, "અજિત દાદાને શપથ લેવાનો સારો અનુભવ છે. તેઓએ સવારે અને સાંજે બંને સમયે શપથ લેવાનો અનુભવ છે."

Advertisement

Advertisement

2019ની રાજકીય ઘટના પર ટોણો

શિંદેએ આ ટિપ્પણીના માધ્યમથી 2019ની મહત્વપૂર્ણ રાજકીય ઘટનાને યાદ કરી હતી. 2019માં, જ્યારે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે અચાનક શપથ લીધી હતી, ત્યારે રાજકીય માહોલ ગરમાયો હતો. ત્યારે ફડણવીસ મુખ્યમંત્રી બન્યા અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ આ સરકાર માત્ર ત્રણ દિવસ જ ચાલી, કારણ કે સાંસદોના સમર્થન ન મળવાના કારણે તે ટકી શકી નહોતી.

2022ની રાજકીય પરિવર્તન અને મહાયુતિ સરકાર

2019 પછી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાવિકાસ આઘાડીની સરકાર બની હતી, પરંતુ 2022માં આ સરકાર પડી અને એકનાથ શિંદેના નેતૃત્વમાં મહાયુતિ સરકાર ઉભી થઈ. શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. ગયા વર્ષે, અજિત પવાર NCP ના ધારાસભ્યો સાથે મહાયુતિમાં જોડાયા હતા અને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

શપથવિધિ પહેલા બતાવી યુનિટી

આ વખતે પણ મહાયુતિના આ નેતાઓ શપથ લેશે અને જૂની ઘટનાઓને યાદ કરતા મજાક ચાલતી રહી. આવતી કાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની શપથવિધિ છે તે પહેલા ત્રણેય નેતાઓ એક હે તો સેફ હે ના નારાને ચરિતાર્થ કરતા જોવા મળી રહ્યા છે. જોકે, આ સમયે થોડો મજાક પણ થયો જેમા શિંદેએ હસતાં હસતાં જણાવ્યું કે, "અજિત દાદાને સવારથી સાંજ સુધી શપથ લેવાનો વિશેષ અનુભવ છે." આ ટિપ્પણી પર ત્રણેય નેતાઓ હસવા લાગ્યા હતા.

આ પણ વાંચો:  Maharashtra ના CM તરીકે ચૂંટાયા બાદ દેવેન્દ્ર ફડણવીસની પ્રથમ પ્રતિક્રિયા, આ સૂત્ર આપ્યું

Tags :
Advertisement

Trending News

.

×