Maharashtra માં રખડતા શ્વાન બાદ હવે બિલાડીઓની પણ નસબંધી કરાશે
- મહારાષ્ટ્ર સરકારમાં રખડતી બિલાડીઓની નસબંધી થશે
- રખડતા શ્વાનની નસબંધીનો કાર્યક્રમ પહેલાથી જ ચાલી રહ્યો છે
- નાસિક શહેરના તંત્ર દ્વારા નસબંધી માટેનું બજેટ જાહેર કરવામાં આવ્યું
Maharashtra News : મહારાષ્ટ્રના નાસિક શહેરમાં હવે રખડતા કુતરાઓ બાદ બિલાડીઓની નસબંધીનું અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. નગર નિગમે આ અભિયાન માટે 10 લાખ રૂપિયાનું બજેટ પણ નિર્ધારિત કર્યું છે અને પહેલા જ તબક્કામાં 606 બિલાડીઓની નસબંધી કરવામાં આવશે.
મહારાષ્ટ્રના નાસિક શહેરે બહાર પાડ્યું બજેટ
મહારાષ્ટ્રના નાસિક શહેરમાં હવે રખડતા કુતરાઓની નસબંધી બાદ હવે બિલાડીઓની નસબંધી પણ કરવામાં આવશે. નગરનિગમના પશુપાલન વિભાગે રાજ્ય માનવાધિકાર પંચના નિર્દેશ બાદ આ પગલું ઉઠાવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય રખડતી બિલાડીઓની વધતી સંખ્યા પર નિયંત્રણ મેળવવાનું છે. જેના કારણે શહેરમાં થનારી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે.
આ પણ વાંચો : ગુજરાતનાં 159 PSI ને PI તરીકે બઢતી, તમામને તેમના જ પોલીસ સ્ટેશનમાં પ્રમોશન
નાસિક નગર પાલિકા દ્વારા 10 લાખનું પ્રાવધાન
નાસિક નગર નિગમે આ કાર્ય માટે બજેટમાં 10લાખ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. એપ્રીલ મહિનામાં એક સંસ્થાને નિયુક્તિ કરવામાં આવશે. જે બિલાડીઓને પકડીને તેની નસબંધી કરશે. પ્રત્યેક બિલાડીની નસબંધી માટે સંસ્થાને 1650 રૂપિયાનો ખર્ચ થશે. પહેલા તબક્કા માટે 606 બિલાડીઓની નસબંધીકરવાનું લક્ષ્યાંક મુકાયું છે. આ અભિયાનના માધ્યમથી રખડતી બિલાડીઓની સંખ્યામાં ઘટાડો લાવી શકશે, જેના કારણે શહેરમાં આ જાનવરોને થનારી સમસ્યાઓ, જેવી કે બિમારી ફેલાવી, રસ્તા પર બિનજરૂરી અવાજ અને અન્ય પરેશાનીઓ ઘટી શકશે.
બિલાડીઓની નસબંધી મુશ્કેલ
શ્વાનની તુલનાએ બિલાડીઓને પકડવી ખુબ જ મુશ્કેલ હોય છે. કારણ કે બિલાડીઓ ખુબ જ ચપળ અને સતર્ક હોય છે. જેના કારણે એક નિષ્ણાંત સંગઠનની નિયુક્તિ કરવામાં આવશે. જે જાળ બિછાવીને બિલાડીઓ પકડશે. આ પ્રક્રિયા ખુબ જ ધીમે અને સાવધાનીથી કરવામાં આવશે જેથી બિલાડીઓને કોઇ નુકસાન ન પહોંચે. નસબંધી બાદ બિલાડીઓને ત્યાં જ છોડી દેવાશે જ્યાંથી તેને પકડાઇ હતી.
આ પણ વાંચો : ભારત-પાક મેચ પર IIT બાબાની ભવિષ્યવાણી, જાણો ટીમ ઈન્ડિયા જીતશે કે પછી મળશે હાર