ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra Election : NDAમાં બેઠકોની વહેંચણી પર લેવાયો સૌથી મોટો નિર્ણય! જાણો સીટોની ફાળવણી વિશે

NDA ગઠબંધનમાં કેટલા બેઠકો મળશે ભાજપ, શિવસેના અને એનસીપીને? મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે સમજૂતી! NDAમાં સીટો પર અંતિમ સહમતી! Maharashtra Election : મંગળવારે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે તારીખોની જાહેરાત કરી દીધી હતી, જે મુજબ...
09:43 AM Oct 16, 2024 IST | Hardik Shah
Maharashtra Election

Maharashtra Election : મંગળવારે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે તારીખોની જાહેરાત કરી દીધી હતી, જે મુજબ રાજ્યમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને પરિણામો 23મી નવેમ્બરે જાહેર કરાશે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, NDA માં બેઠકોની વહેંચણી પર સહમતિ જલદી થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, 90 ટકા સીટોનું વિતરણ સંપૂર્ણ થઈ ચૂક્યું છે. 288 બેઠકોમાંથી ભાજપ 158, શિવસેના (શિંદે જૂથ) 70, અને NCP (અજીત પવાર જૂથ) 50 બેઠકો પર ચૂંટણી લડશે. આ રીતે, 278 બેઠકો પર ત્રણેય પક્ષો વચ્ચે સમજૂતી થઈ છે.

ભાજપે ઉમેદવારોની યાદી તૈયાર કરી

ભાજપે 100થી વધુ સીટો માટે ઉમેદવારોની યાદી ફાઇનલ કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની કોર ગ્રુપ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંગળવારે CEC ની બેઠકમાં PM મોદીએ પણ ભાગ લીધો હતો. ભારતિય જનતા પાર્ટી આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં પ્રદર્શનના આધારે મહાયુતિમાં સીટ વહેંચણી થઈ છે. ભાજપ 158 સીટો પર, શિવસેના 70, અને એનસીપી 50 સીટો પર ચૂંટણી લડશે. 2019ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 164 સીટો પર ચૂંટણી લડી અને 105 સીટો જીતી હતી, તે હવે 160 સીટો પર ચૂંટણી લડવાનું વિચારી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે અલગ-અલગ પાર્ટીઓ પોતાની રણનીતિઓ બનાવવા માટે પણ તૈયાર થઇ ગઇ છે.

લોકસભાના આધારે બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી

જણાવી દઈએ કે મહાયુતિમાં સીટોની વહેંચણી લોકસભા ચૂંટણીમાં પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ભાજપ મહત્તમ સીટો એટલે કે 158 સીટો પર, શિવસેના 70 સીટો પર અને એનસીપી 50 સીટો પર ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ 15 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 7 પર જીત મેળવી હતી અને NCP એ 4 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ માત્ર 1 બેઠક જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભાજપે 28 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર 9 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

મોટી પાર્ટીઓ નાની પાર્ટીઓને સીટો આપશે

આ ઉપરાંત, પાર્ટી RPI(A), રાષ્ટ્રીય સમાજ પક્ષ, જન સુરાજ્ય શક્તિ અને અપક્ષો જેવા નાના સાથી પક્ષોને તેમના જોડાણ ક્વોટામાંથી બેઠકો આપશે. જણાવી દઈએ કે 2019માં ભાજપે 164 સીટો પર ચૂંટણી લડીને 105 સીટો જીતી હતી. તે 160 સીટો પર ચૂંટણી લડવાનું વિચારી રહી છે. જોકે, મહાગઠબંધનમાં મુખ્યમંત્રી ચહેરાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ અને NCP એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો:  પ્રિયંકા ગાંધીના રાજકીય સફરનો આરંભ થશે વાયનાડથી

Tags :
BJPGujarat FirstHardik ShahMaharashtra Assembly ElectionsMaharashtra ElectionMaharashtra Election DateMaharashtra election date announcedMaharashtra Election NewsMahayuti alliance in MaharashtraNCPseat sharing in MahayutiShiv Sena
Next Article