Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra Election : ગઢચિરોલીમાં સૌથી વધુ મતદાન, જલગાંવ અને મુંબઈમાં ઓછું! જાણો ક્યા કેટલું થયું મતદાન

મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે. શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, તેમના પુરોગામી ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ જેવા રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. કુલ 288 બેઠક પર 357 મહિલાઓ સહિત 4136 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે રાજ્યના 9.64 કરોડ લોકો નક્કી કરશે.
maharashtra election   ગઢચિરોલીમાં સૌથી વધુ મતદાન  જલગાંવ અને મુંબઈમાં ઓછું  જાણો ક્યા કેટલું થયું મતદાન
Advertisement
  • મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે થઇ રહ્યું છે મતદાન
  • સવારે 11 વાગ્યા સુધી 18.14 ટકા થયું મતદાન
  • સૌથી વધુ ગઢચિરોલીમાં 30 ટકા નોંધાયું મતદાન
  • સૌથી ઓછું જલગાંવ અને મુંબઈ શહેરમાં નોંધાયું મતદાન

Maharashtra Election : મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે. શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, તેમના પુરોગામી ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ જેવા રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. કુલ 288 બેઠક પર 357 મહિલાઓ સહિત 4136 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે રાજ્યના 9.64 કરોડ લોકો નક્કી કરશે. ત્યારે જોઇએ અત્યાર સુધી મહારાષ્ટ્રના લોકોએ કેટલું મતદાન કર્યું...

Advertisement

કેટલું થયું મતદાન?

આજે સવારે 11 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં સૌથી વધુ મતદાન ગઢચિરોલીમાં (30 ટકા) થયું હતું. સવારે 11 વાગ્યા સુધી સૌથી ઓછું મતદાન જલગાંવમાં (15.62 ટકા) થયું હતું. આ સિવાય અહેમદનગરમાં 18.24 ટકા, ઔરંગાબાદમાં 17.45 ટકા, કોલ્હાપુરમાં 20.59 ટકા, મુંબઈ શહેરમાં 15.78 ટકા અને મુંબઈ સબ-અર્બન વિસ્તારમાં 17.99 ટકા મતદાન થયું હતું.

Advertisement

બેઠકસવારે 11 વાગ્યે મતદાનની ટકાવારી
અહમદનગર18.24
અકોલા16.35
અમરાવતી17.45
ઔરંગાબાદ18.98
બીડ17.41
ભંડારા19.44
બુલઢાણા19.23
ચંદ્રપુર21.50
ધુલે20.10
ગઢચિરોલી30.00
ગોંડિયા23.32
હિંગોલી19.20
જલગાંવ15.62
જાલના21.29
કોલ્હાપુર20.59
લાતુર18.55
મુંબઈ શહેર15.78
મુંબઈ સબ-અર્બન
17.99
નાગપુર18.90
નાંદેડ13.67
નંદુરબાર21.60
નાસિક18.71
ઓસ્માનાબાદ17.07
પાલઘર19.40
પરભાણી18.49
પુણે15.64
રાયગઢ20.40
રત્નાગીરી22.93
સાંગલી18.55
સિંધુદુર્ગ18.72
સોલાપુર20.91
થાણે15.64
વર્ધા18.86
સતારા18.71
વસીમ16.22
યવતમાલ19.38

જો 9 વાગ્યા સુધી મતદાનની વાત કરીએ તો મતદાનની કુલ ટકાવારી 6.61 હતી. જો વિધાનસભા સીટ પર સૌથી વધુ મતદાન ટકાવારીની વાત કરીએ તો મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 9 વાગ્યા સુધી કુલ 12.33 ટકા મતદાન થયું હતું. જ્યારે મુંબઈ શહેરમાં કુલ મતદાન 6.25 ટકા અને મુંબઈ સબ-અર્બનમાં કુલ 7.88 ટકા મતદાન થયું હતું. જો કે, જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો દેખાવા લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2019ની સરખામણીમાં આ વખતે મતદાનની ટકાવારી વધુ હોઈ શકે છે. જો આમ થશે તો ચૂંટણી પરિણામો પર તેની નોંધપાત્ર અસર પડશે.

Advertisement

મહારાષ્ટ્ર અને મુંબઈમાં શરૂઆતથી જ મતદાનની ટકાવારી અલગ રહી

1967માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર મહારાષ્ટ્રમાં 60.5 ટકા મતદાન થયું હતું. જ્યારે મુંબઈમાં કુલ 67.7 ટકા મતદાન થયું હતું. જો આપણે 1980ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ 53.3 ટકા મતદાન થયું હતું, જ્યારે મુંબઈમાં તે દરમિયાન 37.1 ટકા મતદાન થયું હતું. 1995માં મહારાષ્ટ્રમાં કુલ મતદાનની ટકાવારી 72.0 ટકા હતી જ્યારે મુંબઈમાં તે 59 ટકા હતી. જો આપણે 2019ની વાત કરીએ તો સમગ્ર મહારાષ્ટ્રમાં મતદાનની કુલ ટકાવારી 61 હતી જ્યારે મુંબઈમાં છેલ્લી ચૂંટણીમાં 52 ટકા મતદાન થયું હતું. ત્યારે આ વર્ષે મહારાષ્ટ્ર અને મુંબઈના મતદાન ટકાવારીમાં કેટલો ફરક આવે છે તે હવે જોવું રહ્યું,

આ પણ વાંચો:  Maharashtra Elections : સંઘ પ્રમુખ મોહન ભાગવત અને PM મોદીએ મતદારોને શું કરી અપીલ?

Tags :
Advertisement

Trending News

.

×