Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra: અમિત શાહએ ફડણવીસનું રાજીનામું કર્યું નામંજૂર, જાણો તેના પાછળનું કારણ

Maharashtra: મહારાષ્ટ્ર(Maharashtra)માં લોકસભા ચૂંટણી(Lok Sabha election result)માં NDAના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને તે અંગે અડગ હતા, પરંતુ તેઓ આ નિર્ણય પર અડગ હોવાના અહેવાલો વચ્ચે...
maharashtra  અમિત શાહએ ફડણવીસનું રાજીનામું કર્યું નામંજૂર  જાણો તેના પાછળનું કારણ

Maharashtra: મહારાષ્ટ્ર(Maharashtra)માં લોકસભા ચૂંટણી(Lok Sabha election result)માં NDAના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને તે અંગે અડગ હતા, પરંતુ તેઓ આ નિર્ણય પર અડગ હોવાના અહેવાલો વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહે વાત કરી હતી. અને તેમને તેમના પદ પર રહેવા આદેશ આપ્યો અને તેમને સરકારમાં કામ કરવાનું ચાલુ રાખવા કહ્યું. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસ, શિવસેનાના એકનાથ શિંદે જૂથ અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મહારાષ્ટ્ર સરકારનો ભાગ છે.

Advertisement

તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપે રાજ્યમાં 48માંથી 41 બેઠકો જીતી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિ નામનું નવું ગઠબંધન આ વખતે માત્ર 17 બેઠકો જ મેળવી શક્યું છે.

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની શાનદાર જીત

કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ની બનેલી મહા વિકાસ આઘાડીએ આ લોકસભા ચૂંટણીમાં 30 બેઠકો જીતી છે. જે બાદ ફડણવીસે મતગણતરીનાં એક દિવસ બાદ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી અને ત્યારથી ભાજપના અનેક નેતાઓએ તેમની સાથે વાત કરી છે.

Advertisement

અમિત શાહે આ આદેશ દેવેન્દ્ર ફડણવીસને આપ્યો હતો

શુક્રવારે એનડીએની બેઠક પછી, ભાજપના નેતાએ રાજ્યમાં ગઠબંધનના પ્રદર્શન પર ચર્ચા કરવા માટે સાથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે બેઠક યોજી હતી. સૂત્રોએ જણાવ્યું કે દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાનો વિષય પણ સામે આવ્યો. ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન ગૃહ પ્રધાન શાહને તેમના નિવાસસ્થાને મળ્યા, જ્યાં ગૃહ પ્રધાને તેમને મહારાષ્ટ્ર સરકાર માટે કામ કરવાનું ચાલુ રાખવા અને રાજ્યમાં ભાજપને પુનર્જીવિત કરવાની યોજના તૈયાર કરવા કહ્યું. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબરની આસપાસ વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા છે.

અમિત શાહે ફડણવીસને કહ્યું, જો તમે રાજીનામું આપો છો તો તેનાથી ભાજપના કાર્યકર્તાઓના મનોબળને અસર થશે. તેથી હવે રાજીનામું ના આપો.અમિત શાહે તેમને એમ પણ કહ્યું હતું કે તેઓ રવિવારે સાંજે 6 વાગ્યે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી રાજીનામા અંગે વિગતવાર ચર્ચા કરશે.

Advertisement

આ પણ  વાંચો - લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન પર પ્રશાંત કિશોરે શું કહ્યું?

આ પણ  વાંચો - HR Warning Email: ખાનગી કંપનીના HR નો મેઈલ થયો વાયરલ, કર્મચારીઓ ઓફિસમાંથી ચોરી કરતા હતાં

આ પણ  વાંચો - Bus Conductor Viral Video: ટિકિટ કાપતા કંડક્ટરે દેવદૂત બની મુસાફરનો ફિલ્મી સ્ટાઈલમાં બચાવ્યો જીવ

Tags :
Advertisement

.