પ્રયાગરાજ જવાનું વિચારો છો તો પહેલા જોઇ લો આ Video
- મહાકુંભના અનેક ચોંકાવનારા વીડિયો થયા વાયરલ
- ભાગદોડ બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- મહાકુંભ પહોંચેલા શ્રદ્ધાળુઓએ ઉતારેલા વીડિયોઝ
- મહાકુંભમાં અવ્યવસ્થાની અનેક રીલ્સ થઇ વાયરલ
- મહાકુંભનો આ અનુભવ ચોંકાવનારો-ડરામણો છે!
- અવ્યવસ્થાના દ્રશ્યો યુઝર્સે સોશિયલ મીડિયા પર કર્યા શેર
- અવ્યવસ્થાની ભયાવહ તસવીરો, પ્રશાસનની નિષ્ફળતા
Mahakumbh : મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ સુરક્ષાને લઈને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ભક્તોને નજીકના ઘાટ પર સ્નાન કરવા, ઓછો સામાન રાખવા અને પોલીસ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 27.58 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. 30 જાન્યુઆરીની સવાર સુધીમાં, લગભગ 92.90 લાખ લોકોએ સ્નાન કર્યું છે અને 82.90 લાખ લોકો પ્રયાગરાજ મહાકુંભ વિસ્તારમાં પહોંચી ગયા છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા ચોંકાવનારા વીડિયો સામે આવી રહ્યા છે.
મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
જણાવી દઇએ કે, પ્રયાગરાજ મહાકુંભમાં આજે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં ઘણા વીડિયો એવા સામે આવ્યા છે જે જોઇને તમારી આંખો ભીંજાઈ જશે. પ્રયાગરાજ મહાકુંભમાં એટલી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે કે, હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી અનેક ચોંકાવનારા વીડિયો વાયરલ થયા છે. આ વીડિયો મહાકુંભ પહોંચેલા શ્રદ્ધાળુઓએ ઉતારેલા છે. મહાકુંભમાં અવ્યવસ્થા બતાવતી અનેક રીલ્સ વાયરલ થઇ છે. શ્રદ્ધાળુઓ માટે આ અનુભવ ચોંકાવનારો અને ડરામણો છે. અવ્યવસ્થાના દ્રશ્યો યુઝર્સે સોશિયલ મીડિયા પર શેર કરી તંત્રની પોલ પૂરી રીતે ખોલી દીધી છે. લોકો મદદ માંગી રહ્યા છે તેમને મદદ નથી મળી રહી.
એક વીડિયોમાં એક શખ્સ ભીડ વચ્ચે નીચે પડી ગયેલા વૃદ્ધ મહિલાને ઉઠાવતો જોવા મળે છે, ત્યારે જે શખ્સ વીડિયો બનાવી રહ્યો છે તે કહેતો સંભળાય છે કે, આરામથી ચાલો, આરામથી ચાલ, પડશો નહીં.
સેંકડો લોકો ભીડમાં નીચે પડી ગયા
અન્ય એક વીડિયોમાં એક શખ્સ ભીડ બતાવતા કહે છે કે, અહીં સેંકડો લોકો અહીં દબાયેલા છે, કોઇ બચાવનાર નથી. અહીં ઘણા વિદ્યાર્થીઓ છે કે જેઓ લોકોની મદદ કરી રહ્યા છે. આ સિવાય નીચે પડી ગયેલા લોકોની મદદ કરવા માટે કોઇ નથી.
અન્ય એક વીડિયોમાં શખ્સ કહે છે કે, અહીં ભાગદોડ થઇ છે, જોના કારણે ઘણા લોકો પડી ગયા છે. ઘણા લોકોને અમે બચાવ્યા છે પણ હજું ઘણા લોકો એવા છે કે જેઓ ભીડ નીચે આવી ગયા છે. શખ્સ કહે છે કે, અહીં તંત્ર પૂરી રીતે ફેલ છે.
આવી પરિસ્થિતિ રસ્તામાં પણ જોવા મળી રહી છે. અક વીડિયોમાં લોકો પોતાના વતન પરત ફરતા હોય તેવું લાગી રહ્યું છે જેમા દેખાય છે કે, ટ્રાફિક જામ થઇ ગયો છે. જે લોકો જ્યા છે તે ત્યા જ બોસી ગયા છે.
એક વીડિયોમાં શખ્સ ટ્રાફિક સમસ્યા કેટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે તે બતાવવાનો પ્રયત્ન કરે છે. જેમા તે એ વાતનો પણ ઉલ્લેખ કરે છે કે, અમે 60 કિમી પાછળ છીએ. સંગમથી 70 કિમી રસ્તો જામ થઇ ગયો છે. આ સાથે શખ્સ કટાક્ષમાં કહે છે કે, આવો જેને જેને પ્રયાગરાજ આવવું છે તે જોઇ લે આ દ્રશ્યો.
નાસભાગમાં શ્રદ્ધાળુઓના મોત
ઉલ્લેખનીય છે કે, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે મોટી સંખ્યામાં લોકોએ સ્નાન કર્યું હતું. જોકે, આ પહેલા મૌની અમાવસ્યાના અવસર પર થયેલી નાસભાગમાં 30 થી વધું શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 90 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યાયિક પંચ દ્વારા તપાસના આદેશ આપ્યા છે. તેમજ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
જુઓ આ વીડિયો :