Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP News: મધ્યપ્રદેશ ફરી શરમજનક...ગ્વાલિયરમાં યુવકનું અપહરણ કરીને એવું કર્યું કે...

મધ્યપ્રદેશમાં પેશાબની ઘટના બાદ વધુ એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બદમાશો દ્વારા એક યુવકનું અપહરણ કરવામાં આવી રહ્યું છે, તેને કારમાં માર મારવામાં આવી રહ્યો છે અને તેને પગનાં તળિયા ચાટવા પર મજબૂર કરવામાં આવી રહ્યો છે....
mp news  મધ્યપ્રદેશ ફરી શરમજનક   ગ્વાલિયરમાં યુવકનું અપહરણ કરીને એવું કર્યું કે

મધ્યપ્રદેશમાં પેશાબની ઘટના બાદ વધુ એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બદમાશો દ્વારા એક યુવકનું અપહરણ કરવામાં આવી રહ્યું છે, તેને કારમાં માર મારવામાં આવી રહ્યો છે અને તેને પગનાં તળિયા ચાટવા પર મજબૂર કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ ડાબરા તહસીલના રહેવાસી છે અને યુવક પણ તે જ વિસ્તારનો રહેવાસી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને યુવક અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

Advertisement

ચપ્પલથી માર માર્યો

તમને જણાવી દઈએ કે, ગ્વાલિયર સ્થિત ડાબરા તાલુકામાં રહેતા આરોપીઓ એક યુવકનું અપહરણ કરી રહ્યા છે. ચાલતી કારમાં આરોપીઓ ગુર્જર કહી રહ્યા છે અને તેઓ જે યુવક પર હુમલો કરી રહ્યા છે તે મુસ્લિમ સમુદાયના છે. આરોપીઓ યુવકને ચપ્પલ વડે માર મારી રહ્યા છે, તેમજ તેના પગ ચટાવી રહ્યા છે. આ દરમિયાન કારમાં પાછળ બેઠેલો એક યુવક વીડિયો બનાવી રહ્યો છે.

પોલીસ તપાસ શરૂ

મળતી માહિતી મુજબ, આરોપી અને યુવક વચ્ચે જૂનો વિવાદ કહેવાય છે. આ તમામ ડબરાના રહેવાસી છે. જાણવા મળ્યું છે કે આ આરોપીઓએ યુવકને કલેક્ટર કચેરીમાં બોલાવ્યો હતો અને જ્યારે યુવક આ આરોપીઓને મળવા કલેક્ટર કચેરી પહોંચ્યો ત્યારે તેઓએ તેનું અપહરણ કરીને તેને કારમાં બેસાડી, માર માર્યો હતો અને તેને પગ ચાટવા પર મજબૂર કર્યો હતો. આ મામલાને લઈને ડાબરા ASAP જયરાજ કુબેર કહે છે કે, આ વીડિયો હમણાં જ તેમની પાસે આવ્યો છે. વીડિયોમાં દેખાતા યુવક અને આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.

Advertisement

અહેવાલ : રવિ પટેલ, અમદાવાદ

આ પણ વાંચો : AMARNATH YATRA 2023: બે દિવસમાં છ શ્રદ્ધાળુઓના મોત, મૃત્યુઆંક વધીને નવ થયો, 25 ઘાયલ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.