ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Loksabha 2024 : મતદારોને રીઝવવા ગેરકાયદેસર રીતે વહેચાતો 9 હજાર કરોડનો સામાન જપ્ત, ગુજરાતમાંથી 1,462 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

Loksabha 2024 : Loksabha ની ચૂંટણી આવતાની સાથે જ નેતાઓ મતદાતાઓને રીઝવવા માટે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. કોઈ લોભમણા વાયદાઓ કરતા હોય છે તો કોઈ મતદાતાઓમાં દારૂ, ડ્રગ્સ સહિત અલગ અલગ ચીજ વસ્તુઓનું વિતરણ કરતાં હોય છે. આવા...
09:12 AM May 19, 2024 IST | Harsh Bhatt

Loksabha 2024 : Loksabha ની ચૂંટણી આવતાની સાથે જ નેતાઓ મતદાતાઓને રીઝવવા માટે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. કોઈ લોભમણા વાયદાઓ કરતા હોય છે તો કોઈ મતદાતાઓમાં દારૂ, ડ્રગ્સ સહિત અલગ અલગ ચીજ વસ્તુઓનું વિતરણ કરતાં હોય છે. આવા સમય દરમિયાન ચૂંટણીના જાહેરાત થયા બાદથી અલગ અલગ એજન્સીઓ દ્વારા આ ગેરકાયદેસર સમાન જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત હજારો કરોડોમાં છે.તમને સાંભળીને વિશ્વાસ નહીં થાય પરંતુ આ આંકડો 9 હજાર કરોડનો છે.નોંધનીય છે કે, આ આંકડો અગાઉ 2019 ની ચૂંટણી કરતાં અઢી ઘણો વધુ છે.ગેરકાયદેસર રીતે કરાતા આ વિતરણનો સામાન પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવે છે.

815 કરોડ રૂપિયાની કિંમતનો 5.4 કરોડ લિટર દારૂ ઝડપાયો

ચૂંટણી પંચ આ રીતે ગેરકાયદેસર રીતે કરાતા વેચાણના સામાન જેમાં ડ્રગ્સ અને દારૂ હોય છે તેના ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે.અત્યાર સુધી વિવિધ એજન્સીઓ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી છે અને 9000 કરોડનો ગેરકાયદેસર રીતે વહેંચવામાં આવતો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ચૂંટણી પંચના પ્રાપ્ત થઈ રહેલા ડેટા અનુસાર, કુલ રૂ.8,889 કરોડની જપ્તીમાં ડ્રગ્સ અને નાર્કોટિક્સનો હિસ્સો લગભગ 45 ટકા છે.23 ટકામાં મફત સામગ્રી અને 14 ટકા મૂલ્યવાન વસ્તુઓનો સમાવેશ થાય છે.એજન્સીઓએ 849 કરોડ રૂપિયા રોકડા અને 815 કરોડ રૂપિયાની કિંમતનો 5.4 કરોડ લિટર દારૂ જપ્ત કર્યો છે.

ગુજરાતમાંથી સૌથી વધુ રકમ કરાઇ જપ્ત

આ ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કરવાની બાબતમાં ગુજરાત ભારત પ્રથમ ક્રમાંકે આવે છે.ગુજરાતમાંથી લગભગ 1,462 કરોડ રૂપિયાની મહત્તમ વસૂલાત થઈ છે.ગુજરાત બાદ આ યાદીમાં રાજસ્થાનનું નામ આવે છે.રાજસ્થાનમાંથી 892 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ ડ્રગ્સ ઝડપાયું છે.પોલીસે 17 એપ્રિલે ગ્રેટર નોઈડામાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.સૌથી વધુ દારૂના તસ્કરી અને વહેંચણીની વાત કરવામાં આવે તો આ મામલે કર્ણાટક ટોચ પર છે. આ ચૂંટણીમાં કર્ણાટકમાં સૌથી વધુ 1.5 કરોડ લિટર દારૂ પકડાયો હતો, જેની કિંમત 92 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : ચૂંટણીના ટાણે જ Jammu & Kashmir માં બે આતંકી હુમલા, BJP નેતાની ગોળી મારી કરાઇ હત્યા

Tags :
9 thousand croresDRUGS BUSTEDElection CommissionGoods worth Rs 9 thousand croresGujaratillegallyKarnatakaliquorLoksabha 2019 electionloksabha 2024MaharashtrapoliceRajasthanseize
Next Article