Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Elections 2024 : લોકશાહીના મહાપર્વની તૈયારી, આજે બપોરે જાહેર થશે BJP ની પ્રથમ યાદી!

આ વર્ષે દેશમાં લોકશાહીનો મહાપર્વ કહેવાતી લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) થવાની છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશના સૌથી મોટા સત્તાધારી પક્ષ ભાજપે પણ ચૂંટણીની તૈયારીઓને વેગ આપ્યો છે....
11:08 AM Mar 01, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

આ વર્ષે દેશમાં લોકશાહીનો મહાપર્વ કહેવાતી લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) થવાની છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશના સૌથી મોટા સત્તાધારી પક્ષ ભાજપે પણ ચૂંટણીની તૈયારીઓને વેગ આપ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડે શક્યતા છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) આજે બપોરે પ્રથમ યાદી જાહેર કરી શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત ત્રીજી વખત વારાણસીથી (Varanasi) ચૂંટણી લડશે. જ્યારે કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ (Rajnath Singh) લખનઉથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઉપરાંત, આ ચૂંટણી જંગમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) ગુનાથી ચૂંટણી જંગમાં ઉતરશે. ગોરખપુરની (Gorakhpur) બેઠક પરથી બીજેપી નેતા અને અભિનેતા રવિ કિશનને ટિકિટ અપાશે. જ્યારે આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ ડીબ્રુગઢથી ચૂંટણી લડશે.

ગુજરાતના 8થી 10 ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત

પ્રાપ્ત અહેવાલ અનુસાર, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) પણ લોકસભાની ચૂંટણી (Loksabha Elections 2024) લડી શકે છે. જો કે, તેઓ કંઈ બેઠકથી ચૂંટણી લડશે તે અંગે હાલ માહિતી સામે આવી નથી. દિલ્હીથી મનોજ તિવારીને રિપીટ કરાશે. આ સાથે દિલ્હીમાંથી ત્રણથી ચાર સાંસદની ટિકિટ કપાય તેવી શક્યતા છે. જ્યારે ગુજરાતના (Gujarat) પણ 8થી 10 ઉમેદવારોની જાહેરાત આજે થઈ શકે છે. જો કે, અમુક બેઠકો પર ઉમેદવારોનું નામ નક્કી છે. જેમ કે, નવસારીથી સી.આર. પાટીલ (CR Patil), ભાવનગરમાંથી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) અને જામનગર બેઠક પરથી પુનમ માડમની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે. જો કે, કંઈ બેઠક પરથી કોને ટિકિટ મળશે તે અંગેની સત્તાવાર માહિતી બીજેપી દ્વારા યાદી જાહેર કર્યા પછી જાણી શકાશે.

ગુરુવારે મોડી રાત્રે બીજેપી હાઈ કમાન્ડની બેઠક યોજાઈ

લોકસભા ચૂંટણી (Loksabha Elections 2024) ને લઈને ગુરુવારે મોડી રાત્રે બીજેપીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC)ની બેઠક મળી હતી. આ બેઠક નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી. CEC ની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. બેઠક પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે લગભગ 3.30 વાગે બીજેપી હેડક્વાર્ટરની બહાર આવ્યા હતા.

 

આ પણ વાંચો - Taral Bhatt : ભાગીદાર દીપ શાહની પૂછપરછમાં મોટા ખુલાસા! નકલી ડોક્યુમેન્ટ મામલે નોંધાઈ શકે છે વધુ એક ગુનો

Tags :
Bharatiya Janata PartyBJPBJP candidatesC.R.PatilGorakhpurGujarat FirstGujarati NewsJyotiraditya ScindiaLok Sabha elections 2024Manoj TiwariMansukh MandaviyaNavsariPrime Minister Narendra Modishivraj singh chouhanUnion Defense Minister Rajnath SinghVaranasi
Next Article