Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election Voting: શું આ વર્ષે 1984 માં થયેલા કોંગ્રેસના મતદાનનો રેકોર્ડ ભાજપ તોડી બતાવશે?

Lok Sabha Election Voting: અત્યાર સુધી દેશમાં કોઈપણ પક્ષને લોકસભાની ચૂંટણીમાં 50% Vote મળ્યા નથી. BJP ની તૈયારીઓ અને ચૂંટણી રણનીતિને જોતા માનવામાં આવી રહ્યું છે કે આ વખતે આ રેકોર્ડ તૂટી શકે છે. તો બીજી તરફ એક્ઝિટ પોલના અનુસાર...
07:56 AM Jun 04, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election 2024, Lok Sabha Election, Election, Vote, Voting, Voters, BJP, Conress

Lok Sabha Election Voting: અત્યાર સુધી દેશમાં કોઈપણ પક્ષને લોકસભાની ચૂંટણીમાં 50% Vote મળ્યા નથી. BJP ની તૈયારીઓ અને ચૂંટણી રણનીતિને જોતા માનવામાં આવી રહ્યું છે કે આ વખતે આ રેકોર્ડ તૂટી શકે છે. તો બીજી તરફ એક્ઝિટ પોલના અનુસાર BJP સતત ત્રીજી વખતે કેન્દ્રમાં સત્તા બનાવશે.

તો રાજકીય નિષ્ણાતો માને છે કે BJP માત્ર મહત્તમ બેઠકો જ નહીં પરંતુ સૌથી વધુ મત ટકાવારીનો રેકોર્ડ પણ બનાવી શકે છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 49.10 % મત મેળવવાનો રેકોર્ડ છે, જે 1984 ની ચૂંટણીમાં Congress માં બનાવ્યો હતો. પરંતુ તે સમયગાળા દરમિયાન પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનું મૃત્યુ થયું , હોવાને કારણે લોકોમા Congress તેમના પ્રત્યે જે લાગણી હતી, તેથી લોકસભા ચૂંટણી 1984 માં 49.10 % મત મેળવીને Congress રેકોર્ડ બ્રેક 415 બેઠકો પર સત્તા હાંસલ કરી હતી. તો તે સમયગાળા દરમિયાન લોકસભા બેઠકો 542 માંથી માત્ર 515 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું.

1996 માં સરકાર બનાવનાર BJP ને માત્ર 20.29 % Vote મળ્યા હતા

જોકે, Congress આ વખતે નબળી દેખાઈ રહી છે. તે એકમાત્ર એવી પાર્ટી છે જેણે સતત 5 વખત અને કુલ 8 વખત 40 % થી વધુ મત મેળવવાનો રેકોર્ડ ધરાવે છે. 1989, 1996, 1998 અને 1999 માં Congress ને સૌથી વધુ Vote શેર મળ્યા હતા, પરંતુ BJP સરકાર બનાવવામાં સફળ રહી હતી. 1989 માં જનતા દળ અને BJP ની સંયુક્ત સરકાર બની હતી. 1996 માં સરકાર બનાવનાર BJP ને માત્ર 20.29 % Vote મળ્યા હતા, જે Congress કરતા 8% ઓછા હતા. 1998 માં BJP ને 25.59% Vote મળ્યા હતા. 1999 માં Congress કરતાં 5 % ઓછા મતો હોવા છતાં BJP એ સરકાર બનાવી હતી.

આ પણ વાંચો: Lok Sabha Election Result 2024 : કડક સુરક્ષા વચ્ચે આજે થશે લોકસભા બેઠકોની મતગણતરી…

Tags :
BJPConressElectionGujarat FirstLok Sabha Election 2024lok sabha election votingLok-Sabha-electionVotevotersVoting
Next Article