Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election Result 2024: PM Modi નું 11 વર્ષ જૂનું સ્વપ્ન ફરી એકવાર અધુંરું, કોંગ્રેસ 100 બેઠકને પાર

Lok Sabha Election Result 2024: વર્ષ 2013 માં PM Modi દ્વારા એક ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું, આવનારા વર્ષોમાં Congress મુક્ત India દેશનું નિર્માણ કરવામાં આવશે. તે ઉપરાંત વર્ષ 2013 ના સમયગાળા દરમિયાન દરેક ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા Congress...
lok sabha election result 2024  pm modi નું 11 વર્ષ જૂનું સ્વપ્ન ફરી એકવાર અધુંરું  કોંગ્રેસ 100 બેઠકને પાર

Lok Sabha Election Result 2024: વર્ષ 2013 માં PM Modi દ્વારા એક ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું, આવનારા વર્ષોમાં Congress મુક્ત India દેશનું નિર્માણ કરવામાં આવશે. તે ઉપરાંત વર્ષ 2013 ના સમયગાળા દરમિયાન દરેક ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા Congress ને આડે હાથ લેવામાં આવી હતી. દરેક ભાષણમાં વડાપ્રધાન મોદી દ્વારા Congress મુક્ત India ના સપનાનો પ્રચાર કરવામાં આવતો હતો. ત્યારે આ સપનાને 11 વર્ષ વીતી ગયા છે.

Advertisement

  • Congress મુક્ત India નું સ્વપ્ન અધુંરું રહી ગયું

  • PM Modi એ Congress ના રાજકીય ઈતિહાસ પર કટાક્ષો કર્યા

  • ભાજપ પોતાના દમ પર 272 બેઠકો પણ મેળવી શકી નથી

તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા આંકડાઓ જાહેર જે રીતે કરવામાં આવ્યા છે, તેના પરથી સાબિત થઈ રહ્યું છે કેન્દ્ર સરકારની કમાન ફરી એકવાર વડાપ્રધાન મોદી સંભાળશે. પરંતુ તેમના Congress મુક્ત India નું સ્વપ્ન અધુંરું રહી ગયું છે. તો Lok Sabha Election 2024 માં ભાજપ દ્વારા 282 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરવામાં આવી હતી. ત્યારે Congress માત્ર 44 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી હતી. તો Lok Sabha Election 2019 માં મોદી લહેર જોવા મળી હતી. ત્યારે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ 303 લોકસભા બેઠકો પર ભાજપની જીત જોવા મળી હતી. તો Congress 52 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી હતી.

PM Modi એ Congressના રાજકીય ઈતિહાસ પર કટાક્ષો કર્યા

તો આ વખતે Congress દ્વારા એક દશકનો રોકોર્ડ તોડી પાડાવામાં આવ્યો છે. ફરી એકવાર દેશના અનેક રાજ્યોમાં Congress ના પંજા સાથે લોકોએ હાથ મળાવ્યો છે. જોકે આ વખતે Congress ના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા India જોડો ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. તેના કારણે આ વખતે 100 કરતા વધુ લોકસભા બેઠકો પર Congressની જીત જોવા મળી છે. તો વડાપ્રધાન મોદી પ્રચાર દરમિયાન Congress અને Congress ના રાજકીય ઈતિહાસ પર કટાક્ષો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, Congress ની 4 પેઢીઓએ દિલ્હી પર રાજ કર્યું. પણ આજે Congress દિલ્હીમાં એક પણ લોકસભા બેઠક મેળવી શકતી નથી.

Advertisement

ભાજપ પોતાના દમ પર 272 બેઠકો પણ મેળવી શકી નથી

એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન PM Modi ત્રીજી વખત હેટ્રિક ફટકારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 13 એક્ઝિટ પોલમાં NDA ને 365 અને India ને 145 બેઠકો મળવાનો અંદાજ હતો. આ વખતે ચૂંટણીમાં ભાજપે એવું કહ્યું હતું કે 2019 ની Lok Sabha Election માં મળેલી 303 બેઠકો કરતાં વધુ મળી શકે છે. વાસ્તવિકતા એ છે કે ભાજપ પોતાના દમ પર 272 બેઠકો પણ મેળવી શકી નથી.

Advertisement

આ પણ વાંચો: UP Lok Sabha Election Result 2024: યુપીમાં ભાજપને જડબાતોડ મલી રહી હાર, ભાજપ CM Yogi નું પત્તું કાપશે

Tags :
Advertisement

.