Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP Lok Sabha Election Result 2024: યુપીમાં ભાજપને જડબાતોડ મલી રહી હાર, ભાજપ CM Yogi નું પત્તું કાપશે

UP Lok Sabha Election Result 2024: ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર Uttar Pradesh ની અંદર BJP ને જડબાતોડ હાર મળી શકે છે. જોકે મતગણતરીના શરુઆતના તબક્કામાં ભાજર લીડ આપીને આગળ વધી રહ્યું હતું. પરંતુ હાલમાં INDIA Alliance...
12:57 PM Jun 04, 2024 IST | Aviraj Bagda
Uttar Pradesh, Lok Sabha Election 2024, Lok Sabha Election, SP, BJP, Congress

UP Lok Sabha Election Result 2024: ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર Uttar Pradesh ની અંદર BJP ને જડબાતોડ હાર મળી શકે છે. જોકે મતગણતરીના શરુઆતના તબક્કામાં ભાજર લીડ આપીને આગળ વધી રહ્યું હતું. પરંતુ હાલમાં INDIA Alliance નું પ્રભુત્વ Uttar Pradesh ની લોકસભા બેઠકો પર જોવા મળી રહ્યું છે.

Uttar Pradesh ની મિર્ઝાપુર અને રોબર્ટસગંજ જેવી બેઠકો જ્યાં BJP નું ગઢ માનવામાં આવે છે, તે વિસ્તારની બેઠકો પર કોંગ્રેસ લીડ સાથે આગળ વધી રહી છે. હાલમાં, Uttar Pradesh ની 80 લોકસભા બેઠકોમાંથી 40 બેઠકો પર INDIA Alliance ની જીત જોવા મળી રહી છે. તો BJP ના નેતૃત્વમાં NDA એ 37 બેઠકો પર કમાન મેળવી છે. ત્યારે આ સ્થિતિમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું એક નિવેદન સત્ય રીતે પ્રતિત થતું જોવા મળી રહ્યું છે.

Uttar Pradesh, Lok Sabha Election 2024, Lok Sabha Election, SP, BJP, Congress

મુખ્યમંત્રીના પદ પરથી યોગી આદિત્યનાથને હટાવવામાં આવશે

અગાઉ લોકસભા ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આ વખતે Uttar Pradesh માં સત્તા પલટો જોવા મળશે. તેની સાથે Uttar Pradesh ની અંદર લોકસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રીના પદ પરથી યોગી આદિત્યનાથને હટાવવામાં આવશે. અગાઉ મખ્યમંત્રી યોગી દિલ્હી આવ્યા હતાં. ત્યારે તેમણે મને અપશબ્દો કહ્યા હતા. તો હું તેમને કહેવા માગું છું કે, તમારી પાર્ટી જ તામારી દુશ્મન છે. ત્યારે હું દાવો કરુ છું કે લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી યોગીનું પત્તું કાપશે.

સમાજવાદી પાર્ટી આજ સુધી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું

Uttar Pradesh ની વોટિંગ પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. BJP પાછળ જોવા મળી રહ્યું છે. BJP પાર્ટી 30 થી વધુ સીટો ગુમાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. તે જ સમયે, કોંગ્રેસ આ વખતે મોટી લીડ કરતી જોવા મળી રહી છે. 2009 ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં મોટી લીડ મેળવતી જોવા મળી રહી છે. તે જ સમયે, સમાજવાદી પાર્ટી આજ સુધી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.

આ પણ વાંચો: Congress Lok Sabha Seat Result: વર્ષ 2014 પછી પહેલીવાર કોંગ્રેસ લોકસભા બેઠક પર 100 નો આંકડો પાર કરશે

Tags :
BJPCM YogiCM yogi adityanathCongressLok Sabha Election 2024Lok-Sabha-electionnaremdra modipm modiSPUP Lok Sabha Election Result 2024Uttar Pradesh
Next Article