Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election : પશુપતિ પારસે લગાવી “INDIA” માં જવાની અટકળો પર બ્રેક

Lok Sabha Election : બિહારમાં NDA ની બેઠકોની વહેંચણીમાં આરએલજેપીના વડા પશુપતિ પારસ ખાલી હાથે રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એક પણ બેઠક મળી નથી.ત્યારે એવા અહેવાલો વહેતા થયા હતા કે,પશુપતિ પારસ હવે NDA એ સામે બળવો કરી શકે છે અને...
07:43 PM Mar 30, 2024 IST | Hiren Dave
Pashupati Paras and Prime Minister Narendra Modi

Lok Sabha Election : બિહારમાં NDA ની બેઠકોની વહેંચણીમાં આરએલજેપીના વડા પશુપતિ પારસ ખાલી હાથે રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એક પણ બેઠક મળી નથી.ત્યારે એવા અહેવાલો વહેતા થયા હતા કે,પશુપતિ પારસ હવે NDA એ સામે બળવો કરી શકે છે અને તે I.N.D.I.A ગઠબંધનમાં જોડાય શકે છે, પરંતુ હવે પશુપતિ પારસે સ્પષ્ટપણે કહ્યું છે કે, તે એનડીએ સાથે જ રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું અમારી પાર્ટી આરએલજેપી NDA એનો અભિન્ન ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમારા નેતા છે અને તેમના નિર્ણય અમારા માટે સર્વોપરી છે. તેમના નેતૃત્વ હેઠળ એનડીએ સમગ્ર દેશમાં 400 પ્લસ બેઠકો જીતશે અને ત્રીજીવાર NDA એ રેકોર્ડ બ્રેક બહુમતી સાથે સરકાર બનાવશે.

 

પશુપતિ પારસનું કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું

નોંધનીય છે કે, NDA એમાં એક પણ બેઠક ન મળતા પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમણે કહ્યું હતું કે, મારી સાથે અને મારી પાર્ટી સાથે અન્યાય થયો છે. અમને એક પણ બેઠક આપવામાં આવી નથી. રાજીનામું આપતા પહેલા પશુપતિ પારસે કેન્દ્ર સરકારમાં ફૂડ એન્ડ પ્રોસેસિંગ મંત્રી હતી. પશુપતિ પારસ ચિરાગ પાસવાનના એલજેપીઆરને બેઠક શેરિંગમાં પાચ લોકસભા (Lok Sabha Election)બેઠક મળવાથી નારાજ હતા. તેમની સૌથી મોટી નારાજગી એ હતી કે, પાર્ટીને એક પણ બેઠક આપવામાં આવી નથી. તેમજ બેઠક વહેંચણીની જાહેરાત પહેલા તેમની સાથે વાત પણ કરવામાં આવી નહતી.

બિહારમાં એનડીએમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા શું છે?

બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકની વહેંચણીનું ચિત્ર સ્પષ્ટ છે. બીજેપી બિહારમાં 17 બેઠક પર ચૂંટણી લડી રહી છે. જેડીયુના ખાતામાં 16 બેઠકો આવી છે. અન્ય સહયોગીઓની વાત કરીએ તો ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (Ram Vilas)ને પાંચ બેઠક , જીતન રામ માંઝીની પાર્ટી હમને એક બેઠક અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળને પણ એક બેઠક મળી છે. પરંતુ આમાં પશુપતિ પારસની આરએલજેપીને એક પણ બેઠક આપવામાં આવી નથી.

I.N.D.I.A ગઠબંધનમાં જોડાવાની અટકળો

મળતી માહિતી અનુસાર  પશુપતિ પારસે NDA એ ગઠબંધનમાં બેઠક મળે તે માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા. આ માટે તેમણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, 'જો એમને યોગ્ય સન્માન નહી આપવામાં આવે તો અમારી પાર્ટી સ્વતંત્ર છે અને અમારા દરવાજા ખુલ્લા છે. અમે ગમે ત્યાં જવા માટે તૈયાર થઈશું.' એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બેઠક વહેંચણીના નિર્ણય બાદ પશુપતિ પારસ પણ I.N.D.I.A ગઠબંધનમાં જોડાવા પર વિચાર કરી રહ્યા છે.

 

આ  પણ  વાંચો - ELECTION 2024 : જુઓ LJPએ બિહારની 5 બેઠકો પર કોને મેદાનમાં ઉતાર્યા

આ  પણ  વાંચો - Lok Sabha Elections : ભાજપે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાત,આ 27 નેતાઓને મળ્યું સ્થાન

આ  પણ  વાંચો - Richest MP: દેશના સૌથી ધનિક સાંસદોની યાદી થઈ જાહેર, અધધધધ… કરાવે તેટલી સંપત્તિ

 

Tags :
2024 Lok Sabha Election2024 lok sabha election bihar2024 lok sabha election prediction2024 Lok Sabha ElectionsBiharbihar loksabha election 2024India BlockLok Sabha Election 2024Lok Sabha Election 2024 Newslok sabha election polls 2024 dateLok Sabha elections 2024lok sabha elections 2024 updateloksabha election 2024Loksabha Elections 2024LOKSABHA ELECTIONS2024LokSabhaElections2024NDAPashupati Kumar ParasPashupati Paraspm modi
Next Article