Lok Sabha Election Candidates: લોકસભા ચૂંટણી 2024 માં આ 5 ચહેરાઓ પર સમગ્ર દેશની નજર, જાણો કેમ?
Lok Sabha Election Candidates: તો Lok Sabha Election 2024 ના મતગણતરીની શરુઆત થઈ ચૂકી છે. જોકે બપોરે 1 કલાકની આસપાસ દેશમાં કેન્દ્ર સરકારમાં કોની સરકાર બનશે, તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે આ વખતે સત્તા પક્ષ અને વિરોધ પક્ષમાંથી અમુક એવા પણ ચહેરાઓ છે જેના પર સમગ્ર દેશના લોકોની નજર રહેલી છે. તો ચાલો જાણીએ એવા 5 ચહેરાઓ વિશે, જેના રાજકીય પરિણામો પર સમગ્ર દેશની નજર રહેલી છે.
દેશમાં લોકસભાની 5 બેઠકો પર સૌની નજર
પાંચ નેતાઓને પહેલીવાર પાર્ટીએ સોંપી જવાબદારી
અમુક ઉમેદવાર પહેલીવાર આવ્યા ચૂંટણી મેદાનમાં
માધવી લતા
તેલંગાણાની હૈદરાબાદ Lok Sabha Seat પરથી AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી સામે BJP એ માધવી લતાને ટિકિટ આપી છે. હૈદરાબાદ બેઠક Lok Sabha Election 2024 માં સૌથી મોટી મહત્વની બેઠક માનવામાં આવે છે. માધવી લતા ચૂંટણી પ્રચાર દરમિયાન ધાર્મિક સ્થળ ઉપરના તેમના ઈશારાને કારણે વિવાદોમાં રહી છે. આ મામલામાં તેમની સામે FIR પણ નોંધવામાં આવી હતી. માધવી લતા, જે હિન્દુત્વ વિશે ખૂબ જ અવાજ ઉઠાવે છે, તે હૈદરાબાદની વિરિંચી હોસ્પિટલના ચેરપર્સન છે. જોકે માધવી પહેલીવાર BJP ની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.
કંગના રનૌત
માધવી લતા પછી જો કોઈ ઉમેદવાર પર સૌથી વધુ નજર છે, તો તે કંગના રનૌત છે. બોલિવૂડની ક્વીન તરીકે જાણીતી કંગના રનૌતને BJP એ હિમાચલ પ્રદેશની મંડી Lok Sabha Seat પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી છે. અહીં તેમનો મુકાબલો Congress ના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ સાથે છે. ફિલ્મો કરતાં પોતાના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં રહેતી કંગના રનૌત પહેલીવાર ચૂંટણી લડી રહી છે.
કન્હૈયા કુમાર
દેશની રાજધાની દિલ્હીની નોર્થ ઈસ્ટ બેઠક પરથી Congress એ કન્હૈયા કુમારને ટિકિટ આપી છે. અહીં આમ આદમી પાર્ટી અને Congress સાત Lok Sabha Seatો માટે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. તે જ સમયે મનોજ તિવારી ઉત્તર પૂર્વ દિલ્હીથી ત્રીજી વખત BJP ની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કન્હૈયા કુમાર અગાઉ 2019 ની Lok Sabha Election બિહારની બેગુસરાઈ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે CPI ની ટિકિટ પર લડ્યા હતા. નોર્થ ઈસ્ટ દિલ્હી બેઠક પર ચૂંટણી પ્રચાર દરમિયાન કન્હૈયા કુમાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
સંબિત પાત્રા
સંબિત પાત્રા ઓડિશાની પુરી Lok Sabha Seat પરથી બીજેપીની ટિકિટ પર બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અહીં તેઓ બીજેડીના અરૂપ પટનાયક સામે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સંબિત પાત્રા વિવાદમાં ફસાયા હતા. જ્યારે તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ભગવાન જગન્નાથ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત છે. જોકે, સંબિત પાત્રાએ પાછળથી તેમના નિવેદન માટે માફી માંગી અને પ્રાયશ્ચિત તરીકે ત્રણ દિવસના ઉપવાસ રાખ્યા હતા. તમને જણાવી દઈએ કે 2019 માં પણ સંબિત પાત્રાએ પુરીથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
કરણ ભૂષણ સિંહ
ઉત્તર પ્રદેશની કૈસરગંજ બેઠક ખાસ બેઠક માનવામાં આવે છે. અહીંથી BJP એ રેસલિંગ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અને મહિલા કુસ્તીબાજોના વિવાદોમાં ફસાયેલા બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહને ટિકિટ આપી છે. તેમનો મુકાબલો સપાના ઉમેદવાર ભગત રામ મિશ્રા સામે છે. બ્રિજભૂષણ શરણ સિંહે હાલમાં જ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હવે તેમણે તેમનો રાજકીય વારસો તેમના પુત્રને સોંપી દીધો છે.
આ પણ વાંચો: Lok Sabha Election 2024: અબ કી બાર મોદી સરકાર કે…પછી INDIA Alliance સત્તા પલટોમાં મુખ્ય પરિબળ થશે સાબિત