Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024: અબ કી બાર મોદી સરકાર કે...પછી INDIA Alliance સત્તા પલટોમાં મુખ્ય પરિબળ થશે સાબિત

Lok Sabha Election 2024: વર્ષ 2024 માં 18 મી Lok Sabha Election 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. Lok Sabha Election 2024 માં કુલ સાત તબક્કામાં યોજવામાં આવી હતી. ત્યારે આજ સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે નરેન્દ્ર મોદીની...
08:37 AM Jun 04, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election, Lok Sabha Election 2024, PM Modi, Congress, BJP, NDA, INDIA Alliance

Lok Sabha Election 2024: વર્ષ 2024 માં 18 મી Lok Sabha Election 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. Lok Sabha Election 2024 માં કુલ સાત તબક્કામાં યોજવામાં આવી હતી. ત્યારે આજ સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે નરેન્દ્ર મોદીની સરકાર ત્રીજી વખતે કેન્દ્રમાં સરકાર બનાવશે કે પછી INDIA Alliance એકતા સાથે કેન્દ્રમાં સત્તા બનાવવામાં સફળ થશે. જોકે 1 જૂનના રોજ એક્ઝિટ પોલના પણ આંકડાઓ પણ સામે આવી ગયા હતા. જેમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવી શકે છે. તો BJPના નેતૃત્વમાં એનડીએને પ્રચંડ બહુમતી મળવાની સંભાવના છે. જો એનડીએ ચૂંટણી જીતશે તો નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને વડાપ્રધાન બનનાર દેશના બીજા નેતા બનશે. હાલ સમગ્ર દેશની નજર આજના પરિણામો પર ટકેલી છે. 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર Lok Sabha Election ની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા અને વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી મંગળવારે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. ચૂંટણી પંચે મતગણતરી પ્રક્રિયામાં EVM અને પોસ્ટલ બેલેટ અંગે પણ સૂચનાઓ જારી કરી છે. પોસ્ટલ બેલેટની ગણતરી સૌથી પહેલા રિટર્નિંગ ઓફિસરના ટેબલ પર શરૂ થશે. આ વખતે ચૂંટણી પ્રક્રિયા 46 દિવસ સુધી ચાલી હતી. વલણો અને પરિણામો પણ મતગણતરીના સ્થળો પર ડિજિટલ ડિસ્પ્લે પેનલ દ્વારા બતાવવામાં આવશે. આ વખતે 96.88 કરોડ મતદારોમાંથી 64.2 કરોડએ મતદાન કરીને રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ 2 જૂને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.

Lok Sabha Election 2019 માં BJP એ 303 બેઠકો જીતી હતી

Lok Sabha Election 2024 ની પહેલા PM Modi અને BJP એ 370 નો લક્ષ્યાંક રાખ્યો હતો. તો Lok Sabha Election 2024 ની તારીખો જાહેર થતાની સાથે 400 પારના નારોને નક્કી કરવામાં આવ્યો હતો. જોકે વર્ષ 1984 માં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ સરકાર 400 ને પાર કરી ગઈ હતી. પરંતુ તે સમયે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હોવાને કારણે આ સ્થિતિ જોવા મળી હતી. તો આ વખતે તમામ એક્ઝિટ પોલ 400 પાર બેઠકો ભાજપ માટે આવી હોય, તેવા આંકડાઓ જાહેર કર્યા છે. તો Lok Sabha Election 2019 માં BJP એ 303 બેઠકો જીતી હતી, જ્યારે NDA ને 353 બેઠકો મળી હતી. કોંગ્રેસને 53 અને તેના સાથી પક્ષોને 38 બેઠકો મળી હતી. 2014 માં BJP એ Lok Sabha Election માં 543 માંથી 282 બેઠકો જીતી હતી.

પશ્ચિમ બંગાળ અને પંજાબ INDIA Alliance માં સામેલ થયા નથી

આ Lok Sabha Election માં ભાજપ સાથે ટક્કર લેવા માટે વિપક્ષી દળોએ INDIA Alliance ની રચના કરી છે. પક્ષે એક સંયુક્ત નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે INDIA Alliance માં સમાવિષ્ટ પક્ષોને 295 બેઠકો મળી રહી છે અને તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને પંજાબ INDIA Alliance માં સામેલ થયા નથી. બંગાળમાં મમતા બેનર્જી એકલા હાથે લડ્યા છે. એ જ રીતે પંજાબમાં પણ AAP અને કોંગ્રેસ આમને-સામને છે. પંજાબમાં પહેલીવાર ભાજપ એકલા હાથે લડીને વોટ શેર વધારીને 4 બેઠકો સુધી જીતી શકે છે. એવો અંદાજ છે કે હવે ભાજપ બંગાળમાં 31 બેઠકો જીતીને લોકસભામાં નંબર વન પાર્ટી બની શકે છે. કર્ણાટકમાં BJP એ JDS સાથે ગઠબંધન કર્યું છે. એક્ઝિટ પોલ્સ કહે છે કે જેડીએસના વોટ શેર સાથે 2 બેઠકોના સંભવિત નુકસાનની ભરપાઈ કરીને ભાજપ 25 બેઠકો પર પાછા આવી શકે છે. આંધ્રપ્રદેશમાં BJP એ ટીડીપી અને જનસેના સાથે ગઠબંધન કર્યું છે. શક્ય છે કે એનડીએ 25 માંથી 23 બેઠકો જીતી શકે, જેમાં ભાજપને 4-6 બેઠકો મળી શકે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની સુરત બેઠક અગાઉ જ બિનહરીફ ચૂંટાઈ આવી છે. ત્યાં ભાજપના મુકેશ દલાલનો વિજય થયો છે. ગુજરાતની 25 બેઠકો પર પરિણામ આવશે.

આ પણ વાંચો: Lok Sabha Election Voting: શું આ વર્ષે 1984 માં થયેલા કોંગ્રેસના મતદાનનો રેકોર્ડ ભાજપ તોડી બતાવશે?

Tags :
BJPCongressGujarat FirstINDIA allianceLok Sabha Election 2024Lok-Sabha-electionNDApm modi
Next Article