Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મતદારોને રીઝવવા વાયદાઓની ભરમાળ, દેવાના ડુંગર નીચે દબાયેલું છે રાજસ્થાન

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષો સત્તાના શિખરે પહોંચવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજસ્થાન સરકાર એક પછી એક જાહેરાતો કરી રહી છે ત્યારે ભાજપ પણ મતદારોને રીઝવવામાં કોઈ કસર છોડી રહી નથી. આવી સ્થિતિમાં,...
09:30 PM Oct 02, 2023 IST | Hiren Dave

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષો સત્તાના શિખરે પહોંચવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજસ્થાન સરકાર એક પછી એક જાહેરાતો કરી રહી છે ત્યારે ભાજપ પણ મતદારોને રીઝવવામાં કોઈ કસર છોડી રહી નથી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે આ યોજનાઓને પૂર્ણ કરવા માટે નાણાં ક્યાંથી આવશે? સરકાર લોન લે તો પણ તેને ચૂકવવા માટે કઈ પદ્ધતિ અપનાવશે?

 

ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટે યોજનાઓના માધ્યમથી પૈસા પાણીના જેમ ખર્ચવામાં આવી રહ્યો છે.રાજસ્થાનમાં, આ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં, સરકારે 12288 કરોડ રૂપિયાની લોન લીધી છે, જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બરમાં તે 14000 કરોડ રૂપિયાની બીજી લોન લેશે. RBI ના રિપોર્ટ અનુસાર, 2022-23 દરમિયાન રાજસ્થાનનું દેવું વધીને 5,37,013 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે એક વર્ષ પહેલા રૂ. 4,58,089 કરોડ હતી. રાજસ્થાન સરકાર પણ બોન્ડ માર્કેટમાં જઈ રહી છે. પંજાબ પછી આ રાજ્ય દેશનું સૌથી વધુ દેવું દબાયેલું રાજ્ય છે. ચૂંટણી માટે કરાયેલી જાહેરાતોનું પણ દબાણ છે.

 

આખરે ક્યાં ખર્ચાઈ રહ્યો છે પૈસો?

મતદારોને રીઝવવા માટે રાજ્ય સરકાર ફ્રી બી યોજનાઓ અથવા જેમને સામાજિક ન્યાયની યોજનાઓ ગણાવવામાં આવી રહી છે તેની પાછળ ધૂમ રૂપિયો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં અડધો ડઝન મોટી યોજનાઓમાં ઘણા બધા પૈસા ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી અન્નપૂર્ણા ફૂડ પેકેટ યોજના

રાજસ્થાન સરકાર દ્વારા મુખ્યમંત્રી અન્નપૂર્ણા ફૂડ પેકેટ યોજના દ્વારા લગભગ 1.10 કરોડ લોકોને લાભ આપવાની યોજના છે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત આવતા પરિવારો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં લાભાર્થીને એક સીલબંધ પેકેટમાં એક કિલો દાળ, એક કિલો મોરસ, એક કિલો મીઠું, 100 ગ્રામ દળેલું મરચું, 100 ગ્રામ દળેલું ધાણાજીરું, 50 ગ્રામ દળેલી હળદરની સાથે એક લિટર રિફાઈન્ડ તેલ આપવામાં આવી રહ્યું છે. આ યોજના માટે સરકાર વાર્ષિક 4500 કરોડ ખર્ચ કરશે.

મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના

મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના 2023 અંતર્ગત ચિરંજીવી પરિવારની મહિલાઓને સરકાર તરફથી મફત સ્માર્ટફોન આપવામાં આવશે. 1 કરોડ 35 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. મોબાઈલ ફોન માટે કોઈ પૈસા લેવામાં નહીં આવે. આ યોજના રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. ફ્રી મોબાઈલ સ્કીમ 2023 હેઠળ સ્માર્ટફોન સાથે 3 વર્ષનો ડેટા અને કોલિંગ પણ ફ્રીમાં મળશે. સરકાર દ્વારા આ યોજનાનો લાભ ચિરંજીવી પરિવારની મહિલા વડાઓને આપવામાં આવશે. યોજનાનું બજેટ 1200 કરોડ રૂપિયા છે.

100 યુનિટ મફત વીજળી

રાજસ્થાનમાં ગ્રિડ સાથે જોડાયેલા 1 કરોડથી વધુ ઘરેલુ ઉપભોક્તાઓને કોંગ્રેસ સરકારની બજેટ જાહેરાત અનુરૂપ રાજ્યમાં 1 જૂનથી દરેક ઘરને દર મહિને 100 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે. આ યોજનાથી સરકારી તિજોરી પર વાર્ષિક 7,000 કરોડ રૂપિયાનો બોજો પડી રહ્યો છે.

વૃદ્ધાવસ્થા પેન્શન યોજના

રાજસ્થાન સરકારે આ વર્ષે વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાવસ્થા પેન્શન વધારવાની જાહેરાત કરી છે. આ પેન્શન સ્કીમમાં દર વર્ષે 15 ટકાનો વધારો થશે. વધેલા પેન્શનમાં વાર્ષિક રૂ. 12,000 કરોડનો ખર્ચ થશે, જેમાં કેન્દ્ર સરકારનું યોગદાન રૂ. 367 કરોડ જેટલું હશે.

ઉજ્જ્વલા યોજના

રાજસ્થાન સરકારે આ વર્ષે ઉજ્જ્વલા યોજના અંતર્ગત 76 લાખ પરિવારોને આવરી લેતા ઉપભોક્તાઓ માટે 500 રૂપિયા પ્રતિ યુનિટ એલપીજી સિલિન્ડરની જાહેરાત કરી છે. તેનથી સરકાર પર દર વર્ષે 750 કરોડ રૂપિયાનો અંદાજિત બોજ વધશે.

આ  પણ  વાંચો-VANDE BHARAT TRAIN : રાજસ્થાનમાંવંદે ભારત ટ્રેનને ઉથલાવવાનું કાવતરું, પાટા પર મુકાયા હતા પથ્થર અને લોખંડ સળિયા

Tags :
announcementAshok GehlotelectionplansIndiaRajasthanrbireportrevealsridden
Next Article