Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નેતાના વિવાદિત બોલ, કહ્યું - સુંદર છોકરીઓ ખેડૂતોના દીકરાઓ સાથે લગ્ન કરતી નથી...

નીચલા વર્ગની છોકરીએ ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરે છે : અપક્ષ ધારાસભ્ય સુંદર છોકરીઓ સ્થિર નોકરી ધરાવતા પુરુષ સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે : અપક્ષ ધારાસભ્ય બીજા નંબરની છોકરીઓ પાનની દુકાનોવાળાને પસંદ કરે છે : અપક્ષ ધારાસભ્ય Devendra...
નેતાના વિવાદિત બોલ  કહ્યું   સુંદર છોકરીઓ ખેડૂતોના દીકરાઓ સાથે લગ્ન કરતી નથી
Advertisement
  • નીચલા વર્ગની છોકરીએ ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરે છે : અપક્ષ ધારાસભ્ય
  • સુંદર છોકરીઓ સ્થિર નોકરી ધરાવતા પુરુષ સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે : અપક્ષ ધારાસભ્ય
  • બીજા નંબરની છોકરીઓ પાનની દુકાનોવાળાને પસંદ કરે છે : અપક્ષ ધારાસભ્ય

Devendra Bhuyar comments on farmers son : નેતાઓ (Leaders) ને માઇક આપો એટલે બોલવાનું શરૂ. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે, નેતાઓ બોલવામાં ભાન ભુલી જતા હોય છે કે તેઓ શું બોલી રહ્યા છે. આવું જ કઇંક મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારે (MLA Devendra Bhuyar of Amravati district of Maharashtra)  કર્યું છે. તેમણે છોકરીઓને લઇને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતના પુત્રને સાધારણ કન્યાથી સંતોષ માનવો પડે છે કારણ કે સુંદર છોકરીઓ સ્થિર નોકરી ધરાવતા પુરુષ સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે. સુંદર છોકરીઓ ખેડૂતના પુત્રો સાથે લગ્ન કરતી નથી. તેમના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો છે.

છોકરીઓને લઇને નેતાના વિવાદાસ્પદ બોલ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 વચ્ચે અપક્ષ ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારના નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે. વરુડ-મોર્શીના અપક્ષ ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારે બુધવારે એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે એક સુંદર છોકરી ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરવા માંગતી નથી અને તેના કારણે ખેડૂતના પુત્રને ખરાબ કન્યા સાથે સમાધાન કરવું પડે છે. ધારાસભ્ય ભુયારે જણાવ્યું કે સુંદર યુવતીઓ કાયમી નોકરી ધરાવતી વ્યક્તિ સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે. તેમણે આ વાત જાહેર સભામાં કહી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દેવેન્દ્ર ભુયાર મંગળવારે જિલ્લાના વરુડ તાલુકામાં એક બેઠકમાં બોલતા ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, 'જો કોઈ છોકરી સુંદર હોય, તો તેને તમારા અને મારા જેવી વ્યક્તિ ગમશે નહીં, પરંતુ તે એવી વ્યક્તિ પસંદ કરશે જે નોકરી કરે છે.' તેમણે કહ્યું કે, 'જે છોકરીઓ બીજા નંબર પર છે, એટલે કે જે થોડી ઓછી સુંદર છે, તે કરિયાણાની દુકાનો અથવા પાનની દુકાનો ચલાવતા લોકોને પસંદ કરે છે.'

Advertisement

Advertisement

ખેડૂતના પુત્ર સાથે નીચલા સ્તરની છોકરીઓ લગ્ન કરે છે

દેવેન્દ્ર ભુયારે કહ્યું, 'ત્રીજા નંબરની છોકરી ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરવાનું પસંદ કરશે.' તેમણે વધુમાં કહ્યું કે, માત્ર તે જ છોકરીઓ ખેડૂત પરિવારના છોકરાઓ સાથે લગ્ન કરે છે જેઓ સૌથી નીચલા સ્તર પર હોય છે. તેમણે કહ્યું કે આવા લગ્નોથી જન્મેલા બાળકો પણ સુંદર નથી હોતા. કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતી ઠાકુરે મહિલાઓ વિશે વાત કરતી વખતે આવી ભાષાનો ઉપયોગ કરવા બદલ ભુયારની ટીકા કરી હતી. તે જ જિલ્લાના ધારાસભ્ય ઠાકુરે કહ્યું, 'અજિત પવાર અને સત્તામાં રહેલા લોકોએ તેમના ધારાસભ્યોને નિયંત્રણમાં રાખવા જોઈએ. મહિલાઓના આવા વર્ગીકરણને કોઈ સહન કરશે નહીં. સમાજ તમને પાઠ ભણાવશે.

આ પણ વાંચો:  બિહારની રાજનીતિમાં હવે નવો વળાંક! ચૂંટણી રણનીતિકારે બનાવી પોતાની અલગ પાર્ટી, જાણો કોણ બન્યા અધ્યક્ષ

Tags :
Advertisement

Related News

featured-img
લાઇફ સ્ટાઇલ

Baba Ramdev Health Tips: આ ફોર્મુલા અપનાવશો તો બાબા રામદેવની જેમ ફિટ રહેશો!

featured-img
રાજકોટ

Rajkot : મનપા સંચાલિત શાળામાં આરોગ્ય વિભાગની સમીક્ષાએ ચિંતા વધારી!

featured-img
રાષ્ટ્રીય

Hindi Diwas: શા માટે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ, જાણો આ દિવસનું મહત્વ

featured-img
સ્પોર્ટ્સ

Kho Kho World Cup 2025 :ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

featured-img
રાષ્ટ્રીય

UP : મેરઠમાં હ્રદયદ્રાવક ઘટના, એક જ પરિવારના 5 મૃતદેહ મળી આવ્યા

featured-img
સ્પોર્ટ્સ

Katinka Hosszu:15 વર્ષની ઉંમરમાં ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું, હોટનેસ જોઈ ભલભલાને પરસેવો વળી જાય!

×

Live Tv

Trending News

.

×