Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ajit Pawar જુથના નેતા મળ્યા NCP પ્રમુખ Sharad Pawar ને, આશિર્વાદ લઈને માફી માંગી

દેશની રાજનીતિના ચર્ચાઓના વિષયના કેન્દ્રમાં આજે ફરી મહારાષ્ટ્રની રાજનીતિ (Maharashtra Politics) રહી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અજિત પવાર (Ajit Pawar) જૂથના નેતા આજે મુંબઈમાં (Mumbai) શરદ પવારને (Sharad Pawar) મળ્યા હતા. આ નેતાઓમાં અજિત પવાર (Ajit Pawar) ઉપરાંત...
ajit pawar જુથના નેતા મળ્યા ncp પ્રમુખ sharad pawar ને  આશિર્વાદ લઈને માફી માંગી
Advertisement

દેશની રાજનીતિના ચર્ચાઓના વિષયના કેન્દ્રમાં આજે ફરી મહારાષ્ટ્રની રાજનીતિ (Maharashtra Politics) રહી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અજિત પવાર (Ajit Pawar) જૂથના નેતા આજે મુંબઈમાં (Mumbai) શરદ પવારને (Sharad Pawar) મળ્યા હતા. આ નેતાઓમાં અજિત પવાર (Ajit Pawar) ઉપરાંત પ્રફુલ્લ પટેલ (Prafull Patel), છગન ભુજબળ (Chhagan Bhujbal) સહિતના નેતાઓ સામેલ હતા.

Advertisement

શરદ પવારના આશિર્વાદ લીધાં

આ બેઠક બાદ પ્રફુલ પટેલે (Prafull Patel) મુંબઈના (Mumbai) વાયબી ચવ્હાણ સેન્ટર (YB Chavan Centre) ખાતે પ્રેસને જણાવ્યું હતું કે આજે અજિત પવાર (Ajit Pawar), છગન ભુજબળ (Chhagan Bhujbal) અને અમે બધા આદરણીય શરદ પવારના (Sharad Pawar) આશીર્વાદ લેવા આવ્યા હતા. અમે તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમને વિનંતી કરી કે તેઓ પાર્ટીને (NCP) એકજૂથ રાખવા વિચારે. તેણે કોઈ જવાબ ન આપ્યો.

Advertisement

પાર્ટીને સંગઠીત રાખવા વિનંતિ કરી

પ્રફુલ્લ પટેલે (Prafull Patel) કહ્યું કે અમે સમય માંગ્યા વગર સીધા જ આવી ગયા હતા. અમને ખબર પડી કે પવાર સાહેબ (Sharad Pawar) આવ્યા છે, તેથી અમે તેમને મળવા આવ્યા અને તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમને વિનંતી કરી કે તેઓ પાર્ટીને એકજૂથ રાખવા વિચારે. પવાર સાહેબે (Sharad Pawar) કોઈ પ્રતિક્રિયા આપી નથી, માત્ર શાંતિથી સાંભળ્યું.

Advertisement

બળવા બદલ દિલગીરી

બીજી તરફ NCP ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે (Jayant Patil) કહ્યું કે, NCP છોડીને સરકારમાં સામેલ થયેલા નવ મંત્રીઓ આજે અચાનક પવારને મળવા આવ્યા હતા. સૌએ દિલથી દિલગીરી વ્યક્ત કરી અને વિનંતી કરી કે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનો ઉકેલ શોધવો જોઈએ.

શરદ પવાર જુથ કોંગ્રેસ અને શિવસેના સાથે બેસશે

પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જયંત પાટીલે કહ્યું કે, અમે સરકારમાં નથી, કેટલાક લોકો બીજી તરફ ગયા છે અને તેમણે સરકારને સમર્થન આપ્યું છે, પરંતુ અમે સરકારને સમર્થન આપ્યું નથી. અમારા પક્ષમાં વિભાજન છે... આ હકીકત છે. શરદ પવારના નેતૃત્વમાં કામ કરી રહેલા આપણે બધા શિવસેના અને કોંગ્રેસ સાથે વિધાનસભામાં બેસીશું.

આ પણ વાંચો : ઓમ પ્રકાશ રાજભરની પાર્ટી પણ NDA માં સામેલ, અમિત શાહે કહ્યું- યુપીમાં મળશે તાકાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Trending News

.

×