ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતાએ કર્યું રાષ્ટ્રગીતનું અપમાન

જમ્મુ-કાશ્મીરમાં NC ધારાસભ્ય પર રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ હિલાલ લોનના રાષ્ટ્રગીત અપમાન મુદ્દે વિવાદ રાષ્ટ્રગીતમાં ન ઉભા રહેવા બદલ NC ધારાસભ્ય વિવાદમાં દુનિયાના કોઇ પણ ખૂણે જ્યારે ભારતનું રાષ્ટ્રગીત વાગે ત્યારે તમામ ભારતીયો તેના સન્માનમાં ઉભા થઇ જાય છે. તેને...
09:34 AM Oct 18, 2024 IST | Hardik Shah
leader insulted the national anthem

દુનિયાના કોઇ પણ ખૂણે જ્યારે ભારતનું રાષ્ટ્રગીત વાગે ત્યારે તમામ ભારતીયો તેના સન્માનમાં ઉભા થઇ જાય છે. તેને આદર આપે છે. પરંતુ દેશમાં ઘણા લોકો છે કે જેઓ રાષ્ટ્રગીતનું સન્માન કરતા નથી. તાજું ઉદાહરણ જમ્મુ-કાશ્મીરથી સામે આવ્યું છે, જ્યા નેશનલ કોન્ફરન્સના ચૂંટાયેલા ધારાસભ્ય હિલાલ અકબર લોને રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન કોમ્પ્લેક્સમાં બનેલી આ ઘટનાની નોંધ લીધી છે.

રાષ્ટ્રગીતનું અપમાન

એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રગીત દરમિયાન NC ધારાસભ્યો ઉભા થયા ન હોતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના SKICC ખાતે બની હતી જ્યારે લોન જમ્મુ અને કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રગીત વગાડતી વખતે ઉભા થયા ન હોતા. તેમનો વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. લોકોએ તેમની સામે પગલાં લેવાની માંગ શરૂ કરી.

લોને સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી

પોલીસે ટ્વિટર પર તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, "પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે જેમાં એક વ્યક્તિ રાષ્ટ્રગીત વગાડતી વખતે ઉભો થયો ન હતો." BNSS ની કલમ 173 (3) હેઠળ, પોલીસ અધિક્ષકના રેન્કના અધિકારી દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. આગળની કાનૂની કાર્યવાહી માટે ઈલેક્ટ્રોનિક પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, લોને સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી હતી કે મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રગીતનો અનાદર કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. કમરના દુખાવાના કારણે તે બેસી ગયો.

લોને કહ્યું- મારે બેસવું પડ્યું કારણ કે...

હિલાલ અકબર લોને સવાલ કર્યો કે શા માટે કોઈ એવું કેમ વિચારશે કે ભારતીય બંધારણ હેઠળ શપથ લેવા છતાં તે રાષ્ટ્રગીતનો અનાદર કરશે. તેમણે કહ્યું કે તે રાષ્ટ્રગીત માટે ઉભા થયા હતા, પરંતુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે તેમને બેસવું પડ્યું હતું. ધારાસભ્યએ કહ્યું, 'મારે બેસવું પડ્યું કારણ કે હું મારી પીઠના દુખાવાના કારણે વધુ સમય સુધી ઊભો રહી શકતો ન હતો. જણાવી દઈએ કે NC નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2019 માં કલમ 370 નાબૂદ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં આ પ્રથમ ચૂંટાયેલી સરકાર છે.

આ પણ વાંચો:   'ગરીબ અને વંચિતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ', PM મોદીએ NDA બેઠકમાં કહી આ વાત

Tags :
First Chief Minister of Jammu and KashmirGujarat FirstHardik ShahHealth issues justificationHilal Akbar Lone disrespectJammu and KashmirJammu and Kashmir MLA controversyJammu-Kashmir Police investigationMLANational anthemNational Anthem disrespectomar abdullah oath ceremonySKICC incidentsocial media outrageStanding during national anthem
Next Article