Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kupwara Terrorist Attack: ભારતીય સૈનિકોએ વધુ એક આતંકી જૂથની ઘૂસણખોરી કરી નાકામ

Kupwara Terrorist Attack: Jammu-Kashmir માં Terrorist તેમની નાપાક યોજનાઓને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જોતાં આજરોજ ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા Kupwara ના કેરન સેક્ટરમાં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. Indian Soldiers એ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો...
kupwara terrorist attack  ભારતીય સૈનિકોએ વધુ એક આતંકી જૂથની ઘૂસણખોરી કરી નાકામ

Kupwara Terrorist Attack: Jammu-Kashmir માં Terrorist તેમની નાપાક યોજનાઓને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જોતાં આજરોજ ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા Kupwara ના કેરન સેક્ટરમાં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. Indian Soldiers એ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને બે આતંકીઓને ઠાર માર્યા હતાં. જોકે આ વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે.

Advertisement

  • આતંકીઓ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતાં

  • ઘૂસણખોરી રોકવા માટે ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા

  • BSF-Police નિષ્ણાતોની મદદથી રણનીતિ બનાવશે

આ પહેલા જમ્મુના સરહદી વિસ્તારના અખનૂર સેક્ટરમાં ચેનાબ નદી પાસેના ગુડા પાટણ ગામમાં શંકાસ્પદ Terrorist જોવા મળ્યા હતા. ત્યારે આતંકીઓ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે Indian Soldiers હાઈ એલર્ટ પર છે અને લોકોને તેમના વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ વિશે કોઈપણ માહિતી શેર કરવા કહ્યું છે. ખીણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા ગ્રીડને મજબૂત કરવામાં આવશે. પંજાબ, Jammu-Kashmir Police , બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ કઠુઆમાં એક બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરી હતી.

Advertisement

ઘૂસણખોરી રોકવા માટે ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા

આ બેઠકમાં Terrorist ની ઘૂસણખોરી રોકવા માટે ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. સરહદ પારથી Terrorist ની ઘૂસણખોરી રોકવા માટે ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં બંને રાજ્યોની સરહદે નદીના નાળાઓ પર નવેસરથી દેખરેખ, સરહદ પર સુરંગ શોધવા માટે વિશેષ અભિયાન ચલાવવા અને બંને રાજ્યોની Police અને BSF વચ્ચે સંયુક્ત ગુપ્તચર તંત્રની રચનાનો સમાવેશ થાય છે.

BSF-Police નિષ્ણાતોની મદદથી રણનીતિ બનાવશે

ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં BSF ના સ્પેશિયલ ડીજીપી વેસ્ટર્ન કમાન્ડ વાયબી ખુરાનિયા, પંજાબ Police ના ડીજીપી ગૌરવ યાદવ અને જમ્મુ Police ના ડીજીપી આરઆર સ્વેને મુખ્યત્વે ભાગ લીધો હતો. બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે હાલમાં જ પંજાબના ગુરદાસપુર બોર્ડર પર નદી દ્વારા અને જમ્મુના કઠુઆ સાંબા બોર્ડર પર સુરંગ દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી હોવાની માહિતી છે. Terrorist ને રોકવા માટે BSF અને Police નિષ્ણાતોની મદદથી રણનીતિ બનાવશે.

Advertisement

આ પણ વાંચો: Manipur CRPF Attack: મણિપુરમાં ભારતીય સૈનિકાના કાફલા પર હુમલો, એર જવાન શહીદ

Tags :
Advertisement

.