Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Krishna Janmabhoomi-Shahi Idgah: અલ્હાબાદ HC ના આદેશ વિરુદ્ધ કરેલી અરજી SC એ ફગાવી

શ્રી કૃષ્ણ જન્મભૂમિ - શાહી ઈદગાહ વિવાદ (Shree Krishna Janmabhoomi-Shahi Idgah dispute) મામલે એક મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના (Allahabad High Court) એ આદેશ વિરુદ્ધ કરેલી અપીલને ફગાવી દીધી છે, જેમાં હાઈકોર્ટે મથુરાની શાહી ઇદગાહ મસ્જિદની જગ્યાને...
krishna janmabhoomi shahi idgah  અલ્હાબાદ hc ના આદેશ વિરુદ્ધ કરેલી અરજી sc એ ફગાવી

શ્રી કૃષ્ણ જન્મભૂમિ - શાહી ઈદગાહ વિવાદ (Shree Krishna Janmabhoomi-Shahi Idgah dispute) મામલે એક મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના (Allahabad High Court) એ આદેશ વિરુદ્ધ કરેલી અપીલને ફગાવી દીધી છે, જેમાં હાઈકોર્ટે મથુરાની શાહી ઇદગાહ મસ્જિદની જગ્યાને કૃષ્ણના જન્મસ્થળ તરીકે માન્યતા આપવાની માગ કરતી જાહેરહિતની અરજી (PIL) ને ફગાવી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના તે નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

Advertisement

મીડિયા અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજીમાં જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, તે પહેલાથી જ કોર્ટ સમક્ષ વિચારાધીન છે. જણાવી દઈએ કે, ઑક્ટોબર, 2023માં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રીતિંકર દિવાકર અને ન્યાયમૂર્તિ આશુતોષ શ્રીવાસ્તવની બેંચે કેસની યોગ્યતાને ધ્યાનમાં લીધા વિના, પીઆઈએલને ફગાવી દીધી હતી. જો કે, હાલની રિટ (PIL) માં સામેલ મુદ્દાઓ પહેલાથી જ યોગ્ય કાર્યવાહી હેઠળ કોર્ટનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં હોવાથી કોર્ટે PIL પિટિશન પર તાકીદે વિચાર કરવાથી ઇનકાર કર્યો હતો અને તે મુજબ, અરજીને ફગાવી દેવામાં આવી છે.

Advertisement

જમીન બાબતે થયો હતો કરાર

અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, શ્રીકૃષ્ણ જન્મસ્થળ - શાહી ઈદગાહના મામલે (Shree Krishna Janmabhoomi-Shahi Idgah dispute) 12 ઓક્ટોબર, 1968 ના રોજ એક સમજૂતી થઈ હતી. શ્રી કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટની સહયોગી સંસ્થા શ્રી કૃષ્ણ જન્મભૂમિ સેવા સંઘ અને શાહી ઇદગાહ વચ્ચે થયેલા આ કરારમાં 13.37 એકર જમીનમાંથી લગભગ 2.37 એકર જમીન શાહી ઇદગાહ માટે આપવામાં આવી હતી. જો કે, આ કરાર બાદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ સેવા સંઘને ભંગ કરાયું હતું. આ કરારને હવે હિંદુ પક્ષ ગેરકાયદે ગણાવી રહ્યું છે. હિન્દુ પક્ષના મતે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ સેવા સંઘને વાટાઘાટો કરવાનો કોઈ અધિકાર નહોતો.

Advertisement

આ પણ વાંચો - SBI : આજથી શરુ થતી પરીક્ષા માટે આટલું ધ્યાન રાખો

Tags :
Advertisement

.