Ayodhya: જાણો.. અયોધ્યામાં બની રહેલ એરપોર્ટ વિશે ખાસ બાબતો
અયોધ્યામાં બની રહેલ રામ મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના અભિષેકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024 એ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. પરંતુ આ પહેલા 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
એરપોર્ટની વિવિધ ખાસિયતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તીર્થયાત્રીઓની મોટી ભીડની અપેક્ષા છે. આ નવનિર્મિત મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા મંદિર સુધી પહોંચવાનું સૌથી મોટું માધ્યમ હશે. રામની નગરીમાં બની રહેલા એરપોર્ટની એક મોટી ખાસિયત એ છે કે તેને મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે. એરપોર્ટની દીવાલો પર બ્યુટીફિકેશન માટે રામાયણ સંબંધિત મહત્વની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. એરપોર્ટનું આર્કિટેક્ચર અને ડિઝાઇન રામના જીવનથી પ્રેરિત છે.
આ એરપોર્ટમાં મુલાફરો માટેની સવલતો
વિપુલ વાર્શ્નેય, અનુજ વાર્શ્નેય અને તેમની આખી ટીમે બે વર્ષમાં આ એરપોર્ટ તૈયાર કર્યું છે. એરપોર્ટના સૌથી મોટા ભીંતચિત્રોમાંનું એક હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્યું છે. તેમાં રામના આદેશ મુજબ હનુમાનના જન્મથી લઈને અયોધ્યામાં તેમની સ્થાપના સુધીનું સંપૂર્ણ નિરૂપણ છે. આ એરપોર્ટની ક્ષમતા વાર્ષિક 10 લાખ મુસાફરોની છે.
આ પણ વાંચો: Congress : જમીન કૌભાંડની EDની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું નામ હોવાનો દાવો