Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kerala : હવે આ વાયરસનો વધ્યો ખતરો, 24 વર્ષના યુવકનું મોત

કેરળમાં નિપાહ વાયરસના નવા કેસ નોંધાયા વાયરસની ઝપટમાં આવેલા એક યુવાનનું મોત સંપર્કમાં આવેલા 175 લોકો પર નજર Kerala News : ભારતમાં નિપાહ વાયરસ (Nipah virus) નો ખતરો સતત વધી રહ્યો છે, અને હાલ કેરળ રાજ્યમાં આ વાયરસને કારણે...
10:03 AM Sep 20, 2024 IST | Hardik Shah
Nipah Virus in Kerala

Kerala News : ભારતમાં નિપાહ વાયરસ (Nipah virus) નો ખતરો સતત વધી રહ્યો છે, અને હાલ કેરળ રાજ્યમાં આ વાયરસને કારણે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. નવો કેસ મલપ્પુરમ (Malappuram) માં નોંધાયો છે, જ્યાં 24 વર્ષના એક યુવકનું નિપાહ વાયરસના સંક્રમણથી મોત થયું છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ વાતની પુષ્ટિ કરી છે અને આ ઘટનાથી રાજ્યમાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

મૃતકના સંપર્કમાં આવેલા 175 લોકોને ટ્રેક કરવાનો નિર્ણય

કેરળમાં નિપાહ વાયરસથી મૃત્યુ પામેલા યુવકના સંપર્કમાં આવેલા તમામ 175 લોકો પર નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 37 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. વીણા જ્યોર્જે કહ્યું કે અમે જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. અમે મૃતકના સંપર્કમાં આવેલા 175 લોકોને ટ્રેક કરવાનો નિર્ણય લીધો છે. તેમાંથી 74 આરોગ્ય કર્મચારીઓ છે. અમે 104 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખ્યા છે. જેમાંથી 10 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, 13ના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં, પીડિત દર્દીના અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા 16 વિદ્યાર્થીઓને પણ આઈસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેરળમાં નિપાહ વાયરસ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. કેરળમાં છેલ્લા ઘણા સમયથી નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, ઇડુક્કી, એર્નાકુલમમાં ચામાચીડિયામાં નિપાહ વાયરસ એન્ટિબોડીઝ વિશેની માહિતી એક સંશોધનમાં સામે આવી હતી.

નિપાહની શરૂઆત અને કેવી રીતે ફેલાય છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, નિપાહ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે, તે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય છે. આ વાયરસ લોકોમાં ખાવા-પીવા દ્વારા પણ ફેલાઈ શકે છે. નિપાહ વાયરસનો પહેલો કેસ 1999 માં મલેશિયામાં સામે આવ્યો હતો. અહીં આ વાયરસ સુંગાઈ નિપાહ નામના ગામમાં જોવા મળ્યો હતો, જેના પછી આ વાયરસનું નામ નિપાહ રાખવામાં આવ્યું હતું. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયાથી માણસોમાં ફેલાય છે. જો કે, સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે આ વાયરસ ડુક્કર, કૂતરા, બિલાડી, ઘોડા અને ઘેટાં દ્વારા પણ ફેલાય છે. નિપાહ સંક્રમિત વ્યક્તિ આ વાયરસથી અન્ય કોઈપણ વ્યક્તિને ચેપ લગાવી શકે છે.

નિપાહના લક્ષણો, જોખમ

જો આપણે નિપાહ વાયરસના લક્ષણો વિશે વાત કરીએ તો, ચેપગ્રસ્ત વ્યક્તિને ખૂબ જ તાવ આવે છે. તેને શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, એટીપિકલ ન્યુમોનિયાના લક્ષણો પણ જોવા મળે છે. જ્યારે સ્થિતિ ગંભીર બને છે, ત્યારે એન્સેફાલીટીસ પણ થાય છે. દર્દી 24 થી 48 કલાકમાં કોમામાં જઈ શકે છે. નિપાહ વાયરસના લક્ષણો દર્દીમાં 5-14 દિવસમાં દેખાય છે. કેટલાક કિસ્સાઓમાં તે 45 દિવસ પછી પણ દેખાય છે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી ખબર પડે કે વ્યક્તિ તેનાથી સંક્રમિત છે, તેણે અન્ય લોકોને પણ સંક્રમિત કરી દીધા હોય છે. જો કે નિપાહ વાયરસ ઓછો ચેપી છે પરંતુ તે ઘણો ખતરનાક છે. આ ચેપ ઝડપથી ફેલાતો નથી પરંતુ તેનો મૃત્યુદર ઘણો વધારે છે. જ્યારે આ વાયરસ પ્રથમ વખત કેરળમાં ફેલાયો ત્યારે તેનો મૃત્યુદર 45-70 ટકા હતો. જો પરિવારમાં કોઈ આ વાયરસથી સંક્રમિત થાય છે, તો પરિવારના અન્ય સભ્યો પણ તેનો શિકાર બની શકે છે.

આ પણ વાંચો:   MPox : મંકીપોક્સ વાયરસને લઈને ભારતે શરૂ કરી તૈયારીઓ

Tags :
cases in indiaGujarat FirstHardik ShahKeralaKerala NewsKerala Nipah Virus casesnipah virsu symptomsNipah VirusNipah Virus antibody researchNipah Virus cases in indiaNipah Virus death in MalappuramNipah Virus health precautionsNipah Virus high-risk contactsNipah Virus human transmissionNipah Virus Kerala 2024Nipah Virus Kerala government actionNipah Virus Kerala health alertNipah Virus outbreakNipah Virus patient contacts trackedNipah Virus risk categoryNipah Virus symptoms and transmissionnipah virus testnipah virus treatmentNipah Virus WHO guidelinesNipah Virus zoonotic transmission
Next Article