Kerala Hospital: 4 વર્ષની બાળકીની આંગળીઓની જગ્યાએ જીભની સર્જરી કરી નાખી
Kerala Hospital: Kerala ના કોઝિકોડની સરકારી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા 16 મે, 2024 ના રોજ 4 વર્ષની બાળકીનું ઓપરેશન કરીને આંગળીને બદલે જીભનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર મેડિકલ કોલેજના મેટરનિટી એન્ડ ચાઈલ્ડ કેર સેન્ટરમાં બાળકીની છઠ્ઠી આંગળી કાઢવા માટે સર્જરી કરવાની હતી.
કેરળમાં હોસ્પિટલના તબીબોની બેદરકારી આવી સામે
ફરી કોઈએ આ સ્થિતિમાંથી પસાર ના થવું પડે
આરોપીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો
એક અહેવાલ અનુસાર, પરિવારના સભ્યોએ જણાવ્યું કે નજીકથી તપાસ કરતાં જાણવા મળ્યું કે સર્જરી તેના હાથ પર નહીં પણ જીભ પર કરવામાં આવી હતી. આ ઘટનાની નોંધ લેતા Kerala ના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે મેડિકલ એજ્યુકેશનના નિયામકને ઘટનાની તપાસ કરવા અને વિગતવાર રિપોર્ટ સોંપવાનું જણાવ્યું છે. બાળકી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને પરિવારે પોલીસમાં ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો: Kalbaisakhi : કેરીઓ લેવા ગયેલા બાળકો પર વીજળી પડી, વાવાઝોડાના કારણે 11 ના મોત…
ફરી કોઈએ આ સ્થિતિમાંથી પસાર ના થવું પડે
યુવતીના પરિવારે કહ્યું કે, હોસ્પિટલમાં ફરી કોઈએ આ સ્થિતિમાંથી પસાર ના થવું પડે, તેવી પ્રાથના કરીએ છીએ. અમારી બાળકીને જીભ કોઈ સમસ્યા ન હતી. પરિવારે કહ્યું કે જો આ ભૂલને કારણે બાળકીને કોઈ ખરાબ અસર થઈ હોય તો તેની જવાબદારી હોસ્પિટલ સત્તાવાળાઓએ લેવી જોઈએ. પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે, હોસ્પિટલે અમને જાણ કરી હતી કે એક જ દિવસે બે બાળકોની સર્જરી થવાથી ભૂલ થઈ હતી.
આ પણ વાંચો: Swati Maliwal દુર્વ્યવહાર કેસમાં મોટું કાર્યવાહી, દિલ્હી પોલીસે વિભવ કુમાર વિરુદ્ધ FIR દાખલ કરી…
આરોપીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો
Kerala ના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ મામલાની તાત્કાલિક નોંધ લઈને રિપોર્ટ માંગ્યો છે. મેડિકલ એજ્યુકેશનના નિયામકને આ મામલાની તપાસ કરવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. બાળકી હાલ હોસ્પિટલમાં દાખલ છે. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. પરિવારનો આરોપ છે કે તેમની સાથે અન્યાય થયો છે. તેમને ન્યાય મળવો જોઈએ.
આ પણ વાંચો: Medicine Rate : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ 41 દવાઓની કિંમતોમાં થયો ધરખમ ઘટાડો!