Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશ માટે ઘાતક છે કઠમુલ્લા, પોતાના નિવેદન પર અટલ છે જસ્ટિસ શેખર યાદવ, CJI ને લખ્યો પત્ર

જસ્ટિસ યાદવે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, તેમનું ભાષણ કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે અને તેમણે એવો પણ દાવો કર્યો કે, ન્યાયપાલિકાના તેઓ સભ્ય જે જાહેર રીતે પોતાની વાત નથી મુકી શકતા.
દેશ માટે ઘાતક છે કઠમુલ્લા  પોતાના નિવેદન પર અટલ છે જસ્ટિસ શેખર યાદવ  cji ને લખ્યો પત્ર
Advertisement
  • જસ્ટિસે પોતાના મંતવ્ય પર અડગ હોવાનું જણાવ્યું
  • દેશ હંમેશા બહુમતી ઇચ્છે તેમ જ ચાલતો હોય છે
  • નિવેદનમાં કોઇ ન્યાયિક આચારસંહિતાનું ઉલ્લંઘન નથી

નવી દિલ્હી : જસ્ટિસ યાદવે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, તેમનું ભાષણ કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે અને તેમણે એવો પણ દાવો કર્યો કે, ન્યાયપાલિકાના તેઓ સભ્ય જે જાહેર રીતે પોતાની વાત નથી મુકી શકતા. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ શેખર કુમાર યાદવ દ્વારા મુસ્લિમોના નિશાન બનાવનારા તેમના એક નિવેદન અંગે તેમને બોલાવવામાં આવ્યા હતા. તે નોટિસના આશરે એક મહિના બાદ અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવે મુખ્ય ન્યાયાધીશ સંજીવન ખન્નાને પત્ર લખીને પોતાના નિવેદન પર કાયમ રહેવાની વાત કહી છ. તેમણે તે પણ સ્પષ્ટતા કરી કે તેમના નિવેદન સાથે ન્યાયિક આચાર સંહિતાનું કોઇ જ ઉલ્લંઘન નથી થયું છે.

Advertisement

અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ છે

અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરુણ ભંસાળીએ 17 ડિસેમ્બરે સીજેઆઇ સંજીવ ખન્નાના નેતૃત્વમાં કોલેજિયમની સાથે જસ્ટિસ યાદવની બેઠક બાદ તેમને આ મુદ્દે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. સુત્રો અનુસાર જસ્ટિસ યાદવના જવાબમાં એક કાયદાનો વિદ્યાર્થી અને એક આઇપીએસ અધિકારી દ્વારા તેમની ટિપ્પણી વિરુદ્ધ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઇપીએસ અધિકારીને સરકારે ફરજિયાત રીતે રિટાયર કરી દેવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : 8મા પગાર પંચની રચના ક્યારે થશે?, ક્યારે લાગુ થશે - જાણો સંપુર્ણ માહિતી

Advertisement

જસ્ટિસ યાદવ પોતાની પ્રતિક્રિયા પર અટલ

જસ્ટિસ યાદવે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, તેનું ભાષણ કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે અને તેમને તેવો પણ દાવો કર્યો કે, ન્યાયપાલિકાના તે સભ્યો જાહેર રીતે પોતાની વાત નથી મુકી શકતા તેમને ન્યાયિક બિરાદરીના વરિષ્ઠો દ્વારા સુરક્ષા આપવામાં આવી જોઇએ. તેમણે પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેમનું ભાષણ સંવિધાનમાં નિહિત મૂલ્યોના અનુરૂપ સામાજિદ મુદ્દા અંગેવિચાર વ્યક્ત કરવા માટે હતું ન કે કોઇ સમુદાય પ્રત્યે ધૃણા ફેલાવવા માટે.

હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત કરાયો કાર્યક્રમ

અત્રે ઉલ્લેખનીય છે કે, 8 ડિસેમ્બરે અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોસિએશનના પુસ્તકાલયમાં આયોજિત વિશ્વ હિંદુ પરિષદના કાયદા પ્રકોષ્ઠના કાર્યક્રમમાં બોલતા જસ્ટિસ યાદવે સમાન નાગરિક સંહિતા (UCC) ને એક હિંદુ વિરુદ્ધ મુસ્લિમ રીતે પ્રસ્તુત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, હિંદુઓને સુધાર કર્યા છે જ્યારે મુસ્લિમ લોકોએ નથી કર્યું.

આ પણ વાંચો : Share Market Closing: સતત ત્રણ દિવસ તેજી બાદ ફરી શેરબજારમાં કડાકો!

મુસ્લિમોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે કઠમુલ્લા

જસ્ટિસ યાદવે જણાવ્યું કે, તમારો ભ્રમ છે કે કોઇ કાયદો લવાયો તો તે તમારા શરિયત, ઇસ્લામ અને કુરાન વિરુદ્ધ હશે. પરંતુ હું એક વધારે વાત કહેવા માંગુ છું કે, પછી તે તમારો વ્યક્તિગત કાયદો હોય, આપણો હિંદુ કાયદો હોય કે તમારુ કુરાન હોય કે ગીતા, જેવું મેને કહ્યું પોતાની પ્રથાઓમાં કોઇ અનિષ્ઠ પ્રથાઓનું સમાધાન કરી ચુક્યા છે. છુઆછુત, સતી, જૌહર, ભ્રૂણ હત્યા આપણે તે તમામ સમસ્યાઓનું સમાધાન કરી ચુક્યા છીએ. પછી તમે આ કાયદાને ખતમ કેમ નથી કરતા?

હંમેશા બહુમતી લોકો ઇચ્છે તેમ જ ચાલે છે સરકાર

આ દરમિયાન તેમણે કહ્યું કે, તે કહેવામાં બિલ્કુલ પણ વિરોધ નથી કે તે હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનમાં રહેનારા બહુમતીના અનુસાર જ દેશ ચાલશે. તમે તેમ પણ નહીં કહી શકો કે હાઇકોર્ટના જસ્ટિસ થઇને તેવું બોલી રહ્યા છે. કાયદો તો ભાઇ બહુતીથી જ ચાલે છે. પરિવારમાં પણ જુઓ સમાજમાં પણ જુઓ. જ્યાં વધારે લોકો હોય છે તે કહે તેમ જ થાય છે. તેમણે તેમ પણ કહ્યું કે, કઠમુલ્લા દેશ માટે ઘાતક છે.

આ પણ વાંચો : વિકાસના પથ પર અગ્રેસર Gujarat ની છબી ખરાબ કરનારાઓ પર લગામ ક્યારે ?

ગાયના સંરક્ષણ અંગે કર્યો હતો ઉલ્લેખ

જસ્ટિસ યાદવને લખેલા પત્રમાં તેમના ગાય સંરક્ષણ સંબંધિત એક આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કેટલાક કાર્યકર્તાઓ દ્વારા ઉઠાવાયેલા સવાલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે અંગે તેમણે કહ્યું કે, ગાયનું સંરક્ષણ સમાજની સંસ્કૃતિને દર્શાવે છે અને તેના પર કાયદેસર રીતે યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત છે. તેમણે તેમ પણ કહ્યું કે, ગાયનું સંરક્ષના પક્ષમાં વૈધ અને યોગ્ય ભાવનાને ન્યાય, નિષ્પક્ષતા, ઇમાનદારી અને નિષ્પક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન માની શકાય નહીં.

આ પણ વાંચો : Viral Video: શ્યામ રંગ,સુંદર આંખો...મહાકુંભમાં વાયરલ આ સુંદર છોકરી!

Tags :
Advertisement

Trending News

.

×