ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kalaram Temple : PM મોદીએ કાલારામ મંદિરમાં કરી સફાઈ, દેશવાસીઓને કરી આ ખાસ અપીલ

PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સૌથી પહેલા નાસિકના (Nashik) કાલારામ મંદિરની (Kalaram Temple) મુલાકાત લીધી હતી અને ત્યારબાદ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. દરમિયાન, પીએમ મોદીએ નાસિકના શ્રી કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો...
03:55 PM Jan 12, 2024 IST | Vipul Sen

PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સૌથી પહેલા નાસિકના (Nashik) કાલારામ મંદિરની (Kalaram Temple) મુલાકાત લીધી હતી અને ત્યારબાદ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. દરમિયાન, પીએમ મોદીએ નાસિકના શ્રી કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

22 જાન્યુઆરીએ તમામ મંદિરોમાં સફાઈ અભિયાન

શુક્રવારે પીએમ મોદીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવને (National Youth Festival) સંબોધિત કરતા કહ્યું કે, મે આહ્વાન કર્યું હતું કે, 22 જાન્યુઆરી સુધી આપણે બધા દેશના તમામ તીર્થ સ્થળોની, મંદિરોની સાફ કરીએ, સ્વચ્છતા અભિયાન ચલાવીએ. પીએમ મોદીએ કહ્યું કે, આજે મને શ્રી કાલારામ મંદિરમાં (Kalaram Temple) દર્શન કરવા અને મંદિર પરિસરમાં સાફ-સફાઈ કરવાનો સૌભાગ્ય મળ્યો. હું દેશવાસીઓને ફરી આગ્રહ કરું છું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશના તમામ મંદિરો, તીર્થ ક્ષેત્રોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવમાં આવે, જેમાં યુવાઓ શ્રમદાન કરેં.

'આજનો દિવસ મહાપુરુષને સમર્પિત છે'

પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ યુવાશક્તિનો દિવસ છે. આજનો દિવસ એ મહાપુરુષને સમર્પિત છે, જેમણે ગુલામીના કાલખંડમાં ભારત અને ભારતના યુવાનોમાં નવી ઊર્જા ભરી. આ મારો સૌભાગ્ય છે કે સ્વામી વિવેકાનંદજીની જયંતી નિમિત્તે હું યુવાનો વચ્ચે નાસિકમાં છું. હું તમને બધાને 'રાષ્ટ્રીય યુવા દિવસ'ની (National Youth Festival) શુભેચ્છા પાઠવું છું

યુવાનો ઝડપથી 'મેરા યુવા ભારત સંગઠન' સાથે જોડાયા

કાલારામ મંદિરમાં (Kalaram Temple) દર્શન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, દેશના ખૂણેખૂણામાંથી યુવાનો ઝડપથી 'મેરા યુવા ભારત સંગઠન' (Mera Yuva Bharat Sanghatan) સાથે જોડાઈ રહ્યા છે. 'મેરા યુવા ભારત સંગઠન'ની સ્થાપના પછીથી આ પહેલો યુવા દિવસ છે. આ સંગઠનને બન્યાને હજું 75 દિવસ પણ નથી થયા અને આ સંગઠન સાથે 1.10 કરોડ જેટલા યુવાનોએ પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું છે.

આ પણ વાંચો -  Imran Masood : કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદે કહ્યું- ‘રામ તો આપણા બધાના આરાધ્ય છે…’

Tags :
Gujarat FirstGujarati NewsKalaram templeMera Yuva Bharat SanghatanNashiknational newsNational Youth FestivalPrime Minister Narendra ModiRam Mandir Pran Pratishtha MohotsavSwami Vivekananda
Next Article