J&K : I.N.D.I. ગઠબંધનને વધુ એક મોટો ઝટકો! ફારૂક અબ્દુલ્લાએ આપ્યું આ ચોંકાવનારું નિવેદન
જમ્મુ-કાશ્મીરમાં (J&K) I.N.D.I. ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે. સીટ વહેંચણી પર ચર્ચા વચ્ચે નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ (Farooq Abdullah) ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે. આમાં કોઈ શંકા નથી.
પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ (Farooq Abdullah) મીડિયાને જણાવ્યું હતું કે, હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે નેશનલ કોન્ફરન્સ પોતાની તાકાત પર ચૂંટણી લડશે. આમાં કોઈ શંકા નથી. જમ્મુ-કાશ્મીરમાં (J&K) વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે, મને લાગે છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. બીજી તરફ ફારુક અબ્દુલ્લાના નિવેદન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના (Congress) મહાસચિવ જયરામ રમેશે કહ્યું, "વિવિધ પક્ષોની અલગ-અલગ મજબૂરીઓ હોય છે. મને વિશ્વાસ છે કે નેશનલ કોન્ફરન્સ, પીડીપી બંને ઓલ ઈન્ડિયા એલાયન્સનો (I.N.D.I.) હિસ્સો રહેશે. ભવિષ્યમાં પણ આમ જ રહેશે.
પીએમ બોલાવશે તો જઈશું
ફારુક અબ્દુલ્લાના (Farooq Abdullah) નિવેદનથી I.N.D.I. ગઠબંધનની મૂંઝવણ વધી જશે. જમ્મુ-કાશ્મીરના (J&K) પૂર્વ સીએમએ કહ્યું કે તેઓ રાજ્યમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ NDA માં જોડાઈ શકે છે તો તેમણે કહ્યું કે અમારી બારી-બારણાં ખુલ્લા છે. તેમણે કહ્યું કે, જો પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમને વાત કરવા માટે બોલાવશે તો તેઓ ચોક્કસ જશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ એનડીએમાં જોડાશે તો ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, આ શક્યતાને નકારી શકાય નહીં.
ફારુકના તાજેતરના નિવેદનથી રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચી છે. વિપક્ષી ગઠબંધનનો હિસ્સો એવા NC નેતા અબ્દુલ્લાએ એંધાણ આપતા કહ્યું કે, તેમની પાર્ટી સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માં સામેલ થઈ શકે છે. આ નિવેદન એટલા માટે મહત્ત્વનું છે કારણ કે આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વિપક્ષી મહાગઠબંધન I.N.D.I. છોડીને NDA માં સામેલ થયા હતા. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું ફારૂક અબ્દુલ્લાનું આ નિવેદન પ્રાદેશિક પક્ષોના એનડીએ તરફના ઝુકાવનો પણ સંકેત છે?
આ પણ વાંચો - Delhi હાઈકોર્ટ ને બોમ્બની ઉડાવી દેવાની ધમકી, પોલીસે વધારી સુરક્ષા વ્યવસ્થા…