Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jay Shah ની ICC ના નવા ચેરમેન તરીકે બિનહરીફ પસંદગી, વર્લ્ડ ક્રિકેટમાં ભારતનો દબદબો

Jay Shah ICC New Chairman : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) સચિવ જય શાહ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC) નવા ચેરમેન બન્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. જય શાહ ICC ચેરમેન પદ...
jay shah ની icc ના નવા ચેરમેન તરીકે બિનહરીફ પસંદગી  વર્લ્ડ ક્રિકેટમાં ભારતનો દબદબો
Advertisement

Jay Shah ICC New Chairman : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) સચિવ જય શાહ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC) નવા ચેરમેન બન્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. જય શાહ ICC ચેરમેન પદ માટે અરજી કરનારા એકમાત્ર વ્યક્તિ હતા. તેવામાં ચૂંટણીનો કોઇ સવાલ જ નહોતો તેઓ બિનહરીફ રીતે આઇસીસીના નવા ચેરમેન (ICC New Chairman) બન્યા છે. તેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બન્યા છે અને તેમનો કાર્યકાળ 1 ડિસેમ્બર, 2024થી શરૂ થશે.

બિનહરીફ રીતે જય શાહની ICC Chairman તરીકે વરણી

ભારતીય ક્રિકેટને ઉંચાઈ પર લઈ ગયા બાદ BCCI સેક્રેટરી જય શાહ નવી ઈનિંગ માટે તૈયાર છે. તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આગામી અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ રીતે ફરી એકવાર ભારતીયો વિશ્વ ક્રિકેટ પર રાજ કરશે. શાહ 1 ડિસેમ્બર, 2024 ના રોજ આ પ્રતિષ્ઠિત પદ સંભાળશે. તમને જણાવી દઈએ કે જય શાહ ઓક્ટોબર 2019 થી BCCI ના સેક્રેટરી અને જાન્યુઆરી 2021 થી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે.

Advertisement

સ્પીકર ગ્રેગ બાર્કલેએ ત્રીજી મુદ્દત માટે ઉમેદવારી નોંધાવી નહોતી

વર્તમાન સ્પીકર ગ્રેગ બાર્કલેએ ત્રીજી મુદત માટે તેમની ઉમેદવારી છોડી દીધી હતી. તેમના નિર્ણય બાદ જય શાહ પ્રમુખ બનશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. શાહે આઈસીસીને આ ઈનિંગ્સ અંગે જણાવ્યું - ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે મારી આ ઈનિંગથી હું અભિભૂત છું. તેણે આગળ કહ્યું- હું ક્રિકેટને વધુ વૈશ્વિક બનાવવા માટે ICC ટીમ અને અમારા સભ્ય દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.

Advertisement

જય શાહે કહ્યું ક્રિકેટને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડીશું

ક્રિકેટ ફોર્મેટના વિવિધ પડકારો અંગે, તેમણે કહ્યું - આપણે એવા નિર્ણાયક તબક્કે ઉભા છીએ જ્યાં બહુવિધ ફોર્મેટમાં સંતુલન રાખવું, ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવું અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેને મોટાભાગે સફળ બનાવવું મહત્વપૂર્ણ છે. અમારો ઉદ્દેશ્ય ક્રિકેટને પહેલા કરતા વધુ વ્યાપક અને લોકપ્રિય બનાવવાનો છે.

તમામ ફોર્મેટનું મહત્વ જળવાઇ રહે તે ખુબ જ જરૂરી

શાહે કહ્યું કે, અમે શીખેલા પાઠ પર કામ કરીશું. સમગ્ર વિશ્વમાં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વધારવા માટે આપણે નવી વિચારસરણી અને નવા વિચારો પર કામ કરવું પડશે. LA 2028 ઓલિમ્પિક્સમાં અમારી રમતનો સમાવેશ ક્રિકેટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ વળાંક છે. મને વિશ્વાસ છે કે આ રમતને અભૂતપૂર્વ રીતે આગળ લઈ જશે.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

India: 28 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશના MLAની સંપત્તિ, શિક્ષણ અંગે જાણો માહિતી

featured-img
Top News

Medicine Side Effect: ટાલ પડવાની સારવાર માટે 'ચમત્કારિક કેમ્પ' થી લોકો હોસ્પિટલ પહોંચ્યા

featured-img
ગાંધીનગર

Banaskantha : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર હાથ ધરાયું પોલીસનું કડક ચેકિંગ

featured-img
Top News

Idar : કોમેન્ટ કરવા બાબતે ઝઘડો થતાં બેને ઈજા, 7 વિરૂધ્ધ સામસામી ફરીયાદ નોંધાવાઈ

featured-img
Top News

Nagpur માં કેમ ફાટી નીકળી હિંસા, શું હતી અફવા, કેવી રીતે સળગ્યું શહેર, જાણો વિગતે

featured-img
ક્રાઈમ

Ahmedabad : પાલડીના ફ્લેટમાંથી ખનાજો મળ્યો અને તપાસનો રેલો મુંબઇ પહોંચ્યો

×

Live Tv

Trending News

.

×