Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu-Kashmir Election : ગણતરીની મીનિટોમાં જ ભાજપને પરત ખેંચવી પડી ઉમેદવારોની યાદી, જાણો કેમ

ભાજપે 44 ઉમેદવારોની યાદી પાછી ખેંચી નવી યાદી ટૂંક સમયમાં આવવાવી સંભાવના જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન Jammu-Kashmir Election : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે (26 ઓગસ્ટ 2024) જાહેર કરેલી 44 ઉમેદવારની યાદી ભાજપે (BJP) પાછી ખેંચી લીધી છે....
12:42 PM Aug 26, 2024 IST | Hardik Shah
BJP withdrew the list of 44 candidates Jammu Kashmir Election

Jammu-Kashmir Election : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે (26 ઓગસ્ટ 2024) જાહેર કરેલી 44 ઉમેદવારની યાદી ભાજપે (BJP) પાછી ખેંચી લીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, કેટલાક સુધારા કર્યા બાદ ટૂંક સમયમાં નવી યાદી (New List) જાહેર કરવામાં આવશે. હાલ, પાર્ટી દ્વારા નવી યાદી વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

ભાજપે કેમ પરત ખેંચી ઉમેદવારી યાદી?

ભાજપે સોમવારે જાહેર કરેલી યાદી પછી, તે યાદીમાં ફેરફાર કરવાની યોજના બનાવી છે. યાદી પ્રથમ, બીજા, અને ત્રીજા તબક્કાના ચૂંટણી માટે કરવામાં આવી હતી, જેમાં કુલ 44 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ જાહેર કરેલી યાદીમાં પમ્પોરથી સૈયદ શૌકત ગાયુર, રાજપોરાથી અર્શીદ ભટ્ટ, શોપિયાંથી જાવેદ અહેમદ કાદરી, અનંતનાગ પશ્ચિમથી મોહમ્મદ રફીક વાની, અનંતનાગથી એડવોકેટ સૈયદ વજાહત, શ્રીગુફવારા બિજબેહરાથી સોફી યુસુફ, અનંતનાગથી શંગુસ વીરનો સમાવેશ થાય છે. રવિવારે મોડી રાત સુધી ચાલેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ યાદી સામે આવી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં કેટલીક સમસ્યાઓ હતી અને તેને ઉતાવળમાં રિલીઝ કરવામાં આવી હતી. હવે નવેસરથી વિચારણા કર્યા બાદ યાદી બહાર પાડવામાં આવશે, જેમાં કેટલાક ફેરફારો થશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે.

સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે સુધારેલી યાદી

રવિવારે યોજાયેલી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ઘણા વરિષ્ઠ નેતાઓ અને જમ્મુ-કાશ્મીર બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં ત્રણેય તબક્કામાં આવતી બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે, જેનો પ્રથમ રાઉન્ડ 18 સપ્ટેમ્બરે યોજાશે. આ પછી, બીજા તબક્કાનું મતદાન 23 સપ્ટેમ્બરે અને ત્યારબાદ ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. ભાજપની આ યાદીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહને તક મળી નથી. આ સિવાય રવિન્દ્ર રૈના અને કવિન્દર ગુપ્તાને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. ભાજપનું કહેવું છે કે સુધારેલી યાદી સોમવારે સાંજ સુધીમાં જ જાહેર કરવામાં આવશે.

ત્રણ તબક્કા મતદાન

પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે 24 બેઠકો માટે થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે 26 બેઠકો પર, અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે 40 બેઠકો માટે થશે. મતગણતરી 4 ઓક્ટોબરે કરવામાં આવશે. આ વખતે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં રસપ્રદ મુકાબલો જોવા મળશે. ભાજપ 90 બેઠકો પર એકલાં લડશે, જ્યારે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. PDP પણ એકલાં હાથે લડશે, અને આમ આદમી પાર્ટી પ્રથમ વખત આ ચૂંટણીમાં દાવો કરી રહી છે.

પ્રથમ તબક્કામાં આ બેઠકો પર મતદાન થશે

પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડી.એચ. પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા, બિજબેહરા, શાંગાસ-અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર, નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલ.

બીજા તબક્કામાં આ બેઠકો પર મતદાન થશે

કંગન (ST), ગાંદરબલ, હઝરતબાલ, ખાનયાર, હબ્બકાદલ, લાલ ચોક, ચન્નાપોરા, જડીબાલ, ઇદગાહ, સેન્ટ્રલ શાલટેંગ, બડગામ, બીરવાહ, ખાનસાહેબ, ચરાર, એ, શરીફ, ચદૂરા, ગુલાબગઢ (ST), રિયાસી, શ્રી માતા વૈષ્ણો દેવી, કાલાકોટ, સુંદરબની, નૌશેરા, રાજૌરી (ST), બુદ્ધલ (ST), થન્નામંડી (ST), સુરનકોટ (ST), પુંછ હવેલી, મેંઢર (ST).

ત્રીજા તબક્કામાં આ બેઠકો પર મતદાન થશે

કરનાહ, ત્રેહગામ, કુપવાડા, લોલાબ, હંદવાડા, લંગેટ, સોપોર, રફિયાબાદ, ઉરી, બારામુલ્લા, ગુલમર્ગ, વાગુરા, ક્રિરી, પટ્ટન, સોનાવરી, બાંદીપોરા, ગુરેઝ (ST), ઉધમપુર પશ્ચિમ, ઉધમપુર પૂર્વ, ચેનાની, રામનગર (SC), બાની, બિલાવર, બસોહલી, જસરોટા, કઠુઆ (SC), હીરાનગર, રામગઢ (SC), સાંબા, વિજયપુર, બિશ્નાહ (SC), સુચેતગઢ (SC), આર.એસ. પુરા, જમ્મુ દક્ષિણ, બાહુ, જમ્મુ પૂર્વ, નગરોટા, જમ્મુ પશ્ચિમ.

અગાઉની ચૂંટણીની માહિતી

અ પહેલા 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે PDP ને 28 બેઠકો, ભાજપને 25, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સને 15, અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. PDP અને BJP એ મળીને સરકાર બનાવી હતી.

આ પણ વાંચો:  BJP એ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 44 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Tags :
2024 Assembly ElectionsBJPBJP Candidate ListBJP First Listbjp newselection in jammu kashmirElection PhasesElection Results DateElectoral ChangesGujarat FirstHardik ShahJ&KJammu Kashmir Assembly Electionjammu kashmir assembly election 2024jammu kashmir bjp candidates full listJAMMU KASHMIR ELECTIONjammu kashmir election newsjammu kashmir news in hindiKashmir PoliticsNew List AnnouncementParty StrategyPolitical Alliances
Next Article